GSEB School Calendar Update : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 8 એપ્રિલ, 2025ના રોજ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કર્યું હતું. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-10-12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો આપી હતી. જો કે, શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિના કેલેન્ડરમાં ફેરફાર કર્યા છે.
શૈક્ષણિક વર્ષ 2025-26ના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જાહેર રજાઓમાં ફેરફાર કર્યો છે. જેમાં ધૂળેટી, ચેટીચાંદ, રમઝાન ઈદ, રામનવમીની રજાની તારીખ જણાવવામાં આવી છે.


















