• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Devayat Khavad Case: લોક ડાયરા કલાકાર દેવાયત ખવડને ગુજરાત હાઈકોર્ટ હંગામી રાહત આપી છે. ચાંગોદર બબાલ કેસમાં ખવડ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 23 ફેબ્રુઆરી સુધી સરેન્ડર કરવાની તારીખ લંબાવી છે. જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે અરજદાર પ્રખ્યાત નહીં, પરંતુ કુખ્યાત છે અને માથાભારે છે. જે બાદ 9 ફેબ્રુઆરી સુધી ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું, આજે ફરી સુનાવણી થતાં હવે 23 ફેબ્રુઆરી સુધી દેવાયત ખવડની ધરપકડ પર રોક (સરેન્ડર કરવાની તારીખ વધારી) લગાવી દેવામાં આવી છે. 

અમદાવાદ કોર્ટે દેવાયત ખવડના શરતી જામીન કર્યા છે રદ

કેસની વિગતોની વાત કરીએ તો દેવાયત ખવડ વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં માથાકૂટની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ધરપકડ થતાં જેલમાં ધકેલાયો હતો, પરંતુ જામીન અરજી કરતાં કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય શરત એ હતી કે તેઓ ફરીથી આવા કોઈ કૃત્યમાં સંડોવાશે નહીં, પણ જામીન મળ્યા બાદ અદાવતમાં તાલાલામાં યુવક પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ અમદાવાદ કોર્ટે દેવાયત ખવડના શરતી જામીન રદ કરી દીધા હતા, જેથી દેવાયત ખવડ તરફથી આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખખડાવવામાં આવ્યા હતા.

દેવાયત ખવડ સામે કુલ 06 ગુના નોંધાયેલા

હાઇકોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત થઈ હતી કે, દેવાયત ખવડ સામે કુલ 06 ગુના નોંધાયેલા છે. જેમાંથી 03 ગુનામાં તે નિર્દોષ છૂટ્યો છે અને બે ગુનામાં સમાધાન થયું છે. જ્યારે એકમાં બાકી છે. હવે ચાંગોદર બબાલ કેસમાં 23 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે નહીં.

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન

ઉલ્લેખનીય છે કે, ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલા બનાવના પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયુ હતું. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં 12 ઓગસ્ટે હુમલો થયો હતો. ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી. જો કે, 28 ડિસેમ્બર બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો.

શું છે સમગ્ર માથાકૂટ અને કેસ?

• અમદાવાદના સનાથલ ગામ ખાતે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૈસા આપવા છતાં કલાકાર દેવાયત ખવડ હાજર ન રહેતાં તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ ચાંગોદર પોલીસ મથકે આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી બંને જૂથ વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી.

• 12 ઓગસ્ટ 2025ના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર લોક કલાકાર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યારબાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

• આ હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના 5 ગુના દાખલ કરાયા હતા. 17 ઓગસ્ટ 2025ના રોજ દુધઈ ગામ નજીકથી દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કરાઈ હતી. દેવાયત ખવડને 17 સપ્ટેમ્બર, 2025 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. 

• 20 ઓગસ્ટ 2025ના રોજ ધ્રુવરાજસિંહના સમર્થનમાં સનાથલ ગામમાં આવેલી ચૌહાણ વાડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક આગેવાન ભગવતસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ વિજયસિંહ ચૌહાણ, પૂર્વ ડેલિગેટ ચૌહાણ બલરાજસિંહ, ચૌહાણ દિવાનસિંહ, સાણંદ તાલુકાના રાજપૂત સમાજ પ્રમુખ હરપાલસિંહ વાઘેલા સહિત 100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેવાયત ખવડ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગ કરાઈ હતી.

• 18 સપ્ટેમ્બર 2025ના રોજ તાલાલા પોલીસ કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળી હતી. વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે જામીન આપવાની સાથે કેટલીક શરતો મૂકી છે. જેમાં આરોપીઓએ દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવા સૂચન કર્યુ હતું.

• ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી દાખલ કરી હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા ફરિયાદીએ રજૂઆત કરી હતી. જે અરજી પર 11 નવેમ્બર 2025ના રોજ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા. સેશન્સ કોર્ટે તેમને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે હુકમ કર્યો હતો. જોકે, હાઈકોર્ટે આ કેસમાં દખલ કરી દેવાયત ખવડને હાજર થવા માટે વધુ એક મહિનાની મુદત લંબાવી હતી.

• 11 ડિસેમ્બર 2025ના રોજ દેવાયત ખવડને પોલીસ સમક્ષ હાજર થવામાં આંશિક રાહત મળી હતી. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને સરેન્ડર કરવા વધુ એક મહિનાનો સમય આપ્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે 30 દિવસમાં ચાંદોગર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 8 જાન્યુઆરી 2026ના રોજ હાથ ધરાશે.

• 28 ડિસેમ્બર 2025 આ પ્રકરણનો સુખદ અંત આવ્યો હતો. સનાથલના ચૌહાણ પરિવાર અને દેવાયત ખવડ વચ્ચે ઔપચારિક રીતે સમાધાન થઈ ગયું. ભગવતસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની હાજરીમાં બંને પક્ષોએ એકબીજાનું મોં મીઠું કરાવીને જૂની અદાવત ભૂલાવી દીધી હતી. પણ કોર્ટમાં કેસ હજુ ચાલુ છે. 

Next Post
ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘US-ઈઝરાયલ ગેરંટી આપે કે..’, ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે યુદ્ધ રોકવાનો રસ્તો વડાપ્રધાન મોદીને જણાવ્યો | w…

‘US-ઈઝરાયલ ગેરંટી આપે કે..’, ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે યુદ્ધ રોકવાનો રસ્તો વડાપ્રધાન મોદીને જણાવ્યો | w…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવ…

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો | India Ma…

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો | India Ma…

અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘US-ઈઝરાયલ ગેરંટી આપે કે..’, ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે યુદ્ધ રોકવાનો રસ્તો વડાપ્રધાન મોદીને જણાવ્યો | w…
GUJARAT

‘US-ઈઝરાયલ ગેરંટી આપે કે..’, ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે યુદ્ધ રોકવાનો રસ્તો વડાપ્રધાન મોદીને જણાવ્યો | w…

West Asia Crisis: ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને શનિવારે 21 માર્ચ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત...

Read more

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવ…

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો | India Ma…

અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

હિમાલયા મોલમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધંધા સામે આવ્યા | ahmedabad police raided on spa center at …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In