![]()
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ઓકટ્રોય નાબુદી બાદ ગ્રોથ રેટથી સરકાર ગ્રાન્ટ આપશે તેવો નિર્ણય થયો હતો પરંતુ ભાજપ શાસકો ઓકટ્રોયની અવેજીમાં ગ્રોથ રેટ થી સરકાર પાસે ગ્રાન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. જેના કારણે હવે સુરત પાલિકાના વિકાસનો આધાર રાજ્ય સરકારની ગ્રાન્ટ ની દયા પર નિર્ભર થયો છે.જેમાં હાલ સુરત પાલિકાના મોટા સાત પ્રોજેક્ટ સરકારની ગ્રાન્ટ પર જ બની રહ્યાં છે. આ સાત પ્રોજેક્ટ ની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ છે જેમાંથી પાલિકાને 1924 કરોડની ગ્રાન્ટ મળી છે 2363 કરોડની ગ્રાન્ટ બાકી રહી છે.
સુરત પાલિકાના નવા વહીવટી ભવન , સુરતની પાણીની ભવિષ્યની જરૂરિયાત તથા શહેરને પુરથી બચાવવા માટે બેરેજ તથા પાળા સુરતીઓના મનોરંજન માટે ડુમસ સી ફેઝ, સ્પેશ્યલ ફ્લાય ઓવર બ્રિજ, તથા ગાંધી સ્મૃતિ અને અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ( આગવી ઓળખ) સહિતના પ્રોજેક્ટ ની કિંમત 5198.06 કરોડ છે. નવાઈની વાત એ છે કે આ તમામ પ્રોજેક્ટ માટે પાલિકા સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. જોકે,સુરત પાલિકા અને ગુજરાત તથા કેન્દ્ર સરકાર ત્રણેય જગ્યાએ ભાજપની સરકાર હોવાથી ગ્રાન્ટ માટે હકારાત્મક વલણ જોવા મળે છે. જેના કારણે આ આઈકોનિક ગણતા પ્રોજેક્ટ માટે સરકારે 4288.64 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે તેથી પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે જેમાંથી એક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખુલ્લો મુકવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના મુગલીસરા ના વહીવટી ભવન ની જગ્યાએ રીંગરોડ પર જૂની સબજેલની જગ્યાએ 1586 કરોડના ખર્ચે નવા વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ વહીવટી ભવન દેશનું સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે આ પ્રોજેક્ટ માટે 1586 કરોડનો ખર્ચ થશે અને સરકારે 885 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે જેમાંથી 635 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે. આવી જ રીતે બેરેજનો પ્રોજેક્ટ 982.45 કરોડનો છે અને 961.06 કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે અને 377 કરોડની ગ્રાન્ટ પાલિકાને મળી ગઈ છે જ્યારે હજી 584 કરોડની ગ્રાન્ટ બાકી છે.
પાલિકાના મોટા પ્રોજેક્ટ સરકારની ગ્રાન્ટ પર જ ટકેલા હોય થોડા સમય પહેલા મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ અને પાલિકાના તત્કાલીન કમિશનર શાલિની અગ્રવાલે રાજ્યના મંત્રી કનુ દેસાઈ ને મળીને 3 હજાર કરોડ ની ગ્રાન્ટ ની માંગણી કરી હતી જેમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.
સરકારની ગ્રાન્ટ પર પાલિકાના આ પ્રોજેક્ટ છે ( કિંમત રૂપિયા કરોડમાં)
|
પ્રોજેક્ટનું નામ |
પ્રોજેક્ટની કિંમત (₹) |
મંજૂર ગ્રાન્ટ (₹) |
મળેલી ગ્રાન્ટ (₹) |
|
નવું |
1586 |
885 |
635 |
|
સ્પે. |
1580 |
1580 |
237.33 |
|
બેરેજ |
982.45 |
961.08 |
377.08 |
|
પાળા |
536.95 |
340 |
340 |
|
ડુમસ સી |
257.66 |
257.56 |
257.56 |
|
ડ્રેનેજ |
120 |
120 |
30.00 |
|
આગવી ઓળખ |
145 |
145 |
47.85 |
|
કુલ |
5198.06 |
4288.64 |
1924.82 |
જો સરકાર ગ્રાન્ટ નહી આપે કે પુરતી ન આપે અને પાલિકા સ્વભંડોળમાંથી ખર્ચ કરે તો પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે.આ ઉપરાંત પાલિકાના આઈકોનિક પ્રોજેક્ટની ઝડપ પણ સરકારની ગ્રાન્ટ પર જ આધાર રાખે છે તેથી પાલિકાએ ગ્રાન્ટ મેળવવા માટે અનેક પ્રયાસો કરવા પડે તેમ છે.















