• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…
17
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Kabaddi Player Murder : પંજાબની ધરતી પર જન્મેલો માટીનો ખેલ ‘કબડ્ડી’ માત્ર રમત નથી, તે ગ્રામ્યઊર્જા, યુવાશક્તિ અને સામુદાયિક ગૌરવનું પ્રતિક છે. માટીથી ભરેલા અખાડામાં ખેલાડીઓ પોતાની તાકાત, સહનશક્તિ, શિસ્ત અને હિંમતનું પ્રદર્શન કરે છે. લોકરંજનનો આ ખેલ દાયકાઓથી ચાલતો આવ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરંપરાગત રમત પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. નાણાંની બેહિસાબ રેલમછેલે આ રમતનું વ્યાવસાયિકરણ કરી નાંખ્યું અને ગેંગસ્ટરોની એન્ટ્રી થતાં કબડ્ડીની માટી રક્તરંજિત થઈ ગઈ. કબડ્ડીના તાર આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સાથે જોડાઈ ગયા હોવાથી આજે હાલત એ છે કે પંજાબના યુવાનો આ ખેલને અપનાવતા ડરે છે. 

મોહાલીમાં મેદાન પર હત્યા 

15 ડિસેમ્બર, 2025ના રોજ મોહાલીના સોહાના ખાતે યોજાયેલા 29મા બૈદવાન કબડ્ડી કપ દરમિયાન ભયાનક ઘટના બની હતી. ટુર્નામેન્ટ પ્રમોટર અને પૂર્વ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે બે યુવકો સેલ્ફી લેવાને બહાને તેમની નજીક આવ્યા. લાગ જોઈને તેમણે પિસ્તોલ કાઢી અને દિગ્વિજય સિંહના માથામાં ગોળી મારી દીધી! દર્શકોમાં ગભરાટ ફેલાવવા હુમલાખોરોએ હવામાં ફાયરિંગ કર્યું. લોકો ચીસો પાડીને ભાગ્યા અને એ અફરાતફરીનો લાભ લઈને હુમલાખોરો બાઈક પર સવાર થઈને ભાગી ગયા. દિગ્વિજય સિંહને હોસ્પિટલ લઈ જવાયા, પણ બચાવી ન શકાયા. 

ગેંગસ્ટરે જવાબદારી લેતાં સમગ્ર કબડ્ડીજગત આઘાતમાં ગરકાવ થઈ ગયું 

આ ઘટના બાદ માત્ર પંજાબ જ નહીં, પરંતુ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં વસતા પંજાબી સમુદાયમાં પણ ચિંતા ફેલાઈ ગઈ. બંબિહા ગેંગે સોશિયલ મીડિયા પર આ હુમલાની જવાબદારી લીધી અને તેને ગાયક સિદ્ધુ મૂસેવાલાની 2022માં કરાયેલી હત્યાનો બદલો ગણાવ્યો. 

પોલીસનો નકાર, છતાં શંકા યથાવત

મોહાલી પોલીસના અધિકારીઓએ બંબિહા ગેંગનો દાવો ખોટો ગણાવીને દિગ્વિજય સિંહની હત્યામાં ગેંગસ્ટરની ભૂમિકા નકારી કાઢીને કહ્યું હતું કે, હુમલો કબડ્ડીમાં પ્રભાવ અને નિયંત્રણ જમાવવા માટેની હરીફાઈનો ભાગ હોઈ શકે છે. જોકે, તાજેતરના સમયમાં કબડ્ડી સાથે જોડાયેલા અનેક હત્યાકાંડ ગેંગસ્ટરના જોડાણ તરફ ઈશારો કરે જ છે. સંદીપ નંગલ અંબિયાન (માર્ચ, 2022), તેજપાલ સિંહ (ઓક્ટોબર, 2025), ગુરવિંદર સિંહ (નવેમ્બર, 2025) અને સોનુ નોલ્ટા (જૂન, 2025)ની હત્યાઓ દર્શાવે છે કે કબડ્ડી હવે સ્થાનિક રમત રહી નથી, તે વૈશ્વિક ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાઈ ગઈ છે.

બંબિહા ગેંગનો કબડ્ડી સાથે સંબંધ

બંબિહા ગેંગના સ્થાપક દવિંદર સિંહ સિદ્ધુ એક સમયે લોકપ્રિય કબડ્ડી ખેલાડી હતા. જેલવાસ દરમિયાન તેમને ‘બંબિહા’ નામ મળ્યું હતું. જેલમાં હતા ત્યારે તેઓ ગુનાખોરીના નેટવર્ક સાથે જોડાયા અને બાદમાં બંબિહા ગેંગના નેતા બન્યા. 2016માં પોલીસ એન્કાઉન્ટરમાં તેમનું મોત થયું હતું. તેમની ગેરહાજરીમાં પણ બંબિહા ગેંગનું કામકાજ ચાલતું રહ્યું. 

કબડ્ડીનું બદલાતું સ્વરૂપ

એક પેઢી પહેલાં કબડ્ડી ગામડાના મેળાઓની રમત હતી. યુવાનો ચુસ્તદુરસ્ત રહેવા અને માન-સન્માન મેળવવા માટે કબડ્ડી ખેલતા. આ રમત શિસ્ત અને સહકારનું પ્રતિક ગણાતી. પછી એમાં પૈસાનો પ્રવેશ થયો. ખેલાડીઓ ખરીદાતા ગયા. કબડ્ડીનું મેદાન શક્તિ પ્રદર્શનનો મંચ બની ગયું. ખેલાડીઓને ‘હીરો’ તરીકે રજૂ કરાયા. ધનિકોએ એમનું બ્રાન્ડિંગ વધાર્યું. સોશિયલ મીડિયાએ રમતનો પ્રચાર-પ્રસાર કરવામાં મોટો ફાળો આપ્યો. આખરે  શક્તિના પ્રદર્શન હિંસા અને હત્યા સુધી પહોંચી ગયું. 

