Silver Bubble Burst : સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર (Gold-Silver Price Crash) સતત ચાલુ છે અને દરરોજ આ કિંમતી ધાતુઓ સસ્તી થઈ રહી છે. સોમવારના મોટા ઘટાડા બાદ મંગળવારે પણ ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં રૂ. 4,600થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોનાના ભાવ પણ ગગડ્યા છે. ચાંદી હવે તેના ઓલ-ટાઈમ હાઈ લેવલથી રૂ. 1.80 લાખથી વધુ સસ્તી મળી રહી છે, જ્યારે સોનું રૂ. 38,000થી વધુ સસ્તું થયું છે.
શું ચાંદીનો પરપોટો ફૂટી ગયો છે?
સૌ પ્રથમ ચાંદીની કિંમતમાં સતત આવી રહેલા ઘટાડા વિશે વાત કરીએ તો, છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીનો પરપોટો ફૂટી ગયો (Silver Bubble Burst) હોય તેમ લાગી રહ્યું છે. તેને આ રીતે સમજી શકાય છે કે ગત 29 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ. 4 લાખને પાર કરી રૂ. 4,20,048ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. આ હાઈ લેવલથી અત્યાર સુધીમાં ચાંદી પ્રતિ કિલો રૂ. 1,80,157 સસ્તી થઈ ચૂકી છે.
મંગળવારે ખુલતાની સાથે જ ચાંદી ધડામ
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે પણ એમસીએક્સ પર ચાંદીના ભાવ ખુલતાની સાથે જ ઘટતા જોવા મળ્યા હતા. સોમવારે 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી રૂ. 2,39,891 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જેની સરખામણીમાં મંગળવારે ખુલતાની સાથે જ તે ઘટીને રૂ. 2,35,206 પર આવી ગઈ હતી. આ મુજબ જોતા, એક ઝટકે 1 કિલો ચાંદીના ભાવમાં રૂ. 4,685નો ઘટાડો થયો છે.
સોનાની હાલત પણ ચાંદી જેવી જ
ચાંદી બાદ સોનાના ભાવની વાત કરીએ તો, આ કિંમતી ધાતુમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, વચ્ચે-વચ્ચે ભાવમાં થોડો ઉછાળો પણ આવ્યો હતો. મંગળવારે 2 એપ્રિલની એક્સપાયરી વાળા સોનાનો વાયદો તેના અગાઉના બંધ રૂ. 1,54,760થી ઘટીને રૂ. 1,53,550 પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો હતો. એટલે કે સોનાના ભાવમાં રૂ. 1,210નો ઘટાડો થયો છે.
પોતાના હાઈ લેવલથી સોનું કેટલું સસ્તું?
સોનાના ભાવે પણ ગત 29 જાન્યુઆરીએ ચાંદીની જેમ જ તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હતી. રોકેટની ગતિએ વધતા સોનાના ભાવ (24 કેરેટ) પ્રતિ 10 ગ્રામ રૂ. 1,93,096 પર પહોંચ્યા હતા. આ સ્તરે પહોંચ્યા બાદ કિંમતો ઘટવાનો એવો સિલસિલો શરૂ થયો જેની અસર અત્યાર સુધી જોવા મળી રહી છે. સોનું તેના હાઈ લેવલથી અત્યાર સુધીમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 38,336 સસ્તું થઈ ચૂક્યું છે.