• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

Pune Lohagadh Fort Ketan Agarwal Murder Case: પૂણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. લોહગઢ કિલ્લા પરથી પોતાના મંગેતરને ખીણમાં ધક્કો મારતાં પહેલા સિયા ગોયલ તેના પ્રેમી ચેતન ચૌધરીને મળી હતી. સિયા અને ચેતને આ ઘટનાને અંજામ આપવાના થોડા કલાકો પહેલા જ એક કેફેમાં કેતનની હત્યાનો આખો પ્લાન બનાવ્યો હતો. બંનેએ ખૂબ જ ચાલાકીથી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો અને શરૂઆતમાં તેને એક દુર્ઘટના તરીકે રજૂ કર્યો.

પ્રી-બર્થડે સરપ્રાઇઝના બહાને હત્યાનું ષડયંત્ર

પૂણે પોલીસના જણાવ્યા મુજબ, 18 જૂને 26 વર્ષનો કેતન અગ્રવાલ તેની 20 વર્ષની મંગેતર સિયા ગોયલ સાથે લોહગઢ કિલ્લા પર ગયો હતો. સિયાએ કેતનને પ્રી-બર્થડે સરપ્રાઇઝના બહાને ત્યાં બોલાવ્યો હતો. બીજા દિવસે એટલે કે 19 જૂને સિયાનો જન્મદિવસ હતો. સિયા અને કેતનની ફેબ્રુઆરીમાં સગાઈ થઈ હતી અને નવેમ્બરમાં બંને લગ્ન કરવાના હતા. જ્યારે કેતન લોહગઢ કિલ્લા પર પહોંચ્યો ત્યારે ત્યાં પહેલેથી જ હાજર સિયાના પ્રેમી ચેતન અને સિયાએ તેને ખીણમાં ધક્કો મારી દીધો.

કિલ્લા પર અગાઉ પણ કરાયો હતો પ્રયાસ

તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીના કહ્યા મુજબ સિયાએ વારંવાર કેતનને 3300 ફૂટની ઊંચાઈ પર આવેલા લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવ્યો હતો. 31 મેના રોજ બંને લોહગઢ કિલ્લા પર ગયા હતા. બાદમાં ફરી ત્યાં જવાનો આગ્રહ કર્યો કે તેઓ ચાર દિવસ પછી તે કિલ્લા પર જાય. પરંતુ કેતનની માતાએ તેને બીજી વખત ત્યાં જવાની પરવાનગી ન આપી.

સાપનું બહાનું કાઢી બચવાનો ખોટો નાટક

સિયાએ ફરી એકવાર 14 જૂને જવાનો પ્લાન બનાવ્યો અને તે માની ગયો. તે દિવસે, તેણીએ કથિત રીતે તેને ખડક પરથી નીચે ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે એક ઝાડની ડાળખી પકડવામાં સફળ રહ્યો. જ્યારે કેતને પૂછ્યું કે તેને કેમ ધક્કો મારવામાં આવ્યો, ત્યારે સિયાએ સાપ હોવાનો ખોટો દેકારો મચાવ્યો અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે તેને જ કેતનને બચાવ્યો છે.

કેફેમાં પ્લાનિંગ અને સીસીટીવીમાં ટ્રેકિંગ

આ પછી 18 જૂનની સવારે, સિયા અને ચેતન પૂણેના એક કેફેમાં મળ્યા અને કેતનની હત્યાની યોજના બનાવી. તેમણે કિલ્લા પર એવી જગ્યાઓ ઓળખી કાઢી જ્યાંથી તેઓ કેતનને ધક્કો મારી શકે. બપોરે, સિયા કેતનને ફરીથી કિલ્લા પર લઈ ગઈ અને ચેતન પણ તેમની પાછળ-પાછળ ટ્રેક પર ગયો, જેમાં સામાન્ય રીતે લગભગ ત્રણથી ચાર કલાક લાગે છે. ટ્રેક દરમિયાન તેણે ઇશારાઓથી સિયા સાથે વાત કરી. સીસીટીવી ફૂટેજમાં ચેતનને હૂડી પહેરેલો પણ જોવામાં આવ્યો હતો, જેથી તેની ઓળખ છુપાયેલી રહે અને તે સિયા અને કેતનનો પીછો કરી શકે. આ પછી સિયા અને ચેતને મળીને નક્કી કરેલી જગ્યાએથી કેતનને પાછળથી એક ખીણમાં ધક્કો મારી દીધો.

