• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ 452 પોઈન્ટના આંચકા બાદ 382 પોઈન્ટ વધીને 74650 | Sensex rises 382 points to 74650 after 452…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ 452 પોઈન્ટના આંચકા બાદ 382 પોઈન્ટ વધીને 74650 | Sensex rises 382 points to 74650 after 452…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

Load More

મુંબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વ વિરામનું બન્ને પક્ષો તરફથી ઉલ્લંઘન અને એકબીજા પર હુમલા બાદ વિરામ છતાં ઈઝરાયેલે ફરી લેબનોન પર હુમલા કરી શાંતી વાટાઘાટને પટરી પરથી ઉતારી દેતાં ટેન્શન વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં ફરી અસમંજસની સ્થિતિએ બે-તરફી ચાલ જોવાઈ  હતી. અલબત અમેરિકા યુદ્વનો  અંત લાવવા ઈઝરાયેલને હુમલા રોકવા તાકીદ કરતાં વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવ્યા સાથે વૈશ્વિક શેર બજારોમાં રિકવરી જોવાઈ હતી. આ પરિબળો વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ આજે આરંભમાં પાવર-કેપિટલ ગુડઝ, હેલ્થકેર-ફાર્મા, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગે  આંચકા આવ્યા હતા. પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ જોખમને બદલે તક બની રહ્યું હોઈ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આક્રમક તેજી સાથે ઘટાડે ફંડોનું કેપિટલ ગુડઝ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થતાં બજારે યુ-ટર્ન લીધો હતો. સેન્સેક્સ આરંભિક ૪૫૨.૨૨ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૩૮૧૫.૧૨ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી રિકવર થઈ ઉપરમાં ૭૪૮૬૨.૧૯ સુધી જઈ અંતે ૩૮૨.૫૦ પોઈન્ટ વધીને ૭૪૬૪૯.૮૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૩૨૨૯.૧૫ સુધી આવી ઉપરમાં ૨૩૫૫૬.૯૫ સુધી જઈ અંતે ૧૦૦.૯૫ પોઈન્ટ વધીને ૨૩૪૮૩.૫૫ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સની ૧૨૬૮ પોઈન્ટની છલાંગ : ટીસીએસ રૂ.૧૫૦, ઈન્ફોસીસ રૂ.૬૮ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ધૂમ ખરીદી કરી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ ક્ષેત્રે ક્રાંતિને લઈ સોફ્ટવેર ઉદ્યોગ સંકટમાં મૂકાઈ જવાનો હાઉ ઓસરવા લાગતાં અને વાસ્તવમાં એઆઈ એ આઈટી ઉદ્યોગ માટે બિઝનેસ તક બની રહ્યો હોઈ આઈટી સર્વિસિઝની માંગ વિશ્વમાં જળવાઈ રહેવાના અંદાજો વચ્ચે સતત બીજા દિવસે આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. ન્યુજેન રૂ.૭૭.૫૦ ઉછળીને રૂ.૫૧૯.૮૦, ઈન્ફોબિન રૂ.૧૯.૧૫ વધીને રૂ.૧૭૮.૬૫, એનપીએસટી રૂ.૧૩૧.૪૦ વધીને રૂ.૧૩૩૫.૩૫, ક્વિક હિલ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૯૧.૮૦, હેક્ઝાવેર રૂ.૩૫.૯૫ વધીને રૂ.૫૪૯.૯૦, ટીસીએસ રૂ.૧૫૦.૧૫ ઉછળીને રૂ.૨૪૪૮.૧૦,  ઓરિઓનપ્રો રૂ.૫૦.૩૦ વધીને રૂ.૮૨૭.૮૦, ઈન્ફોસીસ રૂ.૬૮.૦૫ વધીને રૂ.૧૨૭૦.૭૫, ટાટા એલેક્સી રૂ.૨૨૮.૪૦ વધીને રૂ.૪૫૩૦.૪૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૫.૯૦ વધીને રૂ.૫૧૯.૯૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૩.૬૫ વધીને રૂ.૫૪૩.૬૦, માસ્ટેક રૂ.૭૫.૧૫ વધીને રૂ.૧૭૨૮.૫૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૧.૯૦ વધીને રૂ.૨૭૮.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૮.૭૫ વધીને રૂ.૧૨૪૩.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૬૯.૨૯ પોઈન્ટ ઉછળીને ૩૦૧૦૬.૯૩ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૩૯૦ પોઈન્ટ વધ્યો : એકસાઈડ રૂ.૧૪, બોશ રૂ.૫૭૪, ટીઆઈ રૂ.૫૬, મહિન્દ્રા રૂ.૨૭ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી રહી હતી. એક્સાઈડ રૂ.૧૪.૧૦  વધીને રૂ.૪૦૬.૧૦, મધરસન રૂ.૩.૦૫ વધીને રૂ.૧૪૪.૮૫, સોના કોમ રૂ.૧૨.૨૦ વધીને રૂ.૬૧૧, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૬.૧૫ વધીને રૂ.૩૧૧૧.૬૫, અપોલો ટાયર રૂ.૬.૮૦ વધીને રૂ.૩૯૨.૩૫, બોશ રૂ.૫૭૩.૯૫ વધીને રૂ.૩૭૨૩૦.૪૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૪૫ વધીને રૂ.૩૯૦.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૫૩.૫૦ વધીને રૂ.૪૮૭૪.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૭.૫૦ વધીને રૂ.૨૯૯૮.૭૦, ઉનો મિન્ડા રૂ.૯.૦૫ વધીને રૂ.૧૦૮૮.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૮૯.૯૯ પોઈન્ટ વધીને ૫૭૪૪૮.૬૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૫૨ પોઈન્ટ વધ્યો : પીટીસીઆઈએલ, ડાટા પેટર્નસ, અપાર, ઝેનટેક વધ્યા

