Gold Silver Price Crash Today: આજે શુક્રવારન (30 જાન્યુઆરી)ના રોજ સોના અને ચાંદીના બજારમાં જે રીતે કડાકો બોલાયો છે, તેણે દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીના વળતા પાણી થયા છે અને માત્ર 24 કલાકમાં ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ઈતિહાસના સૌથી મોટા ઘટાડામાંનો એક છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે શુક્રવારે રાત્રે 11:15 કલાકે ચાંદીના ભાવમાં ₹1,07,971 જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
MCX પર હાહાકાર: ચાંદી ₹3 લાખની સપાટીની નીચે
નવો નીચો ભાવ: ચાંદી (5 માર્ચ 2026 વાયદો) ઘટીને ₹2,91,922 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
એક દિવસમાં તોતિંગ ઘટાડો: માત્ર એક જ ટ્રેડિંગ સેશનમાં ચાંદીમાં ₹1,07,971 નો ધરખમ ઘટાડો નોંધાયો છે.
ટકાવારીમાં ઘટાડો: ચાંદીના ભાવમાં સીધો 27.00% નો મોટો કડાકો જોવા મળ્યો છે.
દિવસની રેન્જ: દિવસ દરમિયાન ચાંદી ₹3,89,986 ની ઊંચાઈ પર પહોંચ્યા બાદ સતત ગગડતી રહી અને ₹2,91,922 ના લો લેવલ પર આવી ગઈ.
લોંગ અનવાઈન્ડિંગ (ભારે વેચવાલી) ની અસર
બજારમાં જોવા મળી રહેલા આ ડાઉનવર્ડ ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ‘લોંગ અનવાઈન્ડિંગ’ માનવામાં આવે છે. એટલે કે, જે લોકોએ તેજીની આશાએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી, તેઓ હવે ગભરાઈને પોતાની પોઝિશન ખાલી કરી રહ્યા છે, જેને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
સોનામાં પણ મંદીનો માહોલ
ચાંદીમાં 27%ના ઘટાડાની અસર સોનાના ભાવ પર પણ પડી છે. ભારતમાં સોનાના ભાવમાં પણ રેકોર્ડ સ્તરેથી પીછેહઠ જોવા મળી છે અને તે હાલ ₹1.63 લાખ (પ્રતિ 10 ગ્રામ) ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનામાં 15 હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે.
રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી જે રીતે દરરોજ ₹30,000 થી વધુ વધી રહી હતી અને ₹4.20 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી, તે બધી જ તેજી આ એક જ દિવસના કડાકામાં સાફ થઈ ગઈ છે. શુક્રવારની આ મંદીએ બજારમાં ‘પેનિક સેલિંગ’ (ગભરાટમાં વેચાણ) ની સ્થિતિ ઊભી કરી છે.
MCX પર હાહાકાર, ચાંદીનું માર્કેટ ક્રેશ
હાલના ભાવ(11:15 PM): ₹2,91,922
આજ(30 જાન્યુઆરી)નો ઘટાડો: -1,07,971 (-27.00%)
આજનો હાઈ: 3,89,986
29 જાન્યુઆરીનું બંધ: 3,99,893
29 જાન્યુઆરી રેકોર્ડ હાઇ: 4,20,048
બજારનું સેન્ટિમેન્ટ: ભારે વેચવાલી

















