![]()
Surat News : સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતાં ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે વિવાદ થયો હતો. કાર ચાલક અને પોલીસ વચ્ચે છૂટાહાથે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી
મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એક કાર પાર્ક કરેલી હોવાથી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીએ કારને ટોઈંગ કરવાની કામગીરી કરી હતી. જોકે, એટલામાં કારચાલક ત્યાં આવીને પોલીસકર્મી સાથે રકઝક કરી હતી.
તેવામાં વિવાદ વધ્યો અને કાર ચાલકે પોલીસકર્મી સાથે છૂટાહાથની મારામારી હતી. મારામારી ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
આ પણ વાંચો: સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો
બનાવને પગલે પોલીસકર્મીએ તાત્કાલિક ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર બનાવને લઈને પોલીસે ફરજ રૂકાવટ મામલે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

















