• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More

Ahmedabad News: અમદાવાદના સિંધુભવન રોડ પર હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં કાર રેન્ટલનો વ્યવસાય કરતા કિરપાલસિંહ ગોળ પર ઘુવડ ગેંગના 15થી 20 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ભોગ બનનારનો આક્ષેપ છે કે અગાઉની માથાકૂટમાં સરખેજ પોલીસે કડક પગલાં લેવાને બદલે સમાધાન કરાવ્યું હતું, જેના કારણે બીજા દિવસે ફરીથી હુમલો થયો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ ભોગ બનનાર દ્વારા પોલીસની કામગીરી અને કલમો ઉમેરવા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે અંગે પોલીસે જણાવ્યું છે કે, ડોક્ટરના રિપોર્ટને આધારે વધુ કલમ ઉમેરીશું. 

બે હોર્ન માર્યા તેમાં ઝઘડો કર્યો

ભોગ બનનાર કિરપાલસિંહ ગોળે કહ્યું કે, હું વીર કાર રેન્ટલ નામે ગાડીઓ ભાડે આપવાનો વ્યવસાય કરીને મારું ગુજરાન ચલાવું છું. ગત 13 તારીખે બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં હું અને મારા માસીનો દીકરો મહાવીરસિંહ સિંધુભવન રોડ પર આવેલા દ્વારકાધીશ ટી સ્ટોલ પર ચા પીવા ગયા હતા. ત્યાં અમારી આગળ એક ક્રેટા ગાડી પડેલી હતી. મારી પાસે થાર ગાડી હતી તેથી મેં મારા મિત્ર ધવલભાઈ રાદડિયાને હોર્ન મારવા કહ્યું જેથી પેલી ગાડી થોડી આગળ લે અને અમારી ગાડી પણ ત્યાં સમાઈ શકે. અમે ફક્ત બે હોર્ન માર્યા, ત્યાં તો એ ગાડીમાંથી 4થી 5 લોકો ધોકા લઈને નીચે ઉતર્યા. અમે ડરના માર્યા ત્યાંથી ભાગ્યા. જ્યારે અમે અમારી ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે તે લોકોએ ગુરુદ્વારા પાસે બે ગાડીઓ આડી કરી અમને રોક્યા અને ધોકા વડે હુમલો કર્યા, જેમાં મારી થાર ગાડીનો કાચ ફૂટી ગયો. અમે ત્યાંથી બચીને સીધા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પોલીસકર્મીએ અમને એવું કહીને રવાના કર્યા કે આ ઘટના તેમના વિસ્તારમાં નથી આવતી, એટલે અમારે સરખેજ પોલીસ સ્ટેશન જવું પડશે.

સરખેજ પોલીસે સમાધાન કરાવ્યું

તેમણે વધુમાં કહ્યું કે, સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસે પહેલા બંને પક્ષોની કાચી અરજી લીધી. જ્યારે મેં ગુનો દાખલ કરવાનું કહ્યું, ત્યારે પોલીસે અમને બેસાડી રાખ્યા અને પછી એવું કીધું કે તમારે સમાધાન કરી લેવું જોઈએ. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કોઈ અટકાયતી પગલાં ન લીધા અને અમારી પાસે સમાધાન કરાવ્યું ત્યારબાદ, 14 તારીખે વહેલી સવારે બેથી અઢી વાગ્યાની આસપાસ, હું અને મહાવીરસિંહ મારી ઓફિસ નીચે બાકડા પર બેઠા હતા, ત્યારે અચાનક ઘુવડ ગેંગના 15થી 20 લોકોએ તલવાર, ધોકા, પાઈપો અને છરા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે અમારા પર હુમલો કર્યો. આ હુમલામાં મને માથાના પાછળના ભાગે 7 ટાંકા, આગળ 4 ટાંકા અને પીઠના ભાગે 27થી 28 ટાંકા આવ્યા છે. મારે પગમાં ઓપરેશન કરીને પ્લેટ નાખવી પડી છે અને આંખ પર પણ ઈજા થઈ છે.

PIએ કહ્યું અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ન લાગે

તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે અમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે PI એલ. એલ. ચાવડા મારું નિવેદન લેવા આવ્યા હતા. તેમણે એવું કહ્યું કે, આમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ન વાગે. હુમલાખોરો પણ મને મારતી વખતે કહેતા હતા કે, તારાથી થાય તે કરી લેજે, અમારે તને મારી નાખવો છે. PI પણ અમારો જ છે. મને લાગે છે કે PI સાહેબ પણ હુમલાખોરોને છાવરવાનું કામ કરી રહ્યા છે. આ હુમલામાં વસ્ત્રાપુરમાં પાસાનો વોન્ટેડ આરોપી પાર્થ દેસાઈ, સુનીલ દેસાઈ, મેહુલ દેસાઈ, જયેશ દેસાઈ, લાલો ભરવાડ અને મોન્ટુ ભરવાડ સામેલ હતા. આ સિવાય બીજા 10થી 15 અજાણ્યા લોકો પણ હતા. આ ઘુવડ ગેંગ તરીકે જાણીતી છે.’

આ પણ વાંચો: અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી

બાદમાં PIએ કરી સ્પષ્ટતા

આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI L L ચાવડાએ જણાવ્યું હતું કે, ‘આ ઘટનાની તપાસ માટે સીસીટીવીના ડીવીઆર મેળવીને આરોપીઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફરિયાદી તમામ હુમલાખોરોને ઓળખતા ન હોવાથી તેમણે માત્ર જેમના નામ ખબર હતા તેવા ચાર શખ્સો લાલો ભરવાડ, મોંટુ ભરવાડ, પરેશ દેસાઈ અને સુનીલ દેસાઈના નામ ફરિયાદમાં આપ્યા છે, જ્યારે બાકીનાને અજાણ્યા તરીકે દર્શાવ્યા છે. આરોપીઓ પર પાસા હેઠળ કાર્યવાહી થઈ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં, ગુનામાં વધુ કલમો ઉમેરવા બાબતે તેમણે સમજાવ્યું કે પોલીસ પોતે ઈજાની ગંભીરતા નક્કી કરી શકે નહીં, તેથી ડોક્ટરનું પ્રાઈમરી સર્ટિફિકેટ આવ્યા બાદ ઈજાના પ્રકાર મુજબ કાયદેસરની કલમોનો ઉમેરો કરવામાં આવશે.’

Next Post
પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In