પાવર શેરોમાં આજે ફંડોએ આરંભથી મોટી વેચવાલી કર્યા સામે ઘટાડે કેપિટલ ગુડઝ શેરોમાં લેવાલી કરી હતી. પીટીસીઆઈએલ રૂ.૮૮૬.૧૫ વધીને રૂ.૧૯,૩૭૪.૯૫, ડાટા પેટર્નસ રૂ.૧૭૮.૫૫ વધીને રૂ.૪૦૧૭.૧૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૭૪.૧૦ વધીને રૂ.૧૩,૨૫૬.૬૦, ઝેનટેક રૂ.૫૩.૧૫ વધીને રૂ.૧૬૭૨.૩૦, કોચીન શિપ રૂ.૩૬.૬૦ વધીને રૂ.૧૪૬૬.૩૦,  જયોતી સીએનસી રૂ.૧૪.૪૫ વધીને રૂ.૬૦૦, પ્રીમિયર એનજીૅ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૧૦૭૪.૨૫, કેઈઆઈ રૂ.૯૨.૨૦ વધીને રૂ.૫૨૬૨.૮૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦.૩૦ વધીને રૂ.૫૯૦.૦૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૧૭ વધીને રૂ.૭૧૪૭.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૫૨.૩૨ પોઈન્ટ વધીને ૭૯૩૦૧.૧૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું સેલિંગ પ્રેશર : સુપ્રિયા, વોક્હાર્ટ, ફિશર, નોવાર્ટિસ, લિન્કન ફાર્મા ઘટયા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડો વેચવાલ બન્યા હતા. સિલેક્ટિવ ખરીદી સામે ઘણા શેરોમાં ફંડોનું  સેલિંગ પ્રેશર જોવાયું હતું. સુપ્રિયા લાઈફ રૂ.૧૩૧.૪૫ તૂટીને રૂ.૯૧૬.૯૦,  વોક્હાર્ટ રૂ.૧૮૩.૨૦ ઘટીને રૂ.૧૯૬૮.૬૫, ફિશર રૂ.૧.૮૧ ઘટીને રૂ.૩૪.૪૦, નોવાર્ટિસ રૂ.૫૮.૭૫ ઘટીને રૂ.૧૪૬૪.૮૫, લિન્કન ફાર્મા રૂ.૨૧.૭૦ ઘટીને રૂ.૫૮૯.૭૦, વેનબરી રૂ.૭.૮૦ ઘટીને રૂ.૨૫૮.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૭૮.૪૨ પોઈન્ટ ઘટીને ૪૬૨૮૫.૦૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૦૦ ઉછળ્યો : હવેલ્સ, કલ્યાણ જવેલર્સ, ટાઈટન, ડિક્સન, બ્લુ સ્ટારમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ઘટાડે ફંડોની પસંદગીની ખરીદી થતાં રિકવરી જોવાઈ હતી. હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૧.૧૫ વધીને રૂ.૧૧૭૪.૮૦, કલ્યાણ જવેલર્સ રૂ.૮.૮૫ વધીને રૂ.૩૫૩.૧૦, બ્લુ સ્ટાર રૂ.૩૪.૬૦ વધીને રૂ.૧૫૭૮.૯૫, ટાઈટન કંપની રૂ.૫૩.૭૫ વધીને રૂ.૪૦૭૯.૦૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૩૦ વધીને રૂ.૧૧,૫૯૬.૭૫, એશીયન પેઈન્ટ રૂ.૨૮.૮૫ વધીને રૂ.૨૬૬૦.૨૦, વોલ્ટાસ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૧૨૪૦.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૦૦.૨૯ પોઈન્ટ વધીને ૫૭૫૮૫.૫૭ બંધ  રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૨૧૩ પોઈન્ટ વધ્યો : એનએમડીસી, અદાણી એન્ટરપ્રાઈસીઝ, જેએસડબલ્યુ સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની ઘટાડે શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. એનએમડીસી રૂ.૨.૭૪ વધીને રૂ.૯૫.૩૪, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૯.