• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા | west bengal k…

satyasamachar by satyasamachar
June 12, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા | west bengal k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

4000 EVMs Destroyed in Kolkata Government Building Fire: પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપુર વિસ્તારમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 હજાર EVM બળીને ખાક થઈ ગયા છે. આ અંગે વિપક્ષ દ્વારા આ ઘટનામાં ‘મોટા કાવતરા’ની આશંકાઓ વ્યક્ત કરાતા હોબાળો મચી ગયો છે.  

બીજા માળે લાગેલી આગ નવમા દસમા માળે કેવી રીતે પહોંચી ગઈ? 

આગ બુધવારે દક્ષિણ કોલકાતાના અલીપુર સરકારી ઇમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં અન્ય મહત્વના સરકારી વિભાગો ઉપરાંત દક્ષિણ 24 પરગના જિલ્લા પરિષદની ઓફિસ પણ આવેલી છે. બંગાળના મંત્રી કૌશિક ચૌધરીએ ગુરુવારે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, આગ સૌથી પહેલા ઇમારતના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ પ્રભાવિત થયા વિના જ આગ સીધી સાતમા, આઠમા, નવમા અને દસમા માળ સુધી પહોંચી ગઈ! 

કોંગ્રેસે પર પણ આગની ઘટના પર સવાલ ઉઠાવ્યા: 

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા 2 - image

સરકારના મંત્રીએ જ કર્યા ગંભીર સવાલ

મંત્રી કૌશિક ચૌધરીએ આ અંગે ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, આ આગ સામાન્ય લાગતી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં કોઈ કાવતરું સામેલ છે કે નહીં. આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને નુકસાન પહોંચાડ્યા વિના સીધી સાતમા અને આઠમા માળ સુધી કેવી રીતે પહોંચી? આ સમગ્ર બાબત અત્યારે તપાસ હેઠળ છે. 

આ વર્ષની ચૂંટણીમાં વપરાયેલા 4,000 EVM બળીને ખાક

આ આગમાં સૌથી મોટું નુકસાન લોકશાહીના કિંમતી દસ્તાવેજો સમાન મશીનોને થયું છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઇમારતમાં રાખવામાં આવેલા આશરે 4,000 EVM સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ એ જ વોટિંગ મશીનો હતા જેનો ઉપયોગ આ વર્ષે જ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 10 વિવિધ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.

ફોરેન્સિક લેબ રિપોર્ટની રાહ 

સમગ્ર મામલે પોલીસે FIR નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ પૂરતી આખી બિલ્ડિંગને સુરક્ષિત કરીને ત્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અધિકારીઓનું કહેવું છે કે ફોરેન્સિક લેબના રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.

ભાજપ નેતાઓને પણ કાવતરાની આશંકા

કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમાં કોઈ મોટા કાવતરાની શક્યતાને નકારી શકાય નહીં. બીજી તરફ, ભાજપના નેતા રાકેશ સિંહે પણ સીધો આરોપ લગાવ્યો છે કે આ આગ એક પૂર્વઆયોજિત કાવતરું હતું. જો કે, સત્તાવાર રીતે વહીવટી તંત્ર કે તપાસકર્તાઓ દ્વારા આવા કોઈ દાવાને સમર્થન આપતો પુરાવો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. અધિકારીઓ હાલમાં બિલ્ડિંગમાં રાખેલા અન્ય સરકારી રેકોર્ડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિક્યુરિટી સિસ્ટમને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવી રહ્યા છે.

આગ લાગવાનું અસલી કારણ ભલે ફોરેન્સિક રિપોર્ટ પછી બહાર આવે, પરંતુ એકસાથે 4,000 ઇલેક્શન મશીનોનું રાખ થઈ જવું અને આગની આ વિચિત્ર પેટર્ન વહીવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો જરૂર ઊભા કરે છે.

Next Post
Explainer: ‘ચાર્જ ફ્રેમ થયા વિના નોમિનેશન રદ ના કરી શકાય…’ સમજો મીનાક્ષી નટરાજનની રાજ્યસભામાં ઉમેદ…

Explainer: ‘ચાર્જ ફ્રેમ થયા વિના નોમિનેશન રદ ના કરી શકાય...’ સમજો મીનાક્ષી નટરાજનની રાજ્યસભામાં ઉમેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In