• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મણિપુર ફરી ભડકે બળ્યું, 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાપૂર્વક હત્યા, બંધનું એલાન | Manipur Tens…

satyasamachar by satyasamachar
June 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મણિપુર ફરી ભડકે બળ્યું, 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાપૂર્વક હત્યા, બંધનું એલાન | Manipur Tens…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Load More

Manipur violence: મણિપુરના કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામમાંથી છ લોકોના અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે રાજ્યમાં ફરીથી મોટો તણાવ ઊભો થયો છે. આ મૃતદેહ ગત 13 મેના રોજ કોન્શાખુલથી પાછા ફરતી વખતે અપહરણ કરાયેલા છ નાગા નાગરિકોના હોવાની આશંકા છે. 

મણિપુર પોલીસ, CRPF અને આસામ રાઇફલ્સના 450 જવાનોની 15 ટીમોએ સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક ટીમની મદદથી સતત 24 કલાક સુધી મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશન પછી બુધવારે બપોરે આ લાશ મળી આવી હતી. જોકે, મૃતદેહ એટલી હદે સડી ગયા છે કે તેને માત્ર જોઈને ઓળખવા મુશ્કેલ છે. મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર માહિતી આપીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. હવે આ લોકોની સાચી ઓળખ કરવા માટે મૃતદેહને ઇમ્ફાલની JNIMS અને RIMS હોસ્પિટલમાં DNA ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

After nearly 24 hours of sustained search operations involving around 450 personnel of the Manipur Police, CRPF, and Assam Rifles, assisted by sniffer dogs and forensic expert teams, the mortal remains of six persons were recovered this afternoon. The deceased are believed to be…

— Manipur Police (@manipur_police) June 10, 2026

શવ મળતા જ હોસ્પિટલ બહાર હોબાળો અને ટીયર ગેસના સેલ છોડાયા

લેઇલોન વૈફેઈ ગામમાંથી શવ મળવાની વાત વાયુવેગે ફેલાઈ જતાં જ નાગા સમુદાયના લોકો અને મૃતકોના સંબંધીઓ મોટી સંખ્યામાં  JNIMS અને RIMS હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. ધીમે-ધીમે આ ભીડ ઉગ્ર બનવા લાગી હતી અને હોસ્પિટલને ઘેરી લીધી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે તાત્કાલિક બેરિકેડ્સ લગાવી દીધા હતા અને ઉગ્ર બનેલી ભીડને વિખેરવા માટે  ટીયર ગેસ છોડવો પડ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે બુધવાર સાંજે સેનાપતિ જિલ્લામાં એક ઉગ્ર ટોળાએ બે ટ્રકોને આગ ચાંપી દીધી હતી, જોકે સદનસીબે આ આગજનીમાં કોઈ જાનહાનિ થઈ નથી.

13 મેની એ ઘટના: શું હતો સમગ્ર મામલો?

પરિવારજનો અને અલગ-અલગ સંગઠનોના જણાવ્યા મુજબ, લાપતા થયેલા આ છ નાગા પુરુષોના નામ મનુ થિયુમાઈ, કેનપીબૌ, ફેનરોન્ગવી થિયુમાઈ, દિલીપ થિયુમાઈ, કાલિવાન્ગબૌ અબોનમાઈ અને સીએચ ફેનરીલુંગ છે. આ તમામ લોકો ગત 13 મેના રોજ કોન્શાખુલથી પાછા આવી રહ્યા હતા, ત્યારે લેઇલોન વૈફેઈ ગામ પાસેથી અચાનક ગાયબ થઈ ગયા હતા.

આ પણ વાંચો: E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય

વાસ્તવમાં આ આખો મામલો 13 મેના રોજ નોની અને કાંગપોકપી જિલ્લામાં ફાટી નીકળેલી હિંસા સાથે જોડાયેલો છે. તે દિવસે ત્રણ પાદરીઓ સહિત ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી નાગા અને કુકી સમુદાય વચ્ચે તણાવ વધી ગયો અને બંને તરફથી કુલ 44થી 48 લોકોને બંધક બનાવી લેવાયા હતા. તેમાંથી મહિલાઓ અને બાળકો સહિત કેટલાક લોકોને શરૂઆતમાં જ છોડી દેવાયા હતા. ત્યારબાદ, સરકારે નાગા લોકોને સુરક્ષિત પાછા લાવવાનો ભરોસો આપ્યો એટલે નાગા સંગઠનોએ પણ દયા રાખીને પોતાના કબજામાં રહેલા કુકી સમુદાયના 14 લોકોને મંગળવારે મુક્ત કરી દીધા હતા. પરંતુ તેના બીજા જ દિવસે આ છ નાગા નાગરિકોના મૃતદેહ મળી આવ્યા. લિયાન્ગમાઈ નાગા કાઉન્સિલના પ્રમુખ ટિમોથીએ ભારે દુઃખ સાથે જણાવ્યું કે, આ ક્રૂર હત્યાથી અમારો આખો સમુદાય આઘાતમાં છે.

