• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Rahul Gandhi Slams PM Modi Over Epstein Files : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી ‘એપસ્ટિન ફાઇલ’નો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ મામલે શુક્રવારે એક વીડિયો શેર કર્યા બાદ આજે ફરી એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. 

રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઇલનો ઉલ્લેખ કરી મોદી સરકાર પર સાધ્યું નિશાન

રાહુલે આક્ષેપ કર્યો છે કે, એપસ્ટિન ફાઇલમાં મોદીજી, તેમના મંત્રી અને મિત્રનું નામ આવવું, તેમનું નામ જઘન્ય ગુનેગાર સાથે જોડાવું શરમજનક વાત છે. તેમનું માનવું છે કે, મોદી સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરીને દેશ વેચી નાખ્યો છે. તેમણે આ ડીલ કરીને આપણા દેશનો ડેટા આપી દીધો છે. આ ઉપરાંત આ ડીલથી ખેડૂતોને ખતમ કરી દેવાની સાથે ટેક્સટાઈલ ઉદ્યોગને પણ બરબાદ કરી નાખ્યો છે. આ બધું જ શરમની વાત છે.

જઘન્ય ગુનેગાર સાથે PM મોદીનું નામ જોડાવું શરમની વાત : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, ‘મોદીજી, તમે શરમની વાત કરો છો, પરંતુ હું તમને શરમની વાત જણાવું છું. એપસ્ટિન ફાઇલમાં તમારું, તમારા મંત્રી અને તમારા મિત્ર સાથે નામ હોવું, આવા જઘન્ય ગુનેગાર સાથે તમારું નામ જોડાવું – તે શરમની વાત છે. તમે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કરી છે, આ ડીલમાં તમે દેશને વેચ્યો છે, તે શરમની વાત છે. આપણા દેશનો ડેટા આપી દીધો, ખેડૂતોને ખતમ કરી દીધા, ટેક્સટાઇલ ઉદ્યોગ બરબાદ કરી નાખ્યો, તે શરમની વાત છે.’

‘મોદીજીએ મિત્રો માટે જે યોગ્ય લાગે તે કરો, અમે…’

રાહુલે પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, ‘આખો દેશ જાણે છે કે, અમેરિકામાં અદાણીનો કેસ ચાલી રહ્યો છે, જેના કારણે તમારી ઊંઘ ઉડી ગઈ છે. કારણ કે તે ભાજપ અને તમારા ફાયનાન્શિયલ આર્કિટેક્ચર પર કેસ સમાન છે. આ કેસ મામલે છેલ્લા 14 મહિનામાં કોઈ કાર્યવાહી કરાઈ નથી, જે શરમની વાત છે. મોદીજી તમારે તમારા મિત્રો માટે જે યોગ્ય સમજો, તે કરો. હું અને કોંગ્રેસ પાર્ટીના બબ્બર શેર દેશની રક્ષા કરતાં રહીશું. અમે એક ઇંચ પાછીપાની નહીં કરીએ.’

રાહુલે શુક્રવારે પણ વીડિયો જાહેર કરીને પ્રહાર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ અગાઉ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે આ વીડિયોમાં પણ એપસ્ટિન ફાઇલ, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, અદાણી કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, સંભવ છે કે, પીએમ મોદીનું નામ એપસ્ટિન ફાઇલમાં હોય. તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું તો છે જ.

‘PM મોદી સમજૂતી પર સંમત કેમ થયા’

રાહુલે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી આવી સમજૂતી પર સંમત કેમ થયા, સંપૂર્ણ સમર્પણ કેમ કર્યું. આનો જવાબ તેમના પર લાગેલા ગ્રિપ્સ (પકડ) અને ચોક્સ(ગળું દબાવવું)માં છુપાયેલું છે. એટલે કે રાહુલ એવું કહેવા માંગે છે કે, પીએમ મોદીને કંટ્રોલમાં લઈને ડીલ કરવામાં આવી છે, નહીં તો ખેડૂતો, શ્રમિકો સાથે આટલી મોટી છેતરપિંડી ન થાત.

આ પણ વાંચો : 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધાંતો નહીં

‘ખેડૂતોનું બલિદાન કેમ અપાયું?’

રાહુલ ગાંધીએ શુક્રવારે એક્સ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, ‘મેં સંસદમાં ટ્રેડ ડીલ પર ભાષણ આપતી વખતે કહ્યું કે, અમેરિકનોને ખુશ કરવા માટે આપણા ખેડૂતોનું બલિદાન કેમ અપાયું? ભારતની ઊર્જા સુરક્ષા સાથે કેમ સમજૂતી કરાઈ? અમેરિકાને આપણા તેલ પુરવઠો પર નિર્દેશ આપવાની મંજૂરી કેવી રીતે મળી? કોઈપણ પરસ્પર વચન આપ્યા વગર અમેરિકાથી થતી આયાત 100 અબજ ડૉલર વધારવાની મંજૂરી કેમ અપાઈ? મોદીજીએ એવી સમજૂતીને મંજૂરી કેમ આપી, જ્યાં ભારત આટલું બધું આપે છે અને બદલામાં આટલું ઓછું મળવાનું પ્રતિત થાય છે? આ સંપૂર્ણ સમર્પણ થવાનો જવાબ પીએમ પર લાગેલા ગ્રિપ્સ અને ચોક્સમાં છે.’

આ પણ વાંચો : નેપાળમાં ધાર્મિક સ્થળ પાસે બબાલ, લાઠીચાર્જ બાદ બિરગંજ શહેરમાં કર્ફ્યૂ, સેનાને સોંપાયું સુકાન

‘વડાપ્રધાન અમેરિકા અને ચીન વચ્ચે ફસાઈ ગયા’

તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘અમે જાણીએ છીએ કે, એપસ્ટિન ફાઇલમાં હરદીપ પુરીનું નામ છે. સંભાવના છે કે, તેમાં વડાપ્રધાન મોદીનું નામ પણ હોય. એવું લાગી રહ્યું છે કે, વડાપ્રધાન અમેરિકા અને ચીન વચ્ચે ફસાઈ ગયા છે. મેં ગ્રિપ અને ચોક્સ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો, કારણ કે, તે ખેલમાં તમે વિરોધીઓને કેવી રીતે નિયંત્રણમાં કરો છો, તેની ખબર પડી જાય છે.’

હરદીપ સિંહ પુરી પર જૂઠું બોલવાનો આક્ષેપ

કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પર ‘એપસ્ટિન ફાઇલ્સ’ બાબતે જૂઠું બોલવાના ગંભીર આક્ષેપો કર્યા છે. હરદીપ પુરીએ પોતે સ્વીકાર્યું હતું કે, તેઓ જેફરી એપસ્ટિનને 3-4 વખત મળ્યા છે, પરંતુ કોંગ્રેસે ચોક્કસ તારીખો સાથેના દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે, હરદીપ પુરી વાસ્તવમાં 14 વખત એપસ્ટિનને મળ્યા હતા. આક્ષેપ મુજબ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ હરદીપ પુરી અને એપસ્ટિન વચ્ચે 9 વખત મુલાકાત થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે તે સમયે હરદીપ પુરી ન તો સંસદસભ્ય હતા કે ન તો ભાજપના કોઈ મોટા નેતા, છતાં પણ વડાપ્રધાન મોદીએ તેમને સીધા જ પોતાની કેબિનેટમાં સામેલ કર્યા હતા. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, હરદીપ પુરીની આ પ્રકારે થયેલી નિમણૂક પર તે સમયે ભાજપની અંદરથી જ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં

Next Post
ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In