

સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતા એવા મહુવાના મહાન સંત૨ત્ન અને ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો 129મો સ્મૃતિ મહોત્સવ નૂતન વર્ષના નવલા દિવસોમાં તા.૨૨/૧૧/૨૬, રવિવારના રોજ મહુવા ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.


આ દિવ્ય અવસરે અક્ષરબહ્મ યજ્ઞ તથા ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર દર્શનયાત્રા તથા દરજી જ્ઞાતિ સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ અને સાંજના સમયે રાજકોટના સંતો તથા ગાયક કલાવૃંદ દ્વારા ભવ્ય કીર્તન આરાધના સ્મૃતિમંદિરના પટાંગણમાં રાખવામાં આવી હતી,




જેમાં સંપ એ જ શકિતએ વિષય પર વિવિધ રજૂઆતો દ્વારા જીવનલક્ષી તથા સમાજલક્ષી માર્ગદર્શન મહુવા તથા સારંગપુરમાં સંતો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ અને જેમાં સમસ્ત દરજી સમાજ દ્વારા આમંત્રિત કરવામાં આવેલા બહારગામ થી આવેલા 100 કરતાં વધારે હરિભક્તો વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા, આ દરજી સમાજના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહુવાના યુવા કાર્યકરો તથા દરજી સમાજના આગેવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલી હતી. સાંજના કીર્તન આરાધના બાદ દરેક મહાનુભાવો તથા હરિભક્તો માટે



સ્વામિનારાયણ ખીચડી ના મહાપ્રસાદ નું આયોજન પણ રાખવામાં આવેલું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક નું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બાયપાસ રોડ, મહુવા દ્વારા કરવામાં આવ્યું હતું.















