મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ગાંધી મહિલા કૉલેજ ભાવનગરને બી.એ. તથા બી.કોમ. (સેમ.7-8) U.G. Honours ની મંજુરી મળતાં, ભાવનગર યુનિવર્સિટીની વિવિધ કૉલેજમાં માર્ચ/એપ્રિલ 2026 માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થિનીઓ માટે, સંપૂર્ણ નિ:શૂલ્ક ઓરીએન્ટેશન પ્રોગ્રામનું
આજરોજ તા.25-7-2026 ને શનિવારે, બપોરે 12 થી 2 દરમિયાન, ગાંધી મહિલા કૉલેજના એસેમ્બલી હોલમાં અસરકારક સફળ આયોજન કરવામાં આવ્યું.
જેમાં વિવિધ કૉલેજની 85 વિદ્યાર્થિનીઓએ હાજર રહી, આધારભૂત માહિતી મેળવી કૉલેજમાં ઓનર્સ ડીગ્રી માટે પ્રવેશ મેળવવા ફોર્મ ભરેલ હતા. આ કાર્યક્રમમાં પ્રારંભે સંગીત વિભાગના અધ્યક્ષ પ્રા.ભોજક સરે શાસ્ત્રીય રાગમાં સુંદર અને ભાવપૂર્ણ પ્રાર્થના દ્વારા સરસ્વતી વંદના કરી હતી. વળિયા કોલેજમાંથી પ્રિ.ડૉ.ભાનુભાઇ પુરોહિત, પ્રા.ડૉ.રાજુભાઇ સોસા, પ્રા.સોનાણી સાહેબ તથા કાપડિયા કૉલેજમાંથી પ્રિ.ડૉ.ચન્દ્રિકાબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ.જાગૃતિબેન પંડ્યાએ સુંદર રીતે સંસ્થાનો ગરીમા પૂર્ણ પરીચય આપ્યો હતો. રાજ્યશાસ્ત્રના વિભાગાધ્યક્ષ પ્રા.રંજનબેન ગોહિલ દ્વારા તમામ પ્રાધ્યાપકશ્રીઓનો સંક્ષિપ્ત અસરકારક પરીચય આપવામાં આવ્યો હતો. કોમર્સ વિભાગના અધ્યક્ષ અને GCAS તથા IQAC કો-ઓર્ડીનેટર ડૉ.વીરમભાઇ વાળાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કૉલેજનું ગત વર્ષનું ગૌરવપૂર્ણ પરીણામ જણાવી ઓનર્સ ડીગ્રી અંગેની આધારભૂત વિગતો સમજાવી હતી.
પ્રિ.ડૉ.બલભદ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થિનીઓના વ્યાપક હિતમાં,ઓનર્સ ડીગ્રી શરું કરવાની મંજુરી આપવા બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો તથા ટ્રસ્ટીશ્રીઓની ઉમદા ભાવના અને અનન્ય સહકાર બદલ ધન્યવાદ સાથે આભાર માન્યો હતો.
સમગ્ર ભાવનગર યુનિવર્સિટીની તમામ ગ્રાન્ટેડ કૉલેજીસમાંથી યુજી ઓનર્સ શરું કરનાર એકમાત્ર ગાંધી મહિલા કૉલેજ છે તેનું ગૌરવ વ્યક્ત કરી તમામ સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થિનીઓને ધન્યવાદ પાઠવી, અસરકારક રીતે ઓનર્સ ડીગ્રીનો અભિગમ સમજાવ્યો હતો. કાર્યક્રમની આત્મિય આભાર વિધિ પ્રા.ડૉ.અશોકભાઇ પુરોહિતે અને સુંદર સંચાલન પ્રા.ડૉ.પારુલબેન પ્રબતાણીએ કરેલ હતું. કાર્યક્રમનાં અંતે વિષય મુજબના ગૃપમાં બેસીને ગૃપ ડીસ્કસન, પ્રશ્નોત્તરી કરતાં કરતાં સૌએ અલ્પાહાર લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.















