
– એઆઈમાં કેટલાકને ભય જ્યારે ભારતને ભાગ્ય અને ભવિષ્ય દેખાય છે : મોદી
– એઆઈ ટ્રાન્સફોર્મેટિવ પાવર, તે દિશાહીન થશે તો વિનાશ સર્જાશે, સાચી દિશા મળશે તો પડકારોનું સમાધાન આપશે
– ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ : ભારતનું MANAV વિઝન ૨૧મી સદીમાં માનવ કલ્યાણ માટે મહત્ત્વની કડી
નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના લોકશાહીકરણની ભલામણ કરતા વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ગુરુવારે એઆઈના માનવલક્ષી અભિગમ માટે ‘માનવ’ મંત્ર રજૂ કર્યો અને તેમાં સાર્વભૌમત્વ અને સમાવેશક્તા પર વિશેષ ભાર મૂક્યો હતો. એઆઈ ઈમ્પેક્ટ સમિટનું ઉદ્ધાટન કરતા પીએમ મોદીએ કહ્યું, ભારતનું માનવું છે કે એઆઈના કોડ ઓપન અને વહેંચાયેલા હોય ત્યારે જ વિશ્વનું ભલું થઈ શકે છે. તેમણે દુનિયાને અપીલ કરી કે ટેક્નોલોજીના આ યુગમાં આવી રહેલા પરિવર્તનોને માનવતાની મોટી તકોમાં બદલવા જોઈએ.
<a href="
<p>The post AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર . first appeared on gandhinagarmetro.com.</p>
















