![]()
Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદળજા ખાતે અચાનક આકાશમાં તેજ પ્રકાશ રેલાતા કુતુહલ સહિત ભયનો માહોલ સર્જાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજામાં આકાશમાં મોડી રાત્રે અતિ પ્રકાશ રેલાવતા દ્રશ્યો જણાયા હતા જેથી સ્થાનિકો કોઈ એલીયનો કે પછી પરદેશી પક્ષીઓ હોવાનું અનુમાન કુતુહલપૂર્વક કરી રહ્યા હતા.
જોકે આ અંગે એવી વિગતો જાણવા મળી હતી કે, છેલ્લા એકાદ મહિનાથી ખાસ કરીને વડોદરા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ આકાશમાં રાત્રિના સમયે આવી વિચિત્ર લાઇટો સેંકડોની સંખ્યામાં અસામાન્ય રીતે ફરતી જોવા મળે છે. કોઈ અવાજ નથી. જેથી લોકોમાં કુતુહલ ફેલાયું હતું.
આ અંગે ગુરુદેવ વેધશાળાના દિવ્ય દર્શન પુરોહિતનો સ્પષ્ટ અભિપ્રાય છે કે આવા તેજ પ્રકાશથી ડરવાની જરૂર નથી. ન તો એ એલિયન છે, ન તો કોઈ ખતરો છે. તે માત્ર એલઇડી બલ્બના બલુન માત્ર છે, આવે લગ્ન સહિત શુભ પ્રસંગોએ આવા બલ્બને આકાશમાં એકસાથે છોડવાની નવી પરંપરા શરૂ થઈ છે. વહીવટીતંત્રે આ અંગે સ્પષ્ટ નિયમો બનાવવા જોઈએ અને તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. કારણ કે આ પ્રકારનો પ્રકાશ દ્વિચક્રી વાહનચાલકો સહિત અન્ય વાહનચાલકો આવી લાઈટ જોવા એકી તસે જોવાની લાલચથી રોડ રસ્તા પર વાહન અકસ્માતો એ પછી ઉડ્ડયનમાં વિક્ષેપની સંભાવના વધારે છે. આમ આવા બલૂન છોડવા બાબતે તંત્ર દ્વારા યોગ્ય નિયમન થાય એ જરૂરી છે.