UNC દ્વારા 24 કલાકના બંધનું એલાન 

આ ભયાનક હત્યાકાંડ સામે નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા ‘યુનાઇટેડ નાગા કાઉન્સિલ’ (UNC)એ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને નાગા પ્રભુત્વવાળા વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ નાગા સંગઠને રાજ્યના ડેપ્યુટી સીએમ નેમચા કિપગેનને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની આકરી માગ કરી છે. સંગઠનનો આરોપ છે કે ડેપ્યુટી સીએમ નેમચા કિપગેન એ ‘કુકી નેશનલ ફ્રન્ટ-પી’ (KNF-P)ના પ્રમુખ સેમટિનથાંગ કિપગેનના પત્ની છે. 

આ સંગઠન સરકાર સાથે ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ’ (SoO) સમજૂતી હેઠળ સામેલ એક કુકી બળવાખોર જૂથ છે અને નાગા સંગઠનને શંકા છે કે આ હત્યાકાંડમાં આ જ જૂથની મિલીભગત છે. UNCએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ શવ સ્વીકારશે નહીં. આ ઉપરાંત તેમણે કુકી બળવાખોરો સાથેના સરકારના તમામ ‘SoO કરાર’ રદ કરવાની પણ માગ કરી છે.

#WATCH | Imphal, Manipur: The bodies of 6 Naga individuals from the Naga community, who were allegedly abducted by villagers on May 13, 2026, from Leilon Vaiphei village, have been recovered and brought to the Jawaharlal Nehru Institute of Medical Sciences morgue.

Liangmai Naga… pic.twitter.com/RiAEz05RYJ

— ANI (@ANI) June 10, 2026

કેસની તપાસ NIAને સોંપાઈ: મુખ્યમંત્રી 

મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે શસ્ત્રધારી ઉગ્રવાદીઓ દ્વારા નિર્દોષ નાગા ગ્રામીણોના અપહરણ અને હત્યાની આકરી નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર આવા ક્રૂર કૃત્યોને ક્યારેય સહન નહીં કરે અને મામલાની ગંભીરતાને જોતા આ સમગ્ર કેસની તપાસ NIAને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તામિંગલોન્ગ જિલ્લાના તમેઈ પોલીસ સ્ટેશન હેઠળના લાન્સન કુકી ગામના એક નિર્દોષ ખેડૂતની અજાણ્યા બદમાશો દ્વારા કરવામાં આવેલી હત્યાની પણ નિંદા કરી છે. 

આ પણ વાંચો: સમગ્ર દેશમાં કેન્સરની દવાઓની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને મંજૂરીથી લોકો ચિંતિત

મેઘાલયના સીએમની પ્રતિક્રિયા

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ આ ઘટનાને અત્યંત અસ્વીકાર્ય અને કમનસીબ ગણાવી છે. સંગમાએ એક દિવસ પહેલા જ નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયો અને ચર્ચ સંગઠનો સાથે મળીને 14 કુકી નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરાવી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે નાગા સંગઠને શાંતિ માટે સદ્ભાવના દાખવી ત્યારે તેની સામે આવી હિંસા થવી એ અત્યંત ચિંતાજનક છે. કાયમી શાંતિ માત્ર પરસ્પર સન્માન અને વાતચીતથી જ શક્ય બનશે. આ ઘટના બાદ શીર્ષ કુકી સંગઠન ‘કુકી ઇનપી મણિપુર’ (KIM)એ પણ ઊંડો શોક વ્યક્ત કરીને આ મામલે નિષ્પક્ષ કાયદાકીય તપાસની માગ કરી છે.

Next Post
સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

આરોગ્યમંત્રીએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઇ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા, ખાડી કે નદી કિનારે પાણી...

Read more

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In