બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે પરમ પુજ્ય એવા પદ્મ ભુષણ એવા શ્રી સચ્ચિદાનંદ બાપુ આવી પહોંચતા તેમનુ ભવ્ય સન્માન કરાયું હતું
જેમાં સરહદી વિસ્તારોમાં પરમ પુજ્ય સચ્ચિદાનંદ બાપુએ પુર્વ સમયમાં પણ શિક્ષણની જ્યોત જગાવી હતી જેથી સમગ્ર સુઈગામ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે આગળ વધ્યુ જોવા મળ્યુ હતું
આજરોજ સુઈગામ ખાતે સચ્ચિદાનંદ બાપુ પધારીને રાજેશ્વર શિવ મંદીર ખાતે નવીન બનાવેલા સચ્ચિદાનંદ ભુવનનુ ઓપનીંગ સચ્ચિદાનંદ બાપુએ રિબન કાપીને કર્યુ હતું જેમાં હવે આવતાં દીવસોમાં સચ્ચિદાનંદ બાપુ સુઈગામ ખાતે રહીને સૌને શિક્ષણ, ધર્મ પ્રત્યે આગળ વધવા માટે માર્ગદર્શન આપશે
આજરોજ સચ્ચિદાનંદ બાપુના સાનિધ્યમાં સુઈગામ ખાતે બાપુના સેવકો, સુઈગામના સામાજિક આગેવાનો સહિત રાજકીય નેતાઓ સહિત સુઈગામના લોકો તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી ઉપસ્થિત રહીને પરમ પુજ્ય સચ્ચિદાનંદ બાપુના આર્શીવાદ મેળવ્યા હતા
આવેલ તમામ ધાર્મિક ભક્તો માટે પ્રસાદનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવેલ મહેમાનોએ તેમજ સુઈગામના લોકોએ અને સુઈગામની અલગ અલગ શાળાના બાળકોએ પ્રસાદ લીધો હતો…