• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારના બચુભાઈ કૂવા પાસે રહેતા કોંગ્રસ કાર્યકર વિશાલ સરોજ અને તેમના પરિવાર પર આશરે 3 થી 4 અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.  પ્રાથમિક માહિતી મુજબ, શેરીમાં રિક્ષા ધીમી ચલાવવા તથા જાહેરમાં ડ્રગ્સ અને ગાંજાનું સેવન ન કરવા સમજાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ વધુ લોકો બોલાવી ધારિયા, ચપ્પા અને અન્ય ઘાતક હથિયારો વડે પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હુમલામાં ફરિયાદી વિશાલ સરોજના ભાઈ વિનય સરોજને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમના માથાના ભાગે કુલ 11 ટાંકા આવ્યા છે અને હાલ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

શું છે સમગ્ર બનાવ?

ફરિયાદ મુજબ ગઇકાલે 02 જૂનના રોજ સાંજના આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ ધનરાજ ઉર્ફે તખુ નામનો શખ્સ પોતાની ઓટો રિક્ષા લઈને સોસાયટીની ગલીમાંથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહ્યો હતો. ગલીમાં અકસ્માત ન સર્જાય તે હેતુથી ત્યાંના રહીશોએ તેને રિક્ષા શાંતિથી ચલાવવા માટે ટકોર કરી હતી. આ બાબતની અદાવત રાખી થોડી જ વારમાં તખુ નામનો આ શખ્સ પરત ફર્યો હતો અને ગલીમાં આવેલા હનુમાનજીના મંદિરે બેસીને, ‘મારી રિક્ષા કોણે રોકેલી?’ તેમ કહી જાહેરમાં ગાળો બોલવા લાગ્યો હતો. જ્યારે ફરિયાદી તેને શાંતિથી બેસવા સમજાવવા ગયા, ત્યારે તખુ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને અપમાનજનક શબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો.

ત્રણ ભાઈઓએ અજાણ્યા શખ્સ સાથે મળી કર્યો હુમલો

ઝઘડા દરમિયાન ફરિયાદીનો નાનો ભાઈ વિનય વચ્ચે બચાવ કરવા પડતાં, તખુએ ફોન કરીને તેના ભાઈઓ નરેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ અન્ય એક અજાણ્યા ઈસમને બાઈક પર બોલાવી લીધા હતા. આ ચારેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદી અને તેના ભાઈ પર હુમલો કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાની પાસે રહેલું ઘાતક ‘કુકરી ચાકુ’ કાઢીને ફરિયાદીના નાના ભાઈ વિનયના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. નરેન્દ્રસિંહ બીજો ઘા મારવા જતો હતો ત્યારે ફરિયાદી વચ્ચે પડતાં ચાકુ ઊંધું થઈ ગયું હતું, જેથી ફરિયાદીને પીઠના ભાગે ચાકુનો મુઢમાર વાગ્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી

ઘટનાને પગલે આસપાસના લોકો બૂમાબૂમ કરી એકઠા થઈ જતાં ચારેય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ભાગતી વખતે આરોપી નરેન્દ્રસિંહ ઝાલાએ ‘હવે પછી મારી રિક્ષા રોકશો તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી પણ આપી હતી. માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં વિનયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું અને તે વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો: સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડકાયો

આ બનાવમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આ ગુના ના કામેના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવે વટવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય અપાવવાની માંગણી કરી છે.

Next Post
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In