• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

વડોદરાઃ અગાઉ તા.૩ મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષાના પેપર કરતા આજે ફરી લેવાયેલી નીટની પરીક્ષાનું પેપર અઘરુ હોવાનો મત શિક્ષકોએ વ્યક્ત કર્યો હતો.ખાસ કરીને આજના પેપરમાં ફિઝિક્સના કેટલાક પ્રશ્નો મધ્યમ કક્ષાના અને કેટલાક પ્રશ્નો અઘરા હતા.

શિક્ષક જગદીશ નિમાવતે કહ્યું હતું કે, અગાઉની નીટ પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એમ ત્રણેય સેક્શનના પ્રશ્નો સહેલા હતા.જ્યારે આજે લેવાયેલી નીટ પરીક્ષામાં માત્ર બાયોલોજી સેક્શનના ૯૦ પ્રશ્નો સરળ હતા.જ્યારે ફિઝિકસમાં મોટાભાગના પ્રશ્નો કાં તો મધ્યમ સ્તરના અથવા અઘરા હતા.ખાસ કરીને ગણતરી આધારિત પ્રશ્નો સમય માગી લે તેવા હતા.મુખ્યત્વે તેમાં કરન્ટ ઈલેક્ટ્રિસિટી, ઈલેક્ટ્રોસ્ટેટેસ્ટિકસ અને મિકેનિક્સને લગતા સવાલો પૂછાયા હતા.

જ્યારે કેમેસ્ટ્રીના સવાલો મધ્યમથી સરળ રહ્યા હતા.પ્રશ્નો  એનસીઆઈઆરટીના પાઠય પુસ્તક આધારિત હતા.ઓર્ગેનિક કેમેસ્ટ્રીના કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓની બુધ્ધિક્ષમતાની કસોટી કરે તેવા હતા.જ્યારે ફિઝિકલ કેમેસ્ટ્રીની ફોર્મ્યુલાઓ સીધે સીધી પૂછવામાં આવી હતી.

ત્રણે સેક્શનમાં બાયોલોજી  વિભાગ સૌથી સરળ હતો.પ્રશ્નો પણ એનસીઈઆરટી પાઠય પુસ્તકમાંથી ઝાઝા ફેરફાર વગર પૂછાયા હતા.હ્યુમન ફિઝિઓલોજી, જેનેટિક્સ અને બાયોટેકનોલોજી વિષયને મહત્વ અપાયું હતું.

દરેક કેન્દ્ર પર ૬૦૦ વિદ્યાર્થીઓ માટે ૧૫૦ થી ૨૦૦ કર્મચારીઓ

દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો, ડોકટરો અને નર્સોની ટીમ, બાયોમેટ્રિક માટેની ટીમ, મેટલ ડિટેકટર ચેકિંગ કરનારા કર્મચારીઓ, દરેક વર્ગમાં બે સુપરવાઈઝરો એમ સુપરવિઝન કરનારા કર્મચારીઓ એમ ગણતરી કરવામાં આવે તો સરેરાશ ૧૫૦ થી ૨૦૦ કર્મચારીઓએ ફરજ બજાવી હતી.તેની સામે દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ ૬૦૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

વિદ્યાર્થિનીને અધ્યાપકે કારમાં બેસાડી  પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી 

એક વિદ્યાર્થિની ભૂલથી નિઝામપુરા ખાતે આવેલા ડોનર્સ પ્લાઝાના એમકોમ બિલ્ડિંગની જગ્યાએ  કોમર્સ ફેકલ્ટીના મેઈન  બિલ્ડિંગ પર પહોંચી ગઈ હતી.તેની પાસે વાહન પણ નહોતું અને પ્રવેશ માટેની ડેડલાઈનમાં ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે ફેકલ્ટીના એક અધ્યાપકે પોતાની ગાડીમાં બેસાડીને વિદ્યાર્થિનીને એમકોમ બિલ્ડિંગ સુધી પહોંચાડી હતી.

માત્ર સાત મિનિટ મોડા પડેલા વિદ્યાર્થીને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ના અપાયો 

શહેરના હરણી ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં માત્ર સાત મિનિટ મોડા પડેલા હેત પરમાર નામના વિદ્યાર્થીને પ્રવેશ અપાયો નહોતો અને આ વિદ્યાર્થીના અરમાનો પર પાણી ફરી વળ્યા હતા.આ વિદ્યાર્થી ભૂલથી બીજી કેન્દ્રીય વિદ્યાલય પર પહોંચી ગયો હતો અને તેના કારણે તેને માત્ર સાત મિનિટ મોડુ થયું હતું.આમ છતા કેન્દ્ર સંચાલકો અને સુરક્ષા કર્મીઓ એકના બે થયા નહોતા. વિદ્યાર્થીએ કાકલૂદી કર્યા પછી પણ સંચાલકોનું જડ વલણ યથાવત રહ્યું હતું.વાલીએ ભારે ઉહાપોહ કર્યો હતો અને આ મુદ્દે પીએમ ઓફિસમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.

નિરુત્સાહ થઈ ગયો હતો પણ ભાઈએ સપોર્ટ આપ્યો 

માંજલપુર વિસ્તારમાં રહેતા વ્રજ પટેલે કહ્યું હતું કે, નીટ પરીક્ષાનું પેપર લીક થયા બાદ હું હતોત્સાહ થઈ ગયો હતો પણ મારા ભાઈ શિવમ પટેલે મને સપોર્ટ આપ્યો હતો.તે પોતે પણ નીટ પાસ કરીને એમબીબીએસ કર્યા બાદ હવે પીજી  માટે તૈયારી કરી રહ્યો છે.

તૈયારી તો છે પણ પહેલા જેવો આત્મવિશ્વાસ નથી 

નિકિતા નામની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, પહેલી વખત મેં પરીક્ષા આપી હતી ત્યારે પેપર સારુ ગયું હતું અને તૈયારી તો પહેલેથી જ કરી હતી.હવે ફરી વખત પરીક્ષા આપવા માટે પહેલો જેવો આત્મ વિશ્વાસ નથી.આશા રાખીએ છે કે, આવતા વર્ષે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમને ફરી પરીક્ષા આપવાનો વારો ના આવે.

એક મહિનો તૈયારી કરવા વધારે મળ્યો તેવું માની લીધું

ગોરવા વિસ્તારમાં રહેતા ધૈર્ય રાઠવા  નામના  વિદ્યાર્થીએ કહ્યું હતું કે, એવું વિચાર્યું છે કે, એક મહિનો તૈયારી કરવા માટે વધારો મળ્યો છે અને સારુ પરિણામ લાવવા માટે મેં વધારે મહેનત કરી છે.આશાવાદી બનીને હું પરીક્ષા આપી રહ્યો છું.

Next Post
1.38 લાખ સીસીટીવીની નજર હેઠળ 20 લાખથી વધુએ નીટ-યુજી આપી | Over 20 lakhs gave NEET UG under the watch…

1.38 લાખ સીસીટીવીની નજર હેઠળ 20 લાખથી વધુએ નીટ-યુજી આપી | Over 20 lakhs gave NEET UG under the watch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In