![]()
સોનગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
છોકરાઓને ઠપકો આપવા મુદ્દે સાત શખ્સે લોખંડના પાઈપ અને લાકડી વડે માર
માર્યો
સિહોર
– સિહોર તાલુકાના કરકોલિયા ગામે
છોકરાઓને ઠપકો આપવા મુદ્દે સાત શખ્સે લોખંડના પાઈપ અને લાકડી વડે ચાર યુવકોને માર મારી
ઈજા કરી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાઈ છે.
સિહોર તાલુકાના કરકોલિયા ગામે રહેતા રોહિતભાઈ બટુકભાઈ રાઠોડે સોનગઢ પોલીસ મથકમાં
યોગેશ બાબુભાઈ જમોડ, મુકેશ ભુપતભાઈ જમોડ, રમેશ ભાકાભાઈ જમોડ,
ગૌતમ ઉર્ફે ચિંકુ મુકેશભાઈ જમોડ, નીતીન રમેશભાઈ
જમોડ, જીજ્ઞોષ વલ્લભભાઈ જમોડ અને વિજય ઉર્ફે પિન્ટુ લાભુભાઈ જમોડ
સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત જમોડ પરિવારના છોકરાઓ દેકારો કરતા હોય તેમજ તેમની
વાડીની સામે દડે રમી અવાર-નવાર વાડીમાં દડો લેવા માટે આવતા હોય જે બાબતે ઠપકો આપતા
તેની દાઢે ઉક્ત લોકો લોકડી, લોખંડના પાઈપ અને ઢીકાપાટું વડે તેમને
તથા તેમના ભાઈઓ અને મોટાબાપુને માર મારી ઈજા કરી ધમકી આપી હતી. આ અંગે સિહોર પોલીસે
ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.















