સુરતની હિરા ઉદ્યોગની અગ્રણી કંપની શિવમ જ્વેલ્સે ૮૫૦ જેટલા પોતાના કર્મચારીઓ કારીગરોને સહપરિવાર શિવમ ગંગે એક્સપ્રેસ સ્પેશ્યલ એ.સી ટ્રેન દ્વારા ૧૦- દિવસની ધર્મયાત્રાએ લઈ જઈને હિરા ઉદ્યોગમાં એક સુંદર દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે…!
તા: ૦૬-૧૧-૨૦૨૬ થી ૧૭-૧૧-૨૦૨૬ સુધી દિવાળી વેકેશનમાં એક સુંદર ધર્મયાત્રાનું આયોજન શિવમ જ્વેલ્સ દ્વારા કરવામાં આવ્યું છે મથુરા હરદ્વાર અને ઋષિકેશની પાવન ધરા પર દિવાળી નુત્તન વર્ષ ભાઈબીજ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી..
યાત્રાનું આયોજન શિવમ જ્વેલ્સના શ્રી અશ્વિનભાઈ નિકુંજભાઈ પ્રિયલભાઈ શંકર અને તેમની ટિમે કર્યું હતું અને શંકર પરિવારના વડિલો શ્રી દુલાભાઈ, શ્રી ઘનશ્યામભાઈ અને તુલસીભાઈ પણ જોડાયા હતા…
યાત્રાનું માઈક્રો મેનેજમેન્ટ અને વડિલોના માર્ગદર્શનને કારણે દેવભૂમિ ઉતરાખંડમાં સૌ યાત્રાળુઓને બહુ આનંદ અને આદ્યાત્મિક અનુભૂતિનો અનુભવ થયો હતો યાત્રામાં ૧ વરસના બાળકથી લઈને ૮૦ વરસના વડિલો પણ જોડાયા હતા, યાત્રામાં સ્પેશ્યલ રસોઈયા અને ચા પાણીથી લઈને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગંગા કિનારે ઋષિકેશના પરમાર્થ નિક્તનમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી..
યાત્રામાં શિવમ જ્વેલ્સના કર્મચારીઓ સપરિવાર એક પરિવારની ભાવના સાથે જોડાયા હતા.
આ યાત્રામાં એક બિલકુલ નવતર પ્રયોગ
જોવા મળ્યો હતો તમામ કર્મચારીઓ ફક્ત ટિમ મેમ્બર્સ તરીકે જ નહીં પણ શિવમ જ્વેલ્સ એક પરિવાર તરીકે કામ કરી રહ્યા છે એવું સુંદર દ્રષ્ટાંત જોવા મળ્યું હતું.
ભારતીય ઉદ્યોગ જગતમાં વર્ષોથી જૈન સમાજ “મહાજન” પરંપરાથી ઉદ્યોગ વ્યવસાય કરતા આવ્યા છે એની પ્રતીતિ શિવમ જ્વેલ્સની આ યાત્રામાં જોવા મળી હતી તમામ ધર્મના જ્ઞાતિના સૌ કર્મચારીઓ એક પરિવાર તરીકે કંપનીમાં કામ કરે છે
મેનેજમેન્ટ યોગ્યતા અનુસાર કામ અને જવાબદારી સોંપે છે અને એટલું જ સરસ વળતર આપીને કર્મચારીઓને પ્રોત્સાહિત કરે છે આગળ લાવવા કોશિશ કરે છે યાત્રાનો મુખ્ય હેતુ કર્મચારીઓના આદ્યાત્મિક સામાજિક માનસિક અને આર્થિક વિકાસને વેગ આપવાનો છે.
યાત્રામાં શંકર પરિવારના વરિષ્ઠ માતૃશ્રી પુરીબા શંકર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગંગા નદીમાં ડુબકી લગાવીને ગંગામૈયા અને દેવોના દેવ મહાદેવને શિવમ જ્વેલ્સ કંપનીના તમામ સભ્યોના ઉત્તમ સ્વાસ્થ્ય શારીરિક માનસિક અને આર્થિક ઉત્કર્ષ માટે પ્રાર્થના કરી હતી..
