• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More

India-Russia S-400 Defense System Deal : અમેરિકા બાદ અને મિત્ર દેશ રશિયાએ ભારતને મોટી ભેટ આપી છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટૅરિફમાં મોટી રાહત આપી ટૅરિફ દર 25 ટકાથી ઘટાડી 18 ટકા કર્યો છે. ત્યારે હવે રશિયાએ વિશ્વની સૌથી ભયાનક એર ડિફેન્સ સિસ્ટમ S-400 ભારતને મોકલવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. રશિયાએ અત્યાર સુધી પાંચમાંથી ત્રણ સિસ્ટમ મોકલી છે, ત્યારે હવે તેણે બાકીની બે સિસ્ટમ પણ મોકલવાની જાહેરાત કરી છે.

ભારત-રશિયા વચ્ચે કુલ પાંચ S-400 સિસ્ટમ મોકલવાની ડીલ

ભારતે રશિયા પાસેથી કુલ પાંચ S-400 સિસ્ટમ ખરીદવા માટેની ડીલ કરેલી છે, જોકે રશિયા હજુ સુધી ભારતને માત્ર ત્રણ સિસ્ટમ મોકલી છે. ત્યારે હવે રશિયાએ બાકીના બે સ્ક્વોડ્રન મોકલવાની ફાઇનલ જાહેરાત કરી દીધી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ સિસ્ટમ વિશ્વની સૌથી ભયાનક એર ડિફેન્સ સિસ્ટમ છે. ભારતે આ સિસ્ટમનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂર(Operation Sindoor)માં પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી.

બાકીની બે સ્ક્વોડ્રન નવેમ્બર સુધીમાં આવી જશે

ડિફેન્ડ ડોન્ટ ઇનના રિપોર્ટ મુજબ, રશિયન અધિકારીઓએ કહ્યું છે કે, રશિયા દ્વારા મે અથવા જૂનમાં ભારતને S-400ની ચોથી સિસ્ટમ મોકલવામાં આવશે. ત્યારબાદ નવેમ્બર સુધીમાં પાંચમી અને છેલ્લી સિસ્ટમ ભારતીય વાયુસેનાને સોંપી દેવામાં આવશે. ગત વર્ષે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા હતા અને અહીં તેમણે દિલ્હીમાં ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે S-400 એર ડિફેન્સ સિસ્ટમ ભારતને આપવાનું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બાકીની બે સિસ્ટમ મોકલવામાં વિલંબ

રશિયાએ અત્યાર સુધીમાં પાંચમાંથી ત્રણ સિસ્ટમ મોકલાવી દીધી છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બાકીની બંને ડિફેન્સ સિસ્ટમ મોકલવામાં વિલંબ થયો છે, તેમ છતાં રશિયાએ પહેલેથી જ ત્રણ સિસ્ટમો મોકલી દીધી છે. આ ત્રણેય સિસ્ટમોને ભારતીય વાયુ સેના પાસે છે અને તેને પાકિસ્તાન અને ચીનની સરહદ પાસે તહેનાત કરવામાં આવ્યા છે.

ઓપરેશન સિંદૂરમાં S-400ની મોટી ભૂમિકા

ઉલ્લેખનીય છે કે, ભારતે રશિયા પાસેથી પાંચ S-400 એર ડિફેન્સ ખરીદવા માટે ઑક્ટોબર-2018માં 40,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. આ એર ડિફેન્સ સિસ્ટમની ખાસિયતની વાત કરીએ તો, પાકિસ્તાન વિરુદ્ધના ભારતના ઓપરેશન સિંદૂરમાં તેની ભયાનક તાકાત જોવા મળી હતી. 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું, જેમાં S-400નો ઉપયોગ કરાયો હતો અને આ જ સિસ્ટમે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી, જેમાં વિશ્વભરને S-400 એર ડિફેન્સ સિસ્ટમની ભયાનક શક્તિ જોઈ લીધી હતી.

S-400થી પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટનો ખાતમો

એરફોર્સ ચીફ માર્શલ એ.પી. સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 મિસાઇલની કામગીરી અને સફળતાને પુરાવા સાથે દર્શાવી હતી. તેમણે મિસાઇલની સફળતાને બિરદાવતાં તેને અત્યારસુધીની સૌથી લાંબા અંતરની જમીનથી હવામાં હુમલો કરતી મિસાઇલ ગણાવી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારે S-400 એર ડિફેન્સ સિસ્ટમની મદદથી 300 કિમી દૂર પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ અને એક અવાક્સ વિમાન (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ)ને તબાહ કરી વિશ્વભરમાં રૅકોર્ડ સર્જ્યો હતો. ભારત દ્વારા S-400ની મદદથી 50થી વધુ American drones અને પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઇટર જેટ તોડી પાડવામાં મદદ મળી છે. ભારત S-400 અને આકાશ મિસાઇલની મદદથી પાકિસ્તાનના દરેક હવાઈ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો : તાનાશાહની ‘લાડલી’ હવે બનશે બોસ! કિમ જોંગ ઉને 13 વર્ષની પુત્રીને બનાવી ઉત્તરાધિકારી

રશિયાને પણ પાછળ પાડ્યું

S-400 સિસ્ટમ રશિયાએ બનાવી છે. પરંતુ ભારતે કૌશલ્યપૂર્વક પાકિસ્તાન વિરુદ્ધ તેનો ઉપયોગ કરતાં રશિયા પણ દંગ બન્યું હતું. હાલના સંઘર્ષોમાં લાંબા અંતરના હવાઈ હુમલાનો ઉલ્લેખ ઘણો ઓછો છે. ફેબ્રુઆરી, 2024માં યુક્રેને રશિયાનું A-50 જાસૂસી વિમાન 200 કિમીના અંતરેથી તોડી પાડવાનો દાવો કર્યો હતો. 2022માં રશિયાએ યુક્રેનનું SU-27 150 કિમીના અંતરે ટાર્ગેટ બનાવ્યું હતું. પરંતુ ભારતનો 300 કિમીનો આ હુમલો અભૂતપૂર્વ રહ્યો હતો.

