• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

satyasamachar by satyasamachar
June 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

Load More

Surat : ખાનગી શાળાઓની ઊંચી ફી અને દર વર્ષે વધતા શૈક્ષણિક ખર્ચે વાલીઓના બજેટની કમર તોડી નાખી છે. તેના સીધા પ્રભાવ રૂપે સુરતમાં પાલિકાની શાળાઓ હવે માત્ર વિકલ્પ નહીં પરંતુ હજારો પરિવારોની પ્રથમ પસંદગી બની રહી છે. એક સમયે માત્ર આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે વિકલ્પ ગણાતી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હવે મધ્યમવર્ગીય પરિવારમાં પણ પસંદગી બની રહી છે. ગત વર્ષે શહેરના વિવિધ ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ સ્થળાંતર કરીને સમિતિની શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

નવા શૈક્ષણિક સત્રમાં પણ આ જ પ્રવાહ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત થવા સાથે સમિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખને પાર કરી જાય તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમિતિ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કરાયેલા પ્રયાસો હવે પરિણામ આપતા જોવા મળી રહ્યા છે. સ્માર્ટ ક્લાસ રૂમ, ડિજિટલ શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમ, રમતગમત અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓને મળેલા પ્રોત્સાહનના કારણે સમિતિની શાળા પ્રત્યે વાલીઓનો વિશ્વાસ વધ્યો હોવાનું શિક્ષણજગતમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ખાનગી શાળામાં દર વર્ષે વધતી ફી, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય આનુષંગિક ખર્ચના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવો વધુ પડકારજનક બન્યો છે. સમિતિના આંકડા મુજબ ગત વર્ષે ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવનારા 13 હજાર વિદ્યાર્થીઓમાંથી 10,305 વિદ્યાર્થીઓ માત્ર કતારગામ, વરાછા અને લિંબાયત ઝોનમાં શાળામાં દાખલ થયા હતા. શહેરના સૌથી વધુ વસ્તી ધરાવતા અને મધ્યમવર્ગીય પરિવારોના વિસ્તારોમાં આ સ્થળાંતરનો ટ્રેન્ડ વધુ સ્પષ્ટ જોવા મળ્યો છે.

બીજી તરફ અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી નોંધાઈ હતી. હાલ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થી ઓની કુલ સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. શિક્ષકોની ઘટ, માળખાકીય પડકારો અને વધતા વહીવટી બોજા વચ્ચે પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં આ આંકડો વધુ ઊંચો જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.વધતી જતી મોંઘવારી અને ખાનગી શાળાઓના સતત વધી રહેલા ખર્ચ વચ્ચે સમિતિની શાળાઓ તરફ વધી રહેલું સ્થળાંતર માત્ર વાલીઓની આર્થિક મજબૂરી નથી, પરંતુ જાહેર શિક્ષણ પ્રત્યે પુનઃસ્થાપિત થઈ રહેલા વિશ્વાસનું પ્રતિબિંબ પણ છે. દર વર્ષે વધતી ફી, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય ખર્ચના કારણે ખાનગી શિક્ષણ મધ્યમવર્ગીય પરિવાર ની પહોંચ બહાર જતું હોવાનું ચિત્ર ઉભું થઇ રહ્યું છે. બીજી તરફ સમિતિની શાળામાં શિક્ષણની ગુણવત્તામાં થયેલા સુધારાએ વાલીઓને નવો વિકલ્પ આપ્યો છે. પરિણામે એક સમયે માત્ર જરૂરીયાતમંદ પરિવારો સુધી મર્યાદિત ગણાતી સમિતિની શાળાઓ આજે મધ્યમવર્ગીય પરિવારોની પણ પસંદગી બની રહી છે. નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી ગત વર્ષના 13 હજાર વિદ્યાર્થીઓના આંકડાને પણ પાછળ છોડી દે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે તેની સાથે શિક્ષણ સમિતિની શાળામાં બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. 

સમિતિની સ્કૂલમાં ખાનગી સ્કૂલ જેવી સુવિધાના કારણે વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે : અધ્યક્ષ 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વધારો પાછળનું મુખ્ય કારણ સમિતિની શાળામાં ઉભી કરવામાં આવેલી આધુનિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તામાં થયેલો સુધારો હોવાનું શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે સમિતિની અનેક શાળામાં હવે ખાનગી શાળાઓ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ માધ્યમથી ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે વિજ્ઞાન વિષયને વધુ રસપ્રદ અને પ્રયોગાત્મક બનાવવા માટે વિજ્ઞાન લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષણ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાતા વાલીઓમાં સમિતિની શાળા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અધ્યક્ષના જણાવ્યા મુજબ  સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ, બુટ-મોજા સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવે છે. સાથે જ મધ્યાહન ભોજન યોજનાનો લાભ પણ મળે છે. એક તરફ ખાનગી શાળાઓમાં વધતા ખર્ચ અને બીજી તરફ સમિતિની શાળામાં મળતી સુવિધાઓના કારણે વાલીઓ માટે આ શાળા વધુ આકર્ષક વિકલ્પ બની રહી 

સમિતિ અને સુમન સ્કૂલમાં ઇન્ટરએક્ટિવ બોર્ડ દ્વારા આધુનિક શિક્ષણ 

ખાનગી શાળાઓની જેમ સરકારી શાળાઓમાં પણ શિક્ષણનું સ્તર સુધારવા અને વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાથે જોડવા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઇન્ટરએક્ટિવ બોર્ડ (સ્માર્ટ બોર્ડ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમિતિની શાળાઓ અને સુમન સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ મારફતે શિક્ષણ અપાતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.આ બોર્ડ દ્વારા વિવિધ વિષયોને ઓડિયો-વિડિયો, એનિમેશન, પ્રયોગો અને દૃશ્યાત્મક ઉદાહરણો સાથે સમજાવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો ઓછો આવે છે અને વિષયવસ્તુ વધુ સરળતાથી સમજાય છે. શિક્ષકોને પણ સ્માર્ટ બોર્ડના ઉપયોગ માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. ઇન્ટરનેટ સાથે જોડાયેલા આ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને નવીન અને આધુનિક માહિતી ઉપલબ્ધ થઈ રહી છે. શિક્ષણ સમિતિના અધિકારીઓના જણાવ્યા મુજબ ટેકનોલોજી આધારિત શિક્ષણ થી વિદ્યાર્થીઓની ગ્રહણ શક્તિમાં વધારો થયો છે અને શિક્ષણ વધુ રસપ્રદ તથા અસરકારક બન્યું છે.

Next Post

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે 'સુપરફૂડ' | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…
GUJARAT

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

ફોટો સોર્સ: ફાઈલ તસવીર The Pizza Hut Era Begins, Fresh Toppings, New Owners: વર્ષ 1990 અને 2000ના દાયકામાં લાખો ભારતીયો...

Read more

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In