![]()
Vadodara Demolition : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે હંગામી દબાણ પર ઠેક ઠેકાણે તંત્ર ત્રાટકી રહ્યું છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નં. 10માં નીલાંબર સર્કલ અને ફાયર બ્રિગેડ કેન્દ્ર સુધીના હંગામી દબાણો જેવા કે, રોડ રસ્તા પર દબાણ કરતી ખાણીપીણીની લારીઓ, ચા પાણીના ગલ્લા સહિત ગેરકાયદે પથારાવાળાઓનો ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં ત્રાટકતી દબાણ શાખાએ આજે પશ્ચિમ વિસ્તારના વોર્ડ નં. 10માં નીલાંબર સર્કલથી ફાયર બ્રિગેડ સુધીમાં ઠેક ઠેકાણે ખડકાયેલી ખાણીપીણીની લારીઓ સહિત, ચા-પાણીના ગલ્લા તથા પથારાવાળાના ગેરકાયદે હંગામી દબાણો હટાવીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન દબાણ શાખાએ કબજે લીધો હતો. દબાણ શાખાની કાર્યવાહીથી સાંકડા થયેલા રોડ રસ્તા ખુલ્લા થતા ટ્રાફિક જામની અવારનવાર સર્જાતી સમસ્યા હલ થઈ હતી.
