૦૫ વધીને રૂ.૨૯૬૭.૯૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૧૩૧૦.૪૦, સેઈલ રૂ.૧.૬૦ વધીને રૂ.૨૦૫.૭૫, હિન્દાલ્કો રૂ.૫.૦૫ વધીને રૂ.૧૧૪૬.૧૦, લોઈડ્સ મેટલ રૂ.૬.૫૫ વધીને રૂ.૧૮૨૨.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૧૩.૨૦ પોઈન્ટ વધીને ૪૪૩૬૦.૬૧ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ઘટાડા બાદ રિકવરી : ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કેનેરા બેંક, એચડીએફસી વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આરંભમાં મોટી વેચવાલી બાદ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે સિલેક્ટિવ રિકવરી જોવાઈ હતી. ફેડરલ બેંક રૂ.૫ વધીને રૂ.૨૯૨.૯૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧.૬૦ વધીને રૂ.૯૧૨.૨૫, કેનેરા બેંક રૂ.૧.૦૫ વધીને રૂ.૭૪૮.૭૦, એચડીએફસી બેંક રૂ.૬.૦૫ વધીને રૂ.૭૪૮.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૯.૨૩ પોઈન્ટ વધીને ૬૦૫૪૩.૪૮ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૨૪૪ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની આજે ઘટાડે પસંદગીના શેરોમાં ખરીદી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૦ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૨૪૪ અને ઘટનારની સંખ્યા ૧૯૭૦ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૮૩૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૫૮૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૩૬૨.૯૨ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૯૫૫.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૫,૩૧૮.૮૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૯૫૮૯.૩૨કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૯૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૬૭ લાખ કરોડ રહી

સેન્સેક્સ, નિફટીની રિકવરી સાથે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૭  લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૬૭  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ્ટ થતાં લોકો ત્રાહિમામ | People are sufferi…

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ્ટ થતાં લોકો ત્રાહિમામ | People are sufferi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…
GUJARAT

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…

Mahua Moitra Faces Defamation Threat : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા આગામી દિવસોમાં કાનૂની ગૂંચવણમાં ફસાઈ શકે છે. ડૉ....

Read more

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In