• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

17 રાજ્યોમાં 12 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદનું ઍલર્ટ, કાલે 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન | Tomorrow W…

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
17 રાજ્યોમાં 12 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદનું ઍલર્ટ, કાલે 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન | Tomorrow W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

Load More

Heavy Rain Alert In 17 States : ચોમાસાએ ફરી એકવાર ગતિ પકડી લીધી છે, અને ઝારખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે 12 કલાકની અંદર દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 19 જૂને 17 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાનું ઍલર્ટ જાહેર કર્યું છે. IMD(હવામાન વિભાગ)ના પૂર્વાનુમાન મુજબ, આ અઠવાડિયે ઉત્તર-પૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમના લોકોની મુશ્કેલીઓ વધવાની છે, કારણ કે અહીં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ આશંકા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઉત્તરીય સરહદ હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, કોરાપુટ, ફૂલબની, રાંચી, જમુઈ અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે. આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ ભાગોમાં તેમજ છત્તીસગઢના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે.

17 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું ઍલર્ટ

બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ઉત્તર-પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 19થી 24 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં 19થી 22 જૂન દરમિયાન અત્યંત ભારે વરસાદનું અનુમાન છે.

દિલ્હી-NCRમાં આવતીકાલે કેવું રહેશે હવામાન?

દિલ્હીમાં વાવાઝોડા-વરસાદની સંભાવના (19-21 જૂન): હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આવતીકાલે એટલે કે 19 જૂને આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. સવારે અથવા બપોરે હળવા વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે શુક્રવારે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે 20 અને 21 જૂને પણ ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. 20 જૂનથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

UP(ઉત્તર પ્રદેશ)માં આવતીકાલે કેવું રહેશે હવામાન?

ઉત્તર પ્રદેશમાં હીટવેવ(લૂ)નું ઍલર્ટ (19-22 જૂન): મેરઠ, બિજનૌર, બરેલી, શાહજહાંપુર, બદાયું, પીલીભીત, હરદોઈ, સીતાપુર, બહરાઈચ, બારાબંકી, કાનપુર દેહાત, લખનઉ, બલરામપુર, ગોંડા, ઉન્નાવ, હમીરપુર, મહોબા, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, વારાણસી, ગાઝીપુર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે 19 જૂને હીટવેવનું ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પૂર્વીય યુપી અને પશ્ચિમી યુપીમાં 19થી 24 જૂન સુધી લૂની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે.

બિહારમાં આવતીકાલે કેવું રહેશે હવામાન?

બિહારમાં વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ (19-22 જૂન): પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સિવાન, સારણ, પૂર્વ ચંપારણ, બાંકા, કટિહાર, મુંગેર, જમુઈ, બેગુસરાય, નાલંદા, શેખપુરા, નવાદા, ગયા, પટણા સહિત ઘણાં જિલ્લાઓમાં હવામાન વિભાગે 19 જૂને ગાજવીજ સાથે વરસાદનું ઍલર્ટ આપ્યું છે. જ્યારે સમસ્તીપુરમાં ભારે વરસાદનું ઍલર્ટ છે. પૂર્વાનુમાન મુજબ, ગાજવીજ સાથે વાવાઝોડા અને વરસાદનો આ સિલસિલો રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 22 જૂન સુધી ચાલુ રહેશે. આ દરમિયાન 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં આવતીકાલે કેવું રહેશે હવામાન?

ગાજવીજ સાથે મુશળધાર વરસાદનું ઍલર્ટ (19-22 જૂન): IMD એ હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં 19 જૂને મુશળધાર વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિમલા, મંડી અને કુલ્લુમાં આવતીકાલે મુશળધાર વરસાદ પડી શકે છે. જ્યારે ચંબા અને કાંગડામાં પણ વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 19થી 22 જૂન દરમિયાન રાજ્યમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ થવાના સંકેત છે.

ઉત્તરાખંડમાં આવતીકાલે કેવું રહેશે હવામાન?

કરા પડવાનું ઍલર્ટ (19 થી 22 જૂન): રુદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ, અલ્મોડા, બાગેશ્વર, નૈનિતાલ, ચંપાવતમાં હવામાન વિભાગે વાવાઝોડા અને વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર, પહાડી વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે, અને 19થી 24 જૂન સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે.

પંજાબમાં આવતીકાલે કેવું રહેશે હવામાન?

વાવાઝોડા-વરસાદનું ઍલર્ટ (19-22 જૂન): પઠાણકોટ, હોશિયારપુર, મુક્તસર, ભટિંડા સહિત પંજાબના જિલ્લાઓમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. પૂર્વાનુમાન મુજબ, છૂટાછવાયા વરસાદનો આ રાઉન્ડ 22 જૂન સુધી ચાલુ રહેશે. આ દરમિયાન 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

ઓડિશામાં આવતીકાલે કેવું રહેશે હવામાન?

વાવાઝોડા-વરસાદનું ઍલર્ટ (19-22 જૂન): હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશામાં 19 અને 20 જૂને વરસાદ પડી શકે છે. 19 જૂને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. જ્યારે 20થી 22 જૂન દરમિયાન પણ હળવો વરસાદ ચાલુ રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલે કેવું રહેશે હવામાન?

તેજ પવન સાથે વરસાદનું ઍલર્ટ (19-22 જૂન): કુપવાડા, પૂંછ, પુલવામા, રાજૌરી સહિત જમ્મુ-કાશ્મીરના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 19 જૂને ગાજવીજ સાથે તેજ પવન અને વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાનનું આ યલો ઍલર્ટ તમામ જિલ્લાઓ માટે 22 જૂન સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે.

Next Post
અમદાવાદીઓ સાવધાન! AMCના દરોડામાં ખાદ્ય ચીજોના 27 નમૂના ફેલ, 3 એકમો સીલ | Ahmedabad Food Safety Drive…

અમદાવાદીઓ સાવધાન! AMCના દરોડામાં ખાદ્ય ચીજોના 27 નમૂના ફેલ, 3 એકમો સીલ | Ahmedabad Food Safety Drive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…
GUJARAT

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

Bagodara-Bavla Highway Accident: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પંચર પડવાના...

Read more

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In