• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મેટલ, બેંકિંગ શેરો પાછળ સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 81857 | Sensex rises 320 points to 81857 on metal…

satyasamachar by satyasamachar
January 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મેટલ, બેંકિંગ શેરો પાછળ સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 81857 | Sensex rises 320 points to 81857 on metal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા | flipcart 300 employess layoff

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા | flipcart 300 employess layoff

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

Load More

મુંબઈ : ભારત અને યુરોપીય યુનિયન (ઈયુ) વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં બન્ને વચ્ચેનો દ્વીપક્ષી વેપારમાં જંગી વધારો થવાની અપેક્ષા અને ભારત માટે નિકાસના નવા માર્ગો ખુલવાના પોઝિટીવ પરિબળે આજે ભારતીય શેર બજારોમાં ફરી તેજીનો સંચાર થયો હતો. યુરોપીય યુનિયન સાથે થયેલી વેપાર સંધિ બાદ હવે અમેરિકાનું ભારત પરત્વેનું જક્કી વલણ ઢીલું પડવાની અને ભારત-અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડિલ વાટાઘાટ આગળ વધવાની અપેક્ષાએ પણ ફંડોએ આજે મેટલ-માઈનીંગ, બેંકિંગ શેરોમાં તોફાની તેજીની આગેવાનીએ કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં લેવાલી કરી હતી. અલબત યુરોપના દેશો થકી ભારતમાં ચાઈનીઝ ઓટોમોબાઈલ કંપનીઓની નિકાસોના દ્વાર ખુલવાની અને ભારતના ઉદ્યોગ માટે સ્પર્ધા વધવાની ધારણાએ અને કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રે પણ હરીફાઈ વધવાની શકયતાએ  આજે બન્ને ક્ષેત્રીય કંપનીઓના શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૩૧૯.૭૮ પોઈન્ટ વધીને ૮૧૮૫૭.૪૮ અને નિફટી ૫૦ સ્પોટ ૧૨૬.૭૫ પોઈન્ટ વધીને ૨૫૧૭૫.૪૦ બંધ રહ્યા હતા.

મેટલ ઈન્ડેક્સની ૧૧૭૮ પોઈન્ટની છલાંગ ; જિન્દાલ સ્ટેનલેસ રૂ.૬૪, અદાણી રૂ.૯૮, સેઈલ રૂ.૭ ઉછળ્યા

