![]()
Chhota Udepur Panchayat Election: છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે(25 મે) યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું બોર્ડ બનતા ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર રાજેશ રાઠવા ધરપકડના ડરથી સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં 19 ભાજપના સદસ્યો હાજર રહ્યા હતા. જ્યારે આપના 13 સદસ્યો પૈકી 12 સદસ્યો હાજર રહ્યા હતા. ભાજપના 19 સભ્યોએ પ્રમુખના ઉમેદવાર ઉપેન્દ્ર રાઠવાના સમર્થનમાં ઊંચી આંગળી કરતા ઉપેન્દ્ર રાઠવાને પ્રમુખ અને રાયસિંહ ભીલને ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા.
આપના ઉમેદવાર ધરપકડના ડરથી ગેરહાજર!
બીજી તરફ, આપના સદસ્ય રાજેશ રાઠવા સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. રાજેશ રાઠવા સામે તેમનાજ પક્ષના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ મારામારી બાબતે ફરિયાદ કરવામાં આવતા ધરપકડના ડરે હાજર રહ્યા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સ્થાનિક ચર્ચા અનુસાર, આપ ઉમેદવારને પકડવા માટે ગેટ પર પોલીસ ઉભી રહી હતી.















