• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

Load More

World Radio Day: આજે 13મી ફેબ્રુઆરી એટલે ‘વિશ્વ રેડિયો દિવસ’. સ્માર્ટફોન અને ઈન્ટરનેટના યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ અમરેલી જિલ્લાના ચલાળા ગામના 80 વર્ષીય નિવૃત્ત શિક્ષકે રેડિયો પ્રત્યેનો પોતાનો પ્રેમ જીવંત રાખ્યો છે. સુલેમાન દલ નામના આ ‘રેડિયો મેન’ પાસે વાલ્વ વાળા પૌરાણિક રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધીના 400 જેટલા રેડિયોનો અદ્ભુત સંગ્રહ છે.

ઘર નહીં પણ ‘રેડિયો મ્યુઝિયમ’

સુલેમાનભાઈના ઘરમાં પ્રવેશતા જ જાણે સમય પાછળ ચાલ્યો ગયો હોય તેવો અહેસાસ થાય છે. ઘરના દરેક ખૂણે માત્ર રેડિયો જ નજરે પડે છે. તેમના સંગ્રહમાં 172 વાલ્વ વાળા રેડિયો અને 222 ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળી કુલ 400 રેડિયોનો સંગ્રહ છે. આ મ્યુઝિયમની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તમામ 400 રેડિયો આજે પણ ચાલુ હાલતમાં છે. તે માત્ર સંગ્રહ નથી કરતા, પરંતુ મુંબઈની ચોર બજાર કે અલંગમાંથી મળેલા ભંગાર હાલતના રેડિયોને જાતે રિપેર કરી તેને ફરી ધબકતા કરે છે.

શોખથી સાધના સુધીની સફર

વર્ષ 1964માં અમરેલી ખાતે સુલેમાન દલ ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરુઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ 2000થી કરી હતી. આજે તેમની પાસે દેશ-વિદેશની વિવિધ કંપનીઓના અને વિવિધ આકારના દુર્લભ રેડિયો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ભવનાથના પવિત્ર મૃગીકુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન

રેડિયો દિવસનો ઈતિહાસ અને ભારતનો પ્રવાસ

13મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે ‘વિશ્વ રેડિયો દિવસ’ની તારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા 13મી ફેબ્રુઆરી 2012ના રોજ પહેલી વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો.

રેડિયોનો ઈતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરૂ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર 1935 માં એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી આઠમી જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. 

1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ ‘આકાશવાણી’ રાખવામાં આવ્યું

દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ ‘આકાશવાણી’ રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. વર્ષ 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સુલેમાન દલનો રેડિયો પ્રેમ થકી આજે તે રેડિયો મેનનું બિરૂદ મળ્યું છે.

Next Post
ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…
GUJARAT

વર્ષમાંમાત્ર એકવાર સર્જાતી ખગોળીય ઘટના સવારેઆરતી સમયે ભક્તોએ ‘સૂર્યતિલક‘ના દર્શનનો લ્હાવો લીધો ઃ ગર્ભગૃહ પ્રકાશથીઝળહળી ઉઠયું માંડલ – માંડલના ઐતિહાસિક શ્રી...

Read more

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In