S-400 કેમ ઍડ્વાન્સ ટૅક્નોલૉજીથી ભરપૂર

રશિયાની અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા આ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. દુનિયાભરમાં S-400ને સૌથી ઍડ્વાન્સ સરફેસ-ટુ-એર મિસાઇલ તરીકે ગણવામાં આવે છે. આ સિસ્ટમ મેળવવા માટે ભારતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારત આ ડિફેન્સ સિસ્ટમને ખરીદી રહ્યું હોવાથી દુનિયાના ઘણાં દેશોએ એનો વિરોધ કર્યો હતો. S-400 ડિફેન્સ સિસ્ટમમાં મલ્ટી-લેયર એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમની મદદથી હવામાંના કોઈ પણ ખતરાને દૂર કરી શકાય છે. એમાં ફાઇટર જેટ, મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ કે પછી ડ્રોન કેમ ન હોય. આ ડિફેન્સ સિસ્ટમ દરેકને પહોંચી વળે છે.

S-400ની અન્ય ખાસિયત

  • આ સિસ્ટમમાં ચાર જાતની મિસાઇલનો સમાવેશ કરવામાં આવે છે.
  • આ સિસ્ટમ દ્વારા લોન્ગ રેન્જની મિસાઇલ 400 કિમીની રેન્જ ધરાવે છે.
  • મિડિયમ રેન્જની મિસાઇલ હોય તો 250 કિલોમીટરની રેન્જ અને શોર્ટ રેન્જ હોય તો 120 કિલોમીટરની રેન્જ ધરાવે છે.
  • ત્રણેય મિસાઇલ સાથે ક્લોઝ રેન્જની મિસાઇલ પણ આવે છે.
  • આ મિસાઇલ 40 કિલોમીટરની અંદરના ટાર્ગેટને દૂર કરવા માટે સક્ષમ છે.
  • આ સિસ્ટમમાં ઍડ્વાન્સ રડાર સિસ્ટમ છે. 92N6E ગ્રેવસ્ટોન ટ્રેકિંગ રડાર અને 96L6 ચીઝબોર્ડ એક્વિઝિશન રડારની મદદથી 360 ડિગ્રીનું પ્રોટેક્શન મળે છે.
  • આ સિસ્ટમ 600 કિલોમીટર દૂરથી ટાર્ગેટને શોધી કાઢે છે.
  • આ સિસ્ટમ એક સમયે 300 ટાર્ગેટને શોધી કાઢે છે અને 36 ટાર્ગેટનો એક સાથે ખાતમો કરી શકે છે.
  • આ સિસ્ટમને દરેક સંજોગોમાં કામ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે.
  • ઈલેક્ટ્રોનિક સિગ્નલ માટે જેમર લગાવવામાં આવ્યા હોય તો પણ આ સિસ્ટમ એ તોડીને કામ કરી શકે છે.
  • આ સિસ્ટમને ટ્રક પર લગાવવામાં આવી છે અને એ રોડ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓફ-રોડ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
  • આ સિસ્ટમ જ્યારે ચાલી રહી હોય ત્યારે એને અટેક માટે તૈયાર કરવા માટે ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે.
  • સ્ટેન્ડબાય મોડ પર હોય ત્યારે એ ફક્ત 35 સેકન્ડ્સમાં અટેક કરી શકે છે.

આ પણ વાંચો : વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે

S-400નો પ્રથમવાર 2001માં ઉપયોગ કરાયો

રશિયા દ્વારા S-400ને 1980ના દાયકામાં બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો પહેલી વાર ટેસ્ટ 1999માં કરવામાં આવ્યો હતો. રશિયા દ્વારા પહેલી વાર એને 2001માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ એમાં જે સુધારા જરૂરી લાગે એ કરવામાં આવ્યાં અને 2007માં એનું પ્રોડક્શન શરુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી રશિયા આર્મ ફોર્સ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયાની સાથે અન્ય દેશો પાસે પણ આ સિસ્ટમ છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 

ભારત પાસે કેટલા S-400 છે?

ભારતે 2018ની ઑક્ટોબરમાં રશિયા સાથે S-400ની ડીલ 5.4 બિલિયન અમેરિકન ડૉલરમાં કરી હતી. આ કિંમતમાં રશિયા દ્વારા પાંચ S-400 આપવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને ચીન તરફથી સતત ખતરો રહેતા, ભારતે તેની એર ડિફેન્સ વધુ મજબૂત કરવા માટે આ ડીલ કરી હતી. ભારતને ઘણી મુશ્કેલીઓ પડી હતી, છતાં ભારત આ સિસ્ટમ ખરીદવા માટે ટસનું મસ નહોતું થયું. આ સિસ્ટમની પહેલી ડિલિવરી 2021ના મધ્ય બાદ કરવામાં આવી હતી. ભારત પાસે હાલમાં ત્રણ S-400 છે અને બાકીના બે નવેમ્બર-2026 સુધીમાં આપવામાં આવશે.

Next Post
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In