![]()
વડોદરા,અકોટામાં રાત્રે રખડતા ઢોરના ટોળાએ ૯ વર્ષના બાળક પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી. બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
શહેરમાં રખડતા ઢોરનું જોખમ ઓછું થવાનું નામ લેતું નથી. ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યે અકોટા રામપુરા વિસ્તારમાં ગાયોનું ટોળું ધસી આવ્યું હતું. ઘર પાસે રમતા ૯ વર્ષના બાળક પર ગાય ચઢી જતા તેને મોંઢા પર ઇજા પહોંચી હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા બાળકની હાલત સુધારા પર છે. દરમિયાન વોડી ડભોઇયા પોલીસ ચોકી પાસે ઢોર રખડતા મૂકનાર પશુ માલિક દેસાઇભાઇ હરિભાઇ રબારી (રહે. વચલું ફળિયું, ગાજરાવાડ) સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. જ્યારે છાણી યાજ્ઞિાક સ્કૂલની સામે જાહેરમાં ઢોર રખડતા મૂકનાર પશુ માલિક ગોપાલ નારણભાઇ રબારી (રહે. સાલમનગર, છાણી) સામે છાણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.















