• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમાકુના ‘કાચા સોના’ પર ટેક્સનું ગ્રહણ : આણંદના 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં | Taxation on raw gold…

satyasamachar by satyasamachar
January 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
તમાકુના ‘કાચા સોના’ પર ટેક્સનું ગ્રહણ : આણંદના 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં | Taxation on raw gold…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– 1 લી ફેબુ્રઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વધારાના નવા કાયદાનો અમલ : 72,000 હેક્ટરના તમાકુના પાકને કોણ ખરીદશે  ?

– જીએસટીમાં વધારો અને તમાકુની પ્રોડક્ટ પર સંભવિત અંકુશના નિર્ણય સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ : જિલ્લાના તમાકુના 1,240 થી વધુ પ્રોસેસિંગ યુનિટ્સના માલિકોના ધંધા ઉપર અને કારીગરોના પણ જીવન નિર્વાહ પર અસર 

આણંદ : આણંદ જિલ્લામાં તમાકુના વેપારીઓમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા જીએસટી વધારાને લઈને ભારે ફાળ ફેલાઈ છે. ૧ ફેબુ્રઆરી, ૨૦૨૬થી અમલી બનનારા નવા ટેક્સ માળખાને કારણે આગામી સીઝનનો તૈયાર પાક વેપારીઓ ખરીદશે કે કેમ તે અંગે મોટી અવઢવ સર્જાઈ છે. આણંદ જિલ્લામાં રવી સીઝન દરમિયાન અંદાજે ૭૨,૦૦૦ હેક્ટરથી વધુ જમીનમાં થયેલા તમાકુના વાવેતર બાદ હવે લાખો ટન ઉત્પાદનને ખરીદનાર કોણ હશે તે મોટો પ્રશ્ન છે. જિલ્લાના અંદાજિત ૨.૪ લાખ ખેડૂતો, જેઓ તમાકુને ‘કાચું સોનું’ માનીને આખા વર્ષનો જીવન નિર્વાહ કરે છે, તેમના માથે ચિંતાના વાદળો છવાયા છે.

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ કાયદાકીય ફેરફારોને કારણે વેપારીઓ પર ટેક્સનું ભારણ અસહ્ય બન્યું છે. જેમાં તમાકુ અને તેની બનાવટો પર અગાઉ જે ૨૮ ટકા જીએસટી હતોે, તે વધારીને હવે ૪૦ ટકા (૨૦ ટકા સીજીએસટી + ૨૦ ટકા એસજીએસટી) કરી દેવામાં આવ્યો છે. સિગારેટ અને ચાવવાની તમાકુ (ઝરદા) પર નવી એક્સાઇઝ ડયૂટી લાગુ કરવામાં આવી છે, જે રૂ. ૨,૦૫૦થી રૂ. ૧૧,૦૦૦ પ્રતિ ૧,૦૦૦ સ્ટિક સુધી હોઈ શકે છે. તેમજ પાન મસાલા અને ગુટખાના ઉત્પાદકો માટે મશીનની ઉત્પાદન ક્ષમતાના આધારે ફિક્સ ટેક્સ વસૂલવાનું નક્કી કરાયું છે, જેનાથી નાના વેપારીઓ માટે બજારમાં ટકવું મુશ્કેલ બનશે.

આણંદ જિલ્લામાં અંદાજે ૧,૨૪૦થી વધુ તમાકુની ખળીઓ (પ્રોસેસિંગ યુનિટ્સ) આવેલી છે. અહીં પત્તી પાડવી, ચારણ સહિતની પ્રોસેજ થાય છે. વેપારીઓનું કહેવું છે કે જો રૂ. ૧૦૦ની ખરીદી પર રૂ. ૬૮ જેટલો કુલ ટેક્સ (જીએસટી+ એક્સાઇઝ + સેસ) ભરવો પડે, તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા અશક્ય છે.

સમગ્ર ગુજરાતમાં આણંદ જિલ્લો તમાકુના ઉત્પાદનમાં સૌથી મોખરે ગણાય છે. ચાલુ વર્ષે રવી પાકમાં આણંદ જિલ્લામાં ૭૨ હજાર હેક્ટરથી વધુ દેશી કાળિયું, કલકત્તી તમાકુનું વાવેતર કરવામાં આવેલું છે. આણંદ જિલ્લાના અંદાજિત ૨.૪ લાખ ખેડૂતો મુખ્યત્વે ‘કાચું સોનું’ ગણાતા તમાકુના પાક ઉપર પોતાના આખા વરસની આથક સ્થિતિના લેખાજોખા કરતા હોય છે. આણંદ જિલ્લામાં ફેબુ્રઆરીના અંતથી તમાકુનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે અને ખેતરમાંથી તમાકુ બહાર લાવવામાં આવતી હોય છે. તેવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં વધારો કરતો હવે ખેડૂતો પાસેથી વેપારીઓ તમાકુ કેવી રીતે ખરીદશે તે પણ મોટી ચિંતાનો વિષય બની ગયો છે. 

25 વિઘામાં તમાકુ વાવી છે તેનું હવે શું કરીશું ? : ખેડૂત

પામોલના ખેડૂતો અમરીશ પટેલે જણાવ્યું હતું કે, તમાકુનો પાક પાકવાની તૈયારીમાં છે. પૈસા ના મળે તો અમારે જવું ક્યાં ખેડૂતોને બહુ તકલીફ છે. ૨૫ વિઘામા તમાકુ વાવી છે તે ક્યાં નાખવી. ડાંગર ઘઉં કે બાજરી હોય તો ઘરમાં કે ગોડાઉનમાં મૂકી શકાય પણ તમાકુ ક્યાં ભરવી. વેપારી અમારી તમાકું લેવાના નથી. ખેડૂતોને કરવું શું? જીવન નિર્વાહ ક્યાંથી કરવો. 

આણંદ જિલ્લાના ખેડૂતો આંદોલન કરશે : ટોબેકો એસોસિએશન ચેરમેન

ચરોતર ટોબેકો એસોસિએશન એન્ડ ગ્રોવર કમિટીના ચેરમેન સંદીપ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, તમાકુમાં ૪૦ ટકા જીએસટી, ૧૮ ટકા સેસ, ૧૮ ટકા સેસ ઉપર ૪૦ ટકા જીએસટી લાદવાથી હવે તમાકુ ખરીદી વેપારીઓ માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આણંદ જિલ્લા ટોબેકો એસોસિએશન સહિત ગુજરાતભરના ઊંઝા, મહેસાણા અને અન્ય જિલ્લાઓના વેપારીઓ ખેડૂતો દ્વારા નાણામંત્રીને નવા ટેક્સ સંબંધિત  લેખિત જાણ પણ કરી છે, પણ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી. જેથી પહેલી ફેબુ્રઆરી બાદ સમગ્ર આણંદ જિલ્લા સહિત ગુજરાતમાં તમાકુ પકાવતા ખેડૂતો અને વેપારીઓ રોડ ઉપર આવી જઈને ઉગ્ર આંદોલન કરશે તે માટેનું આયોજન પણ ગુજરાત ભરના તમાકુના વિવિધ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Next Post
77મો ગણતંત્ર દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે ‘ફેઝ્ડ બેટલ એરે’ | Republic …

77મો ગણતંત્ર દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે 'ફેઝ્ડ બેટલ એરે' | Republic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…
GUJARAT

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

Water Crisis in Saragwada Dholka : એક તરફ સરકાર કરોડોના ખર્ચે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ ઊભું કરી ઇતિહાસને જીવંત કરવાના બણગાં...

Read more

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું – ‘તે ખુદ ગભરાયેલા છે…’ | narendra i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In