યુરોપના દેશો સાથેની ભારતની ઐતિહાસિક વેપાર ડિલના પરિણામે ભારત-યુરોપ વચ્ચે સ્ટીલ, મેટલ સહિતમાં વેપાર વધવાની અપેક્ષાએ અને વિશ્વ બજારમાં કોપર સહિતના ભાવોમાં તેજીના પરિણામે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં આજે મોટી તેજી કરી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૬૩.૯૫ ઉછળીને રૂ.૮૦૯.૬૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૯૭.૫૫ વધીને રૂ.૧૯૬૦.૩૫, સેઈલ રૂ.૬.૭૫ વધીને રૂ.૧૫૫.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫૧.૫૦ વધીને રૂ.૧૨૨૦.૮૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૭.૭૫ વધીને રૂ.૭૨૬.૬૦, નાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૩૮૪.૭૦, એનએમડીસી રૂ.૨.૪૦ વધીને રૂ.૭૮.૮૦, વેદાન્તા રૂ.૨૧.૨૫ વધીને રૂ.૭૦૫.૬૫, એપીએલ અપોલો રૂ.૫૯.૮૫ વધીને રૂ.૨૦૬૦.૮૫, ટાટા સ્ટીલ રૂ.૪.૯૫ વધીને રૂ.૧૯૨.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૧૭૮.૬૯ પોઈન્ટ ઉછળીને ૩૯૦૫૫.૯૬ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૮૪૦ પોઈન્ટ ઉછળ્યો ; એક્સિસ બેંક રૂ.૫૪ વધી રૂ.૧૩૧૪ ; ફેડરલ બેંક, પીએનબી, સ્ટેટ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોએ ફરી મોટી તેજી કરી હતી. એક્સિસ બેંક ત્રિમાસિક પરિણામ પાછળ શેર રૂ.૫૪.૩૫ વધીને રૂ.૧૩૧૪.૪૫, ફેડરલ બેંક રૂ.૬.૫૦ વધીને રૂ.૨૮૫, પીએનબી રૂ.૨.૭૫ વધીને રૂ.૧૨૨.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૩.૫૦ વધીને રૂ.૧૦૫૨.૯૦, બેંક ઓફ બરોડા રૂ.૫.૯૫ વધીને રૂ.૩૦૨.૧૫, કેનેરા બેંક રૂ.૩ વધીને રૂ.૧૫૪.૭૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૮૫ વધીને રૂ.૧૭૫.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦ વધીને રૂ.૧૩૬૩.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૪૦.૫૦ પોઈન્ટ ઉછળીને ૬૬૭૦૪.૧૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ખરીદી ; ડાટાપેટર્ન રૂ.૧૧૭ ઉછળ્યો ; ભારત ડાયનામિક્સ, વારી એનજીૅ ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી થઈ હતી. ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે ટ્રેડ ડિલ નક્કી થઈ જતાં બન્ને  દેશોને પાવર-કેપિટલ ગુડઝ ક્ષેત્રે પણ દ્વીપક્ષી વેપારમાં ફાયદો થવાની અપેક્ષાએ ફંડોએ તેજી કરી હતી. ડાટા પેટર્નસ રૂ.૧૧૬.૮૫ વધીને રૂ.૨૨૯૭.૯૫, ભારત ડાયનામિક્સ રૂ.૬૫ વધીને રૂ.૧૪૭૨.૭૦, વારી એનજીૅ રૂ.૯૬.૨૫ વધીને રૂ.૨૬૯૪.૦૫, પ્રીમિયમ એનજીૅ રૂ.૨૩.૫૫ વધીને રૂ.૭૦૭.૮૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૧૮.૮૦ વધીને રૂ.૩૮૪૮.૬૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭૮.૭૦ વધીને રૂ.૭૨૧૦.૮૫, કોચીન શિપ રૂ.૩૪.૮૦ વધીને રૂ.૧૫૨૨.૮૦, ભેલ રૂ.૫.૪૦ વધીને રૂ.૨૪૭.૯૦, મઝગાંવ ડોક રૂ.૩૫.૮૦ વધીને રૂ.૨૩૩૭.૨૫, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૨૦ વધીને રૂ.૧૦૪.૭૫, એસ્ટ્રલ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૧૪૦૦.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૯૮.૮૫ પોઈન્ટ વધીને ૬૨૨૮૦.૨૬ બંધ રહ્યો હતો.

વાહનોની આયાત સસ્તી થશે ; ઉદ્યોગને ફટકો પડશે ; ઓટો શેરોમાં મહિન્દ્રા રૂ.૧૪૮, હ્યુન્ડાઈ રૂ.૯૧ તૂટયો

ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે ૧૯ વર્ષ બાદ ટ્રેડ ડિલ નક્કી થઈ જતાં અને હવે યુરોપથી ભારતમાં આયાત થતાં લકઝરી ઓટોમોબાઈલ કાર-વાહનો પરના ટેરિફને ૧૧૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવાતાં  ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સ્પર્ધા વધવાના નેગેટીવ પરિબળે ફંડોએ ઓટો શેરોમાં વેચવાલી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૪૮.૩૦ તૂટીને રૂ.૩૩૯૪.૩૦, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૯૧.૦૫ તૂટીને રૂ.૨૧૭૩.૪૦, મારૂતી સુઝુકી રૂ.૨૨૮.૬૫ તૂટીને રૂ.૧૫,૨૪૦.૯૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૮.૬૦ ઘટીને રૂ.૨૧૯૧.૦૫, એમઆરએફ રૂ.૧૬૪૭.૯૫ ઘટીને રૂ.૧,૩૫,૮૪૩, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૩૪૦.૫૫, એક્સાઈડ રૂ.૨ ઘટીને રૂ.૩૨૩.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૭૫.૮૭ પોઈન્ટ તૂટીને ૫૮૯૮૦.૭૨ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં પસંદગીની તેજી ; ૬૩ મૂન્સ, રામકો સિસ્ટમ્સ, નેલ્કો, ટેક મહિન્દ્રામાં ફંડોની તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે પણ યુરોપીય યુનિયન સાથે ટ્રેડ ડિલ નક્કી થતાં પોઝિટીવ ડેવલપમેન્ટની અપેક્ષાએ  ફંડોની આઈટી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૭.૧૫ વધીને રૂ.૬૧૬.૦૫, રામકો સિસ્ટમ્સ રૂ.૧૭.૮૦ વધીને રૂ.૪૨૪, નેલ્કો રૂ.૧૬.૮૦ વધીને રૂ.૬૧૩.૪૫, ટેક મહિન્દ્રા રૂ.૪૩.૯૦ વધીને રૂ.૧૭૪૫.૨૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૯.૧૫ વધીને રૂ.૩૮૦.૧૦, સિએન્ટ રૂ.૨૩.૫૫ વધીને રૂ.૧૧૦૯.૪૦, એમ્ફેસીસ રૂ.૫૯.૮૦ વધીને રૂ.૨૮૦૯.૮૫, સિગ્નિટી ટેક રૂ.૩૨.૯૫ વધીને રૂ.૧૬૨૯.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૪.૯૭ પોઈન્ટ વધીને ૩૭૧૪૧.૪૮ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું ; ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ, આઈઓસી વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીનું આકર્ષણ જોવાયું હતું. ઓઈલ ઈન્ડિયા રૂ.૧૨.૩૫ વધીને રૂ.૪૪૮.૬૦, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન-બીપીસીએલ ત્રિમાસિક સારા પરિણામે રૂ.૮.૦૫ વધીને રૂ.૩૫૭.૩૫, આઈઓસી રૂ.૩ વધીને રૂ.૧૫૮.૯૫, ઓએનજીસી રૂ.૨.૫૦ વધીને રૂ.૨૪૮.૦૫, એચપીસીએલ રૂ.૪.૨૦ વધીને રૂ.૪૧૯.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૪૬.૧૭ પોઈન્ટ વધીને ૨૭૦૧૨.૯૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ આયાત સસ્તી થવાના નેગેટીવ પરિબળે ઘટયા ; એશીયન પેઈન્ટ, બ્લુ સ્ટાર ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સમાં યુરોપથી થતી આયાત ટેરિફ ઘટતાં સસ્તી થવાના નેગેટીવ પરિબળે ફંડોએ આજે વેચવાલી કરી હતી. એશીયન પેઈન્ટ રૂ.૭૭.૩૫ ઘટીને રૂ.૨૬૨૪.૯૦, બ્લુ સ્ટાર રૂ.૩૦.૭૫ ઘટીને રૂ.૧૬૬૬.૮૦, બર્જ ર પેઈન્ટ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૪૯૫.૩૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૮૩.૫૫ ઘટીને રૂ.૧૦,૧૭૯.૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૬૮.૭૬ પોઈન્ટ ઘટીને ૫૬૧૭૯.૮૫ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સતત વિશ્વાસની કટોકટીએ વેચવાલીનું દબાણ ; ૨૫૧૦ શેરો નેગેટીવ બંધ

ભારત -યુરોપીય યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડિલ થવાની સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં પોઝિટીવ અસર સામે વિશ્વાસની કટોકટી અને કેટલાક ભારતીય  ઉદ્યોગો-કંપનીઓને નુકશાન પણ થવાના અંદાજોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે  ફંડોએ વેચવાલી ચાલુ રાખતાં માર્કેટબ્રેડથસતત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૦  અને વધનારની સંખ્યા ૧૮૦૩ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૩.૬૭ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે એ ગુ્રપના શેરોમાં સિલેક્ટિવ મોટી ખરીદી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૩.૬૭ લાખ કરોડ રહ્યું હતું.

Next Post
સુરેન્દ્રનગરમાં 5 દિવસ વકગની માંગ સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા | Bank employees go on strike…

સુરેન્દ્રનગરમાં 5 દિવસ વકગની માંગ સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા | Bank employees go on strike...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા | flipcart 300 employess layoff

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા | flipcart 300 employess layoff

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …
GUJARAT

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

વડોદરા,અણખી ગામની સીમમાં આવેલી બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે કલર નાખવા બાબતે તકરાર થતા પાઇપ અને  લાકડીથી સામસામે હુમલો...

Read more

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા | flipcart 300 employess layoff

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In