![]()
ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇના કેસમાં અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા, તેના ભાઇઓ અને પુત્ર સામે 15 દિવસ પહેલાં ગુનો નોંધાયો હતો
વડોદરા, : હરણી-સમા રોડ પર આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વેપારી સાથે છેતરપિંડી કરવા બદલ નોંધાયેલી ફરિયાદમાં ફરાર થયેલા બિલ્ડર અને અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા અને અન્ય આરોપીઓનો 15 દિવસથી પત્તો નથી.
કારેલીબાગના મંગલાપાર્કમાં રહેતા દર્શિત શાહે હરણી-સમા લિન્ક રોડ પરની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરો સાથે પરિચય થયા બાદ રૂ.૩ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.જેના બદલામાં થોડો સમય વળતર આપ્યા બાદ બિલ્ડરોએ પેમેન્ટ આપવાનું બંધ કરી ધમકીઓ આપતાં પોલીસ ફરિયાદ કરી હતી.
હરણી પોલીસે આ અંગે બિલ્ડર સુરેશ ભાદાભાઇ પાનસુરિયા તેમના ભાઇ મનિષ ભાદાભાઇ,પ્રવિણ ભાદાભાઇ,કિશોર ભાદાભાઇ તેમજ રવિ સુરેશ પાનસુરિયા (તમામ રહે.પ્રેમ દર્શન ફ્લેટ્સ,અંબે વિદ્યાલય પાછળ, સમા-સાવલી રોડ)સામે ગુનો નોંધ્યો હતો. હરણીના પીઆઇ એસવી વસાવાએ ટીમો બનાવી બિલ્ડરના રહેણાંક અને અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરાવતાં આરોપીઓના હજી કોઇ સગડ મળ્યા નથી.પોલીસની ટીમ અમરેલી પણ રવાના થનાર છે.

















