• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling…

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling…

Load More

ઈરાન-અમેરિકા ન્યુક્લિયર મામલે વાટાઘાટ પૂર્વે સાવચેતી  : સ્મોલ, મિડ કેપમાં વેલ્યુબાઈંગ

મુંબઈ : ઈરાન અને અમરિકા વચ્ચે ન્યુક્લિયર સમજૂતી મામલે વાટાઘાટ પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે સાવચેતીનો ટ્રેન્ડ રહ્યો હતો. ઈરાન  અને અમેરિકા વચ્ચે સમજૂતી થશે કે મામલો ઘોંચમાં પડશે એની અનિશ્ચિતતા હજુ કાયમ હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શનનું જોખમ હોવાને લઈ ફંડો શેરોમાં ઉછાળે સાવચેત બની ગયા હતા. અલબત આ સાવચેતી ઈન્ડેક્સ બેઝડ હેવીવેઈટ શેરોમાં પણ પણ અનિશ્ચિત રહી હતી. અમેરિકાએ ભારતની સોલાર પેનલની આયાત પર ૧૨૫ ટકા જેટલી ટેરિફ લાદ્યાની નેગેટીવ અસર બાદ આજે પાવર શેરોમાં ઉડાઉડ અટકી હતી. ફંડોની આઈટી શેરોમાં આરંભિક તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતના પસંદગીના શેરોમાં ખરીદી સામે એચડીએફસી બેંક, એક્સિસ બેંક સહિતમાં વેચવાલીએ આરંભિક સુધારો ધોવાયો હતો. ફંડો, મહારથીઓએ આજે હેલ્થકેર-ફાર્મા, ઓટોમોબાઈલ, બેંકિંગ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની આરંભિક ખરીદી કરીને બજારને ઉંચકાવ્યું હતું. અલબત ઉછાળે ઈન્ડેક્સ બેઝડ આઈટી શેરોમાં વેચવાલી અને અન્ય શેરોમાં પ્રોફિટ બુકિંગે ઉછાળો ઓસર્યો હતો. સેન્સેક્સ ઉપરમાં ૮૨૫૭૯.૧૬ સુધી જઈ અંતે ૨૭.૪૬ પોઈન્ટ ઘટીને ૮૨૨૪૮.૬૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૫૫૭૨.૯૫ સુધી જઈ અંતે ૧૪.૦૫ પોઈન્ટ વધીને ૨૫૪૯૬.૫૫ બંધ રહ્યો હતો.

ફાર્મા-હેલ્થકેર શેરોમાં ફંડોની મજબૂતી : સનોફી કન્ઝયુમર રૂ.૫૭૫, મેનકાઈન્ડ રૂ.૧૨૫ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડો સિલેક્ટિવ મોટી ખરીદી કરી હતી. સનોફી કન્ઝયુમર હેલ્થકેર ઈન્ડિયા રૂ.૫૭૫.૧૦ ઉછળીને રૂ.૪૫૮૦.૮૫, મેનકાઈન્ડ રૂ.૧૨૫ વધીને રૂ.૨૨૮૦.૦૫, થેમીસ મેડી રૂ.૪.૧૪ વધીને રૂ.૮૭.૦૬, ડીકાલ રૂ.૮.૩૫ વધીને રૂ.૧૮૫, લિન્કન ફાર્મા રૂ.૨૬.૪૫ વધીને રૂ.૬૩૮, સાંઈ લાઈફ રૂ.૩૯.૫૫ વધીને રૂ.૯૬૪.૨૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૩૩.૨૫ વધીને રૂ.૯૬૪.૦૫, વેનબરી રૂ.૮.૭૫ વધીને રૂ.૨૬૩, કોપરાન રૂ.૩.૪૦ વધીને રૂ.૧૩૩.૧૫, હેસ્ટર બાયો રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૫૭૮.૫૦, અલ્કેમ રૂ.૧૩૨.૯૦ વધીને રૂ.૫૭૫૦.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૨૩.૪૭ પોઈન્ટ વધીને ૪૪૪૩૬.૪૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૧૫ ઉછળ્યો : ડાટાપેટર્ન રૂ.૧૦૭, સીજી પાવર રૂ.૧૩, કોચીન શિપ રૂ.૨૩ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. અલબત ઉછાળે કેટલાક શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ડાટા પેટર્નસ રૂ.૧૦૬.૬૫ વધીને રૂ.૩૧૭૮.૩૫, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શિપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, વારી એનજીૅ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક પરૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૪.૮૫ વદીને રૂ.૧૪૧૯.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૧૫.૯૬ પોઈન્ટ વધીને ૭૦૮૦૪.૨૭ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : બજાજ ઓટો રૂ.૮૭ વધ્યો : મહિન્દ્રા, મારૂતી સુઝુકીમાં તેજી

ઓટોમોબાઈલ ક્ષેત્રે ફંડોએ  આજે ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. બજાજ ઓટો રૂ.૮૬.૯૫ વધીને રૂ.૯૧૮૨.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૮.૫૫ વધીને રૂ.૩૬૫૩.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૯.૪૦ વધીને રૂ.૧૬,૬૯૬.૫૫, આઈશર મોટર્સ રૂ.૩૬.૦૫ વધીને રૂ.૭૩૩૫.૦૫, ટીવીએસ મોટર રૂ.૧૬.૮૦ વધીને રૂ.૩૭૦૨.૫૫, બોશ રૂ.૧૩૬.૩૦ વધીને રૂ.૩૬,૪૪૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૯૮.૮૬ પોઈન્ટ વધીને ૬૩૩૮૧.૬૨ બંધ રહ્યો હતો.

રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ શેરોમાં  ફંડોની તેજી : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે રિલાયન્સ પાછળ મજબૂતી રહી હતી. ઈરાન-અમેરિકા વચ્ચે ન્યુક્લિયર મામલે વાટાઘાટ પૂર્વે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ એકંદર ઘટાડા તરફી રહ્યા હતા. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૭૨.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૮૬.૫૦, એચપીસીએલ રૂ.૭.૨૫ વધીને રૂ.૪૪૩.૯૫, બીપીસીએલ રૂ.૪.૯૦ વધીને રૂ.૩૮૫.૯૦, ઓએનજીસી રૂ.૨.૭૫ વધીને રૂ.૨૮૦.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૦૨.૦૬ પોઈન્ટ વધીને ૨૯૬૦૨.૪૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ વધ્યા : એચડીએફસી બેંક ઘટયો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો.  આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં કૌભાંડની નેગેટીવ અસર બાદ ઘટાડે કવરિંગે રૂ.૨.૫૬ વધીને રૂ.૭૨.૮૩, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૭.૨૫ વધીને રૂ.૯૬૪.૪૫, બેંક ઓફ બરોડા રૂ.૮.૭૫ વધીને રૂ.૩૨૪.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯ વધીને રૂ.૧૨૦૯.૨૦ રહ્યા હતા. એચડીએફસી બેંક રૂ.૮.૯૦ ઘટીને રૂ.૮૯૮.૮૫, એયુ બેંક રૂ.૯.૧૦ ઘટીને રૂ.૯૭૩.૧૦, એક્સિસ બેંક રૂ.૭.૮૦ ઘટીને રૂ.૧૩૯૪.૭૦ રહ્યા હતા. આ સિવાય જે એન્ડ કે બેંક રૂ.૮.૯૦ ઉછળીને રૂ.૧૨૧.૨૫, સૂર્યોદય બેંક રૂ.૯.૦૫ વધીને રૂ.૧૨૫.૯૦, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૪૭૩.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૯૨.૯૪ પોઈન્ટ વધીને ૬૮૮૩૭.૫૦ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૧૮ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે સાવચેતીમાં અંતે સ્થિરતા જોવાયા સામે ફંડો, ખેલંદાઓએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૧૮  અને ઘટનારની સંખ્યા ૨૦૪૭ રહી હતી.

તેજસ નેટ રૂ.૫૪, બ્લુ ફોર્જ રૂ.૪૬ ઉછળ્યા : સ્પાઈસ જેટ, કેએસબી, તાન્લા, ઝેગલ, જયોતી સ્ટ્રક્ચર્સમાં તેજી

એ ગુ્રુપના પ્રમુખ વધનાર અન્ય શેરોમાં તેજત નેટ રૂ.૫૪.૪૫ ઉછળીને રૂ.૩૭૨.૩૫, બ્લુ ફોર્જ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૪૯૦.૭૫, સ્પાઈસ જેટ રૂ.૧.૪૨ વધીને રૂ.૧૫.૯૦, કેએસબી રૂ.૬૪.૮૫ વધીને રૂ.૭૮૩.૩૦, જયોતી સ્ટ્રકચર્સ ૮૬ પૈસા વધીને રૂ.૧૨.૯૯, ઝેગલ રૂ.૧૫.૩૫ વધીને રૂ.૨૩૨.૯૫, તાન્લા રૂ.૨૫.૯૫ વધીને રૂ.૪૬૯, પ્રીમિયર એક્સપ્લોઝિવ રૂ.૨૯.૫૫ વધીને રૂ.૫૪૧.૭૦ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૪૯ લાખ કરોડ

સેન્સેક્સમાં નરમાઈ અને નિફટીમાં સાધારણ મજબૂતી સામે સાઈડ માર્કેટમાં ફંડોની પસંદગીની તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧.૧૧  લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૪૯  લાખ કરોડ રહી હતી.

Next Post
260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling…

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling…

નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા | Chhota Udepur: Bhaka o…

નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા | Chhota Udepur: Bhaka o…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…
GUJARAT

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

Ahmedabad News: આગામી 16 એપ્રિલથી શરૂ થનારી સંસદની ત્રણ દિવસીય બેઠકમાં મહિલા અનામત કાયદામાં સુધારા કરીને વર્ષ 2029 ની લોકસભા...

Read more

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling…

નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા | Chhota Udepur: Bhaka o…

અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર | PCB Raid in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In