તમામ ઉમરના યાત્રિકો માટે ભક્તિ ભાવ અને આનંદ સાથે જીવનની નવી સમજણો પ્રાપ્ત થાય એવા આયોજનો કરવામાં આવ્યા હતા, બાળકો માટે નવી રમતો અને હાઉઝી ગેમ્સ થી લઈને એડવેન્ચર ૧૨ અને ૧૮ કિલોમીટર સુધીની ગંગા રિવર રાફટિંગ જેવા આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં ૬૦૦ જેટલા લોકોએ આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો હતો સાથે આદ્યાત્મિક ચેતનાના વિસ્તાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ માનસિક સ્વાસ્થ્ય વિશે આશિર્વચન આપ્યા હતા અને યોગગુરુ બાબા રામદેવજીએ શારીરિક તંદુરસ્તી માટે યોગ પ્રાણાયામ અને ધ્યાન વિશે માર્ગદર્શન આપ્યું હતું સમર્થ ભાગવતાચાર્ય શ્રી કુંડળ કૃષ્ણ પ્રભુજીએ હિમાલય અને ગંગા અવતરણ વિશે સુંદર માહિતીપ્રદ પ્રવચન આપ્યું હતું..
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સુપ્રસિદ્ધ ગાયક શ્રી ઋષભ અગ્રાવતે પોતાના ભજનો ગીતો અને રાસ રમાડીને સૌને આનંદિત કર્યા હતા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી માયાભાઈ આહીરે માનવ જીવનની વાસ્તવિકતા અને વિટંબણા વિશે માર્મિક વાતો એકદમ સરળ ભાષામાં સંભળાવીને સૌને આનંદ કરાવ્યો હતો જાણીતા મોટિવેશનલ સ્પીકર અને રિચ થિંકર શ્રી મનિષભાઈ વઘાસીયાએ ભુલાતા જતા લાગણીના સંબંધો અને ટેકનોલોજીના આ યુગમાં સમાજવાદને ફરીથી પ્રસ્થાપિત કરવાનું એક સેશન રાખ્યું હતું જેમાં તેમણે આનંદથી જીવન જીવવાની સહજ કળાને વિકસિત કરવાની સુંદર સમજણ આપી હતી અને ગુજરાતી જલસો કાર્યક્રમમાં શ્રી ઓસમાણ મીર અને તેમના સુપુત્ર શ્રી આમિર મીરે ગીત ગઝલ ભજન દૂહા છંદો ગાઈને સૌને ખરેખર જલસો કરાવી દીધો હતો સમગ્ર યાત્રા દરમ્યાન જાણીતા RJ મિત મિશ્રાએ પોતાના સુંદર શબ્દો દ્વારા સંચાલન અને પ્રસ્તુતિ કરી હતી..
શ્રી કૃષ્ણ પરમાત્માની જન્મભૂમિ મથુરાથી યાત્રાની શરુઆત થઇ હતી મથુરા કૃષ્ણ જન્મસ્થળ ચંદ્રોદય મંદિર પ્રેમમંદિર અને ઈસ્કોન મંદિરમાં સૌએ દર્શનનો લ્હાવો લીધો હતો
હરદ્વાર યોગગ્રામના પતંજલિ આશ્રમની મુલાકાત હરકી પૌડી ગંગા આરતી અને હિમાલયની ગોદમાં પૌરાણિક પવિત્ર સ્થળ એવા શ્રી નિલકંઠ મહાદેવના મંદિરે દર્શન અને ઋષિકેશના ઈસ્કોન મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિરના દર્શન વંદન સાથે ગંગા આરતીનો લ્હાવો લીધો હતો..
રાજા ભગીરથે પિતૃતર્પણ કરવા ગંગામૈયાને ધરતી ઉપર અવતરણ કરાવ્યું હતુ એવાજ સુંદર મનોભાવ સાથે સૌ યાત્રાળુઓએ ગંગામૈયાની ગોદમાં ડૂબકી લગાવીને પોતાના પિતૃઓના આત્મકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી, અમુક લોકોએ પરમાર્થ નિકેતન આશ્રમમાં ગૃહશાંતિ માટે હવન અને યોગનો અભ્યાસ કર્યો હતો..
સત્યનો સાથ લઈને શિવમ જ્વેલ્સ હમેંશા વ્યવસાય કરે છે એટલે હિરા ઉદ્યોગમાં સુંદર સ્થાન મેળવી શક્યું છે..
આવી સુંદર યાત્રામાં સહભાગી થવાનું જેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું એવા સૌ યાત્રાળુઓએ શિવમ જ્વેલ્સ અને શ્રી ઘનશ્યામભાઈ શંકરનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો અને ધન્યવાદ આપ્યા હતાં..















