• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

Load More

Ahmedabad News: ભારતીય બંધારણે દેશની ગ્રામીણ લોકશાહીના સશક્તિકરણ માટે પંચાયતોમાં મહિલાઓને 50 ટકા અનામત આપી. હેતુ એટલો જ પવિત્ર હતો કે, સ્ત્રી નેતૃત્વ આગળ આવે અને ગામડાઓનો વિકાસ એક નવી દ્રષ્ટિ સાથે થાય. પરંતુ વાસ્તવિકતાના ધરાતલ પર આ સશક્તિકરણ માત્ર સરકારી દફતરો અને સહીઓ પૂરતું સીમિત રહી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સિંગરવા ગામમાંથી સામે આવેલી હકીકત આપણી સમગ્ર વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે.

સીતાબેન માત્ર નામનાં સરપંચ, વહીવટમાં પુત્રોનું ‘રાજ’!

વર્ષ 2021થી સિંગરવા ગામમાં સરપંચ પદ પર મહિલા ઉમેદવાર સીતાબેન ભરતસિંહ ચૌહાણ સમરસ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કાનૂની રીતે ગામના વહીવટની કમાન સીતાબેનના હાથમાં હોવી જોઈએ. પરંતુ, ગામના ગ્રાઉન્ડ રિપોર્ટ અને સોશિયલ મીડિયાના પુરાવા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. ગામમાં શરૂઆતના સમયમાં સીતાબેનના નાના પુત્ર પૃથ્વીસિંહ ચૌહાણ અને ત્યારબાદ હાલમાં તેમના મોટા પુત્ર અંકિતસિંહ ચૌહાણ સત્તાવાર રીતે સરપંચ તરીકેનો વહીવટી ચાર્જ અને તમામ કામગીરી સંભાળી રહ્યા છે. કોઈપણ નાનો-મોટો કાર્યક્રમ હોય, પંચાયતની સરકારી ગ્રામસભા હોય કે અન્ય કોઈ જાહેર મંચ, આ બંને પુત્રો જ ‘સરપંચ’ તરીકે હાજરી આપે છે અને નિર્ણયો લે છે. નવાઈની વાત તો એ છે કે, ગામના લોકો પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ બંને પુત્રોને ‘સરપંચ’ તરીકે સંબોધીને જ તેમની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે, જાણે કાયદેસરના મહિલા સરપંચનું કોઈ અસ્તિત્વ જ ન હોય!

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે અંધારા 2 - image

DDO, TDO અને મામલતદારના આંખ આડા કાન, અધિકારીઓને મૌખિક જાણકારી બાદ સ્થળ તપાસ અને ગ્રામજનોની પ્રતિક્રિયા જાણી?

આ આખીય ગેરકાનૂની પ્રવૃત્તિ કોઈ બંધ બારણે નથી ચાલી રહી. સોશિયલ મીડિયા પર આના અસંખ્ય વીડિયો અને ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે મોજૂદ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી (DDO), તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદાર સુધી અગાઉ રજૂઆતો થઈ ચૂકી છે. તેમ છતાં આજ દિન સુધી સિંગરવા પંચાયતના આ ‘પ્રોક્સી વહીવટ’ સામે કોઈ જ કાયદેસરના પગલાં નથી લેવાયા. સરકારી બાબુઓની આ મૌન સંમતિ પાછળ કયા રાજકીય દબાણો કામ કરી રહ્યા છે, તે અત્યારે દસક્રોઇ તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

શું કહ્યું DDOએ?

આ સમગ્ર બાબતે ગઈકાલે 7 જૂને ગુજરાત સમાચાર ડિજીટલે DDO વિદેહ ખરેનો સંપર્ક કર્યો હતો અને આ બાબતે કેમ કોઈ કાર્યવાહી હજુ સુધી નથી થઈ?  શું કાર્યવાહી કરશો સહિતના સવાલો પુછવામાં આવ્યા હતા. જેમાં તેમણે તપાસ કરીને આવતીકાલે જણાવું તેવું કહ્યું હતું. જેથી આજે 8 જૂને ફરીથી DDOનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, કોલ પણ કર્યા અને મેસેજ પણ કર્યા  પરંતુ તેમણે કોઈ પ્રતિઉત્તર આપ્યો ન હતો.

‘સરપંચ પતિ-પુત્ર’ પ્રથા સામે NHRC એ સમન્સ પાઠવ્યા છે, જેલ પણ થઈ શકે છે!

સિંગરવા ગામની આ ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી. આ આખીય વ્યવસ્થા પર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (NHRC)એ ભૂતકાળમાં પણ ગંભીર નોંધ લીધી છે. પંચે સ્પષ્ટ શબ્દોમાં આ પ્રથાને બંધારણના અનુચ્છેદ 14, 15(3) અને 21 હેઠળ મળેલા સમાનતા અને ગૌરવપૂર્ણ જીવનના મૂળભૂત અધિકારો પર તરાપ ગણાવી છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC): ‘પ્રોક્સી પ્રતિનિધિત્વ એ માત્ર ગેરકાયદેસર નથી, પરંતુ લોકશાહી આદેશ અને બંધારણીય અખંડિતતા સાથેનું મોટું સમાધાન છે.’