પૈસાનો પ્રવાહ અને વ્યાવસાયિકીકરણ

વર્ષ 2014–15 આસપાસ કબડ્ડીમાં પૈસાનો પ્રવાહ વધવા લાગ્યો. શરૂઆતમાં ખેલાડીઓ ₹25,000માં રમતા, ઈનામમાં ખેલાડીઓને ટ્રોફી અને ડિનર સેટ અપાતાં. પછી ટ્રેક્ટર, હાર્લી ડેવિડસન જેવી મોટર સાઇકલો અને ‘ડોલરની માળા’ના ઈનામો વહેંચાવા લાગ્યા. લાખો રૂપિયાની બોલીઓ બોલાવા લાગી. વિદેશમાં ટુર્નામેન્ટો શરૂ થઈ. ખેલાડીઓ પણ વિઝા મેળવવા માટે રાજકારણ રમવા લાગ્યા. કેનેડા, UK અને ઓસ્ટ્રેલિયામાં કબડ્ડી ટુર્નામેન્ટો પંજાબી ડાયસ્પોરા માટે સાંસ્કૃતિક ઇવેન્ટ બની ગઈ, પરંતુ સાથે સાથે આર્થિક ગડબડીઓ અને ખંડણીનું દૂષણ પણ દાખલ થયું. 

ગેંગસ્ટરોએ કઈ રીતે કબડ્ડી પર પ્રભાવ જમાવ્યો? 

પંજાબની સ્થાનિક ગેંગોએ સુરક્ષા અને વ્યવસ્થાને નામે કબડ્ડીના રમતજગતમાં પ્રવેશ કર્યો અને પછી કોન્ટ્રાક્ટ, પાર્કિંગ, સ્ટોલ વગેરેમાંથી આવક મેળવવા માંડી. વિદેશમાં વસતી પંજાબી ગેંગોના નાણાં પ્રવાહની મદદથી તેઓ પોતાનું નેટવર્ક મજબૂત કરતી ગઈ અને એ રીતે કબડ્ડીનું મેદાન ગેંગસ્ટરોનો પ્રભાવ દર્શાવવાનો મંચ બની ગઈ. પંજાબમાં એકલ-દોકલ નહીં, 60 થી 70 જેટલી ગેંગો વિવિધ સ્તરે સક્રિય છે. કબડ્ડીનું અર્થતંત્ર કરોડોનું છે. ઘણી વિદેશી ગેંગો વિદેશમાં ટુર્નામેન્ટ પ્રાયોજિત કરે છે, ખેલાડીઓને બોલાવે છે અને પછી રમત સાથે સંકળાયેલા લોકો પાસે ખંડણી ઉઘરાવવાનો ખેલ પાર પાડે છે. 

આ પણ વાંચો : AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતા ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહાર

ડોપિંગનું દૂષણ અને આરોગ્યનું જોખમ સર્જાયું

કબડ્ડીમાં પરફોર્મન્સ જાળવી રાખવાની માંગ વધતાં ખેલાડીઓ તાકાત વધારવા માટે સ્ટેરોઇડ્સ, સપ્લિમેન્ટ્સ અને પેઈન-એન્હાન્સર્સ લેવા લાગ્યા, જેને પરિણામે કેટલાક ખેલાડીઓના હૃદય અથવા કિડની નિષ્ફળ જતા તેઓ અવસાન પણ પામ્યા. ડોપિંગનો ડાઘ ફક્ત ખેલાડીઓના આરોગ્ય માટે જ નહીં, રમતની નૈતિકતા માટે પણ ખતરનાક છે.

સરકાર અને સંસ્થાઓની ભૂમિકા સ્પષ્ટ નથી

કબડ્ડીના ભૂતપૂર્વ ખેલાડીઓ અને અધિકારીઓ માને છે કે રમતને બચાવવા માટે તાત્કાલિક નીચે મુજબના પગલાં લેવા જરૂરી છે.

  • રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એક સિંગલ રેગ્યુલેટરી ફેડરેશન બનાવો.
  • ટુર્નામેન્ટ નોંધણી સિસ્ટમ વિકસાવો.
  • નાણાંની પારદર્શિતા જાળવો.
  • ખેલાડીઓ માટે એન્ટી-ડોપિંગના કડક નિયમો લાગુ કરો.  
  • ગુંડા ગેંગો સામે કડક કાર્યવાહી કરો.
  • આંતરરાષ્ટ્રીય સહકાર મેળવીને વિદેશી ગેંગોનો પ્રભાવ ઓછો કરો.

રમતનો આત્મા બચાવવાનો સમય

કબડ્ડી માત્ર રમત નથી; તે સાંસ્કૃતિક અને સામુદાયિક ઓળખ છે. જો હિંસા, પૈસા અને ભય રમતને ઘેરી લેશે, તો આગામી પેઢી કબડ્ડીના મેદાનમાં ઉતરવાથી ડરશે. એમ થાય એ પહેલા માટીના આ ખેલને ઉગારી લેવાની તાતી જરૂરિયાત છે. 

આ પણ વાંચો : ‘દેશના ગદ્દારોને છોડીશું નહીં, આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે, એવી સજા કરીશું’ મનોજ સિંહાની ચેતવણી

<a href="

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

<p>The post Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતા ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહા…

AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતા ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In