ઉનાળામાં હૂડી પહેરવાથી પોલીસને થયો શક

સીસીટીવી ફૂટેજમાં કેતન તેની મંગેતર સિયા ગોયલ સાથે ચાલતો દેખાઈ રહ્યો હતો, જ્યારે શોર્ટ્સ અને હૂડી પહેરેલો એક વ્યક્તિ તેમનાથી લગભગ 20થી 30 ફીટના અંતરે તેમની પાછળ ચાલી રહ્યો હતો. તે વ્યક્તિએ હૂડીથી પોતાનો ચહેરો ઢાંકેલો હતો અને હેડસેટ પણ લગાવેલા હતા. અન્ય એક સીસીટીવી ફૂટેજે પોલીસની શંકા વધુ મજબૂત કરી દીધી. આ ફૂટેજમાં સિયા અચાનક પાછળ ફરીને હૂડી પહેરેલા વ્યક્તિ તરફ જોતી દેખાઈ. લગભગ તે જ ક્ષણે, તે વ્યક્તિ નીચે બેસી ગયો, જાણે તે પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યો હોય. ઉનાળાની ઋતુમાં હૂડી પહેરવી પોલીસને કેસની વધુ નજીક લઈ ગઈ. પોલીસે જોયું કે તે સમયે વિસ્તારમાં તાપમાન લગભગ 33 ડિગ્રી સેલ્સિયસ હતું. આવી કાળઝાળ ગરમીમાં ટ્રેક દરમિયાન હૂડી પહેરવાનો નિર્ણય ખૂબ જ વિચિત્ર લાગ્યો અને અધિકારીઓએ તે વ્યક્તિની ઓળખની બારીકાઈથી તપાસ કરવાનો નિર્ણય કર્યો.

સિયાના પ્રેમી ચેતનની ચાલકી કામ ન આવી!

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તકનીકી પુરાવા અને ડિજિટલ વિશ્લેષણથી ટૂંક સમયમાં જ સિયા અને હૂડી પહેરેલા વ્યક્તિ વચ્ચેના ઊંડા સંબંધોનો ખુલાસો થયો. તે વ્યક્તિની ઓળખ 22 વર્ષીય ચેતન બાબુલાલ ચૌધરી તરીકે થઈ હતી. તપાસ ટીમે ચેતનના સોશિયલ મીડિયા પ્રોફાઇલની તસવીરોની સરખામણી સીસીટીવી ફૂટેજની તસવીરો સાથે કરી અને તેમાં ઘણી સમાનતાઓ જોવા મળી.

સાત મહિનામાં 2004 ફોન કોલ્સનો ખુલાસો

કેતનના મોત બાદ સિયાના વર્તન પર પણ પોલીસને શંકા ગઈ હતી. રિપોર્ટ મુજબ, તપાસ ટીમે જોયું કે ઘટના પછી સિયાને કેતનના મોત પર બહુ દુઃખ ન હતું હાવભાવમાં ફક્ત દેખાવ હતો, જેનાથી દુર્ઘટનાવાળી થિયરી પર શંકા વધુ વધી ગઈ. જેમ જેમ તપાસ આગળ વધી તેમ કેતનના કાકાએ પોલીસને જણાવ્યું કે સિયાએ પહેલા લગ્નને લઈને ખચકાટ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે સિયાએ એકવાર પૂછ્યું હતું કે શું લગ્નને એક વર્ષ માટે ટાળી શકાય છે. આ પછી, પોલીસે કોલ રૅકોર્ડ્સની તપાસ કરી તો સિયા અને ચેતન વચ્ચે ઘણી વાતચીત થઈ હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંનેએ છેલ્લા સાત મહિનામાં 2004 ફોન કોલ્સ કર્યા હતા અને લગભગ 238 કલાક એકબીજા સાથે વાત કરી હતી. હાલમાં, સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર હત્યા અને ગુનાહિત કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને ટીમ કેસની તપાસ ચાલુ રાખી રહી છે.

Next Post
સોશિયલ મીડિયાની મિત્રતા બની આફત, 21 વર્ષની યુવતીને બ્લેકમેલ કરનાર શંકાશીલ પ્રેમી સામે બાપુનગરમાં પોલ…

સોશિયલ મીડિયાની મિત્રતા બની આફત, 21 વર્ષની યુવતીને બ્લેકમેલ કરનાર શંકાશીલ પ્રેમી સામે બાપુનગરમાં પોલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In