34 રાજ્યોને સમન્સ: હરિયાણાના એક કેસ બાદ પંચે ગુજરાત સહિત દેશના 24 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પંચાયતી રાજ સચિવોને આ મામલે કડક શરતી સમન્સ પાઠવ્યા છે.

ગુજરાતની સ્થિતિ: ગુજરાતમાં અંદાજે 6,000 મહિલા સરપંચો છે. કલોલના TDO અને બનાસકાંઠા વહીવટી તંત્રે તો પરિપત્ર બહાર પાડી દીધેલ છે કે, જો મહિલા પ્રતિનિધિના બદલે તેમનો સગો વહીવટ કરતા પકડાશે, તો સીધી જવાબદારી તલાટીની રહેશે અને સંકલન બેઠકોમાં આવા લોકોને નો-એન્ટ્રી રહેશે.

ફોજદારી કાર્યવાહીની જોગવાઈ: ગુજરાત પંચાયત અધિનિયમ 1983ની કલમ 57(1) મુજબ, આવા કિસ્સાઓમાં જે-તે મહિલા સરપંચને હોદ્દા પરથી બરતરફ કરવા અને વહીવટ કરનાર સગા સામે પોલીસ ફરિયાદ (Criminal Case) દાખલ કરીને જેલભેગા કરવાની સ્પષ્ટ જોગવાઈ છે.

વિચારશીલ વાચકને ઢંઢોળતો સવાલ…

હવે પ્રશ્ન એ થાય છે કે, એક તરફ જ્યારે દિલ્હીમાં બેઠેલું માનવ અધિકાર પંચ આ કુપ્રથાને નાબૂદ કરવા આકાશ-પાતાળ એક કરી રહ્યું છે, ત્યારે અમદાવાદના ઉંબરે આવેલા સિંગરવા ગામમાં કાયદાના નિયમો કેમ હવામાં ઓગળી રહ્યા છે? જો કાયદો બધા માટે સમાન છે, તો પછી સીતાબેન ચૌહાણના નામે વહીવટ ચલાવતા તેમના પુત્રો સામે ક્યારે ફોજદારી પગલાં લેવાશે ખરા? તલાટી કમ મંત્રી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂક સાક્ષી કેમ બની રહ્યા છે? આ વહીવટ જનતાના હિતમાં છે કે પછી લોકશાહીની મજાક ઉડાવતી માત્ર એક પારિવારિક સત્તાની રમત? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વહીવટી તંત્ર (TDO/DDO) ને ઢંઢોળતા 10 સળગતા સવાલો

​1. મહિલા સશક્તિકરણના કાયદા છતાં સિંગરવા પંચાયતમાં પુત્રોનો ગેરકાયદેસર વહીવટ કેમ ચલાવી લેવાય છે?

​2. સરકારી ગ્રામસભાઓ અને જાહેર મંચ પર સરપંચના પુત્રો કયા કાનૂની અધિકારથી સરપંચ તરીકે સ્ટેજ ગજવે છે?

​3. સોશિયલ મીડિયા પર પ્રોક્સી રાજના અસંખ્ય વીડિયો પુરાવા હોવા છતાં TDOએ હજુ સુધી તપાસ કેમ ન કરી?

​4. NHRCની દેશવ્યાપી કડક ચેતવણી અને સમન્સ બાદ પણ અમદાવાદ જિલ્લા પંચાયત તંત્ર કેમ ઘોર નિદ્રામાં છે?

​5. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1)  હેઠળ સિંગરવાના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ક્યારે થશે?

​6. સરપંચના સ્થાને વહીવટ કરતા તેમના પુત્રો વિરુદ્ધ ફોજદારી ગુનો (Criminal Case) દાખલ થશે?

​7. પંચાયતમાં સીતાબેનની ગેરહાજરીમાં વહીવટ ચાલતો હોવા છતાં સ્થાનિક તલાટી-કમ-મંત્રી કેમ મૂકપ્રેક્ષક બની રહ્યા છે?

​8. રાજ્યના અન્ય તાલુકાઓએ ‘સરપંચ-પતિ/પુત્ર’ પ્રથા વિરુદ્ધ પરિપત્રો બહાર પાડ્યા, તો દસક્રોઈ તંત્ર કેમ મૌન છે?

​9. શું સિંગરવાના આ ગેરકાનૂની પારિવારિક શાસનને છાવરવા પાછળ કોઈ મોટા રાજકીય આકાઓનું દબાણ કામ કરી રહ્યું છે?

​10. લોકશાહીની મજાક ઉડાવતા આ કિસ્સામાં DDO ક્યારે સ્થળ તપાસ કરીને કાયદાનું શાસન સ્થાપિત કરશે?

Next Post
ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ…

ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ
GUJARAT

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

ગઢડા શહેરમાંથી જનહિતનો એક મોટો પ્રશ્ન આખરે ઉકેલાયો છે. શહેરના ભડલીના જાપા ના વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરિત...

Read more

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ | Finland Defend…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In