![]()
દારૃ મંગાવનાર અને લાવનાર બન્ને ફરાર
લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૃ, કાર મળી રૃ.૪.૫૧ લાખનો મુદ્દામાલ
કબજે લીધો
ભાવનગર – શહેરના રેલવે સ્ટેશન પાસે, એકતા એ
ટુ ઝેડ સતનામ ગોડાઉન પાસેથી લોકલ ક્રાઈમ બ્રાંચને વિદેશી દારૃ ભરેલી કાર મળી આવતા
કબજે લીધો હતી. જ્યારે દારૃ મંગાવનાર અને લાવનાર બન્ને ફરાર થઈ ગયા હતા.
લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી
મળી હતી કે,
હરપાલસિંહ ઉર્ફે હરૃ મહિપતસિંહ ગોહિલ (રહે.રામદેવપીરવાળા ખાંચામાં,
પેટ્રોલ પંપ પાછળ, શિવાજી સર્કલ)એ ભારતીય
બનાવટના વિદેશી દારૃનો જથ્થો નંબર પ્લેટ વગરની કારમાં બહારથી મંગાવેલ છે. જે કાર સાથે ભરત ઉર્ફે છોટીયો વિભાભાઈ સાટીયા (રહે.કુંભારવાડા) ભાવનગર,
રેલવે સ્ટેશન પાસે, એકતા એ ટુ ઝેડ સતનામ
ગોડાઉન પાસે હાજર છે. જે બાતમી આધારે દરોડો પાડી તલાશી લેતા કાર લોક કરેલી પડી
હતી. કારનો પાછળનો નાનો કાચ તોડી કારનો દરવાજો ખોલી તલાશી લેતા વિદેશી દારૃની ૧,૪૩૪ બોટલ રૃ.૨,૫૧,૦૧૬નો મળી
આવતા પોલીસે વિદેશી દારૃ અને કાર મળી રૃ.૪,૫૧,૦૧૬નો મુદામાલ કબ્જે લીધો હતો. જ્યારે બન્ને શખ્સ ફરાર થઈ ગયા હતા. લોકલ
ક્રાઈમ બ્રાંચે બન્ને શખ્સ વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ
હાથ ધરી છે.















