• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉત્તર પ્રદેશમાં કબડ્ડીના નેશનલ ખેલાડીનું અપહરણ કર્યા બાદ હત્યા, કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળ્યો | UP…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉત્તર પ્રદેશમાં કબડ્ડીના નેશનલ ખેલાડીનું અપહરણ કર્યા બાદ હત્યા, કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળ્યો | UP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

UP Crime News: ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાઝિયાબાદમાં પેરા એથ્લીટ ગૌરવ ત્યાગીની ગોળી મારીને હત્યા કરાયાની ઘટના હજુ શાંત થઈ નથી, ત્યાં મેરઠમાં નેશનલ કક્ષાની મહિલા કબડ્ડી ખેલાડી અનુષ્કાની અપહરણ બાદ હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાસ્ટ ફૂડની દુકાન ચલાવતા શખસે સામાન્ય બાબતમાં યુવતીનું અપહરણ કર્યું અને તે જ રાત્રે માથામાં ઈંટોના ઘા મારીને તેની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો. આ ઘટનાના 45 દિવસ બાદ રવિવારે (31મી મે) મોડી રાત્રે આરોપીની ધરપકડ થતાં સમગ્ર હત્યાકાંડ પરથી પડદો ઊંચકાયો છે. પોલીસે આરોપીની કબૂલાતના આધારે ગટરમાંથી અનુષ્કાનો કંકાલ (હાડપિંજર) હાલતમાં મૃતદેહ રિકવર કર્યો છે.

15મી એપ્રિલથી ગુમ હતી ૧૨મા ધોરણની વિદ્યાર્થિની

મૃતક અનુષ્કા મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિરૌડી ગામના રહેવાસી નેમ્પલની પુત્રી હતી અને રાષ્ટ્રીય સ્તરે કબડ્ડી રમતી હતી. તે કાંકરખેડાના શોભાપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને કૃષ્ણા પબ્લિક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. અનુષ્કા15મી એપ્રિલ 2026ના રોજ રાત્રે અચાનક ગુમ થઈ ગઈ હતી. પુત્રી ઘરે ન પરત ફરતાં પિતા 16મી એપ્રિલે કાંકરખેડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે દોઢ મહિના સુધી કોઈ નક્કર તપાસ ન કરી, જેથી કંટાળીને પરિવારે બે દિવસ પહેલા મેરઠ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADG) ભાનુ ભાસ્કરને ન્યાય માટે ગુહવાર લગાવી હતી. ADGના કડક આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં ચંદીગઢથી આરોપી શ્યામ ધનકની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે…’ ફેમ દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન

માત્ર રૂ. 3600ની લેતીદેતીમાં હત્યા 

ધરપકડ કરાયેલ આરોપી શ્યામ ધનક મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનનો રહેવાસી છે અને મેરઠના રોહતા રોડ પર ફાસ્ટ ફૂડ (ફૂડ કોર્નર)ની દુકાન ચલાવતો હતો. પોલીસ પૂછપરછમાં હત્યા પાછળ જે કારણ સામે આવ્યું તે જાણીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

અનુષ્કા અવારનવાર તેના મિત્રો સાથે શ્યામની દુકાને ફાસ્ટ ફૂડ ખાવા જતી હતી, જેથી હિસાબ પેટે તેણે શ્યામને આશરે  3,600 રૂપિયા આપવાના નીકળતા હતા. 15મી એપ્રિલની રાત્રે અનુષ્કા એકલી શ્યામની દુકાને પહોંચી ત્યારે શ્યામે પોતાના બાકી રૂપિયા માંગ્યા હતા. આ દરમિયાન અનુષ્કાએ મજાકમાં એવું કહી દીધું કે, ‘જો તું વધારે રૂપિયા માંગીશ તો હું તારા પર છેડતીનો કેસ દાખલ કરાવી દઈશ’. આ સાંભળીને શ્યામ એકદમ ગુસ્સે ભરાયો હતો. તેણે અનુષ્કાનું અપહરણ કર્યું અને તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ તે તેને નિર્જન રોહતા રોડ પર લઈ ગયો અને માથાના ભાગે ઈંટોના ઉપરાઉપરી ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેણે મૃચદેહને રોડ કિનારે આવેલી મોટી ગટરમાં ધકેલી દીધી અને પોતે ચંદીગઢ ભાગી ગયો હતો.

ગટરના ગંદા પાણીમાંથી માત્ર હાડપિંજર મળ્યું

રવિવારે મોડી રાત્રે પોલીસ આરોપી શ્યામને સાથે રાખીને રોહતા રોડ પર ઘટનાસ્થળે પહોંચી હતી. દોઢ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી અને ગટરના પાણીના કારણે અનુષ્કાનું આખું શરીર કોહવાઈ ગયું હતું અને માત્ર હાડપિંજર જ બચ્યું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હાડપિંજરને ફોરેન્સિક લેબ (FSL) અને ડીએનએ (DNA) ટેસ્ટ માટે મોકલી આપ્યું છે. આ કરપીણ હત્યાકાંડને પગલે સમગ્ર મેરઠ પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે.

Next Post
સ્ક્રીનથી ઘેરાયેલા વિશ્વમાં neOwn બાળકોમાં વાંચનની આદતને શાંતિથી ફરી જીવંત બનાવી રહ્યું છે

સ્ક્રીનથી ઘેરાયેલા વિશ્વમાં neOwn બાળકોમાં વાંચનની આદતને શાંતિથી ફરી જીવંત બનાવી રહ્યું છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In