• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Load More

Shirtless Protest at AI Impact Summit: દિલ્હીમાં આયોજિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા અર્ધનગ્ન પ્રદર્શનના વિરોધમાં આજે નિવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવો કરવા માટે કૂચ કરી હતી, જેના કારણે બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. 

પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં, તપાસ શરૂ

આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કોંગ્રેસના જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો, જેમાં બે પત્રકારો સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે બેરિકેડિંગ કરીને બંને પાર્ટીના કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વોટર કેનન(પાણીનો મારો)નો પણ ઉપયોગ કર્યો હતો. જે બાદ સ્થિતિ થાળે પડી હતી. ઈન્દોર પોલીસના જણાવ્યા મુજબ, પ્રદર્શન દરમિયાન અચાનક અફવાઓ ફેલાઈ હતી અને ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો.  હાલ પથ્થરમારો કોણે શરૂ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે. 

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ 2 - image

ચાર કાર્યકરોની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, ગઈકાલ શુક્રવારે દિલ્હીમાં ‘AI ઈમ્પેક્ટ સમિટ’માં ભારત-અમેરિકા સાથેની વેપાર ડીલના વિરોધમાં કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું, જે પછી યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરી પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

પ્રદર્શન મામલે ભાજપ-કોંગ્રેસ સામસામે

આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખું રાજકીય યુદ્ધ છેડાયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક ભાજપના નેતાઓએ યુથ કોંગ્રેસના આ કૃત્યને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મહેમાનો સામે ભારતની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપની યુવા પાંખ BJYM એ નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભિવંડીમાં રાહુલ ગાંધીને કાળા વાવટા બતાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે આ પ્રદર્શનને લોકશાહી અધિકાર ગણાવીને યુથ કોંગ્રેસના કાર્યકરોનો બચાવ કર્યો હતો.

દિલ્હી પોલીસ કરશે તલસ્પર્શી તપાસ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શન પાછળ મોટું ષડયંત્ર હોઈ શકે છે. અદાલતમાં પોલીસે દલીલ કરી હતી કે, આરોપીઓને સામસામે બેસાડીને અને ડિજિટલ પુરાવાઓ સાથે રાખીને પૂછપરછ કરવી જરૂરી છે. સાથે જ એ તપાસ પણ થવી જોઈએ કે આ પ્રદર્શન માટે ફંડિંગ ક્યાંથી આવ્યું અને ટી-શર્ટ છપાવવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો. આ ટી-શર્ટ પર ‘PM is Compromised’, ‘India-US Trade Deal’ અને ‘Epstein Files’ જેવા સૂત્રો લખેલા હતા, જેમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો પણ હતી.

આ પણ વાંચો: ‘અભિષેકને હટાવી દઉં કે તિલકને?’ દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા કેપ્ટન સૂર્યકુમારનું મોટું નિવેદન

કોંગ્રેસે ગણાવ્યું શાંતિપુર્ણ પ્રદર્શન

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના લગભગ 10 કાર્યકરો શુક્રવારે ભારત મંડપમમાં પ્રવેશ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હી પોલીસે આ મામલે યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી અને શનિવારે સવારે તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓના વકીલે પોલીસના દાવાઓનો વિરોધ કરતા કહ્યું કે, પ્રદર્શન શાંતિપૂર્ણ હતું અને કોઈના પર હુમલો કરવામાં આવ્યો નહોતો. ઉલટું, પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી.

Next Post
ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન...

Read more

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In