
Vadodara Crime : અગાઉના જુના ઝઘડાની અદાવતે નિઝામપુરાના પટેલ ફળિયાના નાકેથી પસાર થતા નાસ્તાની લારીવાળાની કાર રોકી તારી ગાડીમાં બ્રેક નથી તેમ કહીને ચાર જણાએ ભેગા મળીને કારચાલક લારીવાળા અને તેના પિતા સાથે તકરાર કરીને મારામારી સહિત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
નવા યાર્ડ વિસ્તારના જુના છાણી રોડ, લાલપુરા ખાતે બસંતી પાન હાઉસ અને નાસ્તાની લારી ચલાવતા પુત્ર કરણ અને પિતા મુકેશભાઈ ગોહિલ વેપાર ધંધો બંધ કરીને રાત્રે ઘરે પરત જતા હતા ત્યારે પટેલ ફળિયાના નાકે, નિઝામપુરા નારી સંરક્ષણ ગૃહ નજીક ધસી આવેલા પ્રતીક, જીગ્નેશ અને પુષ્પેન્દ્ર પિન્ટુ (તમામ રહે. પટેલ ફળિયુ નિઝામપુરા ગામ) સહિત ચાર જણાએ ભેગા મળીને કરણ અને તેના પિતા સાથે તારી ગાડીને બ્રેક નથી એવા બહાને જૂની અદાવતે તકરાર કરીને મારામારી કરીને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા પ્રતીકે પિતા મુકેશભાઈને માથામાં કડુ માર્યું હતું. આ વખતે કાકા મહેન્દ્ર ભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમની પણ ધોલાઈ કરતા કરણ, તેના પિતા મુકેશ અને કાકા મહેન્દ્રભાઈને ઈજા થઈ હોવા અંગેની ફરિયાદ ઇજાગ્રસ્ત કરણ ગોહિલે નોંધાવી હતી.
<a href=
<p>The post નિઝામપુરામાં પિતા-પુત્ર અને કાકા પર જૂની અદાવતે 4 ઈસમો દ્વારા હુમલો અને મારામારી first appeared on gandhinagarmetro.com.</p>















