![]()
વડોદરાઃ છાણી વિસ્તારની રિસોર્ટ પાસે આજે સાંજે જીન્સ-ટીશર્ટ પહેરેલ પાંચેક વર્ષના એક અપટુડેટ બાળકે ભારે ઉત્તેજના જગાવી હતી.
હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકને જોઇ રાહદારીઓ અને વાહનચાલકો રોકાઇ ગયા હતા.જયંતિભાઇ ભાઇલાલભાઇ વસાવા નામના રાહદારી બાળકની મદદે આવ્યા હતા અને છાણી પોલીસને સોંપ્યો હતો.
છાણીના પીઆઇએ બાળકની પૂછપરછ કરતાં તે કાંઇ બોલતો નહતો.જેથી પોલીસે તેને કોમ્પ્યુટર રમવા માટે આપતાં તે ઓપરેટ કરીને ખાસ્સો સમય રમ્યો હતો.આ દરમિયાન છાણીના પીઆઇ પ્રજાપતિએ જુદીજુદી સોસાયટીઓના બનાવેલા ગુ્રપમાં બાળકનો ફોટો મૂકી મદદ માગી હતી.જેથી તરત જ તેના વાલીએ પોલીસનો સંપર્ક કરતાં હેમખેમ પરત મળ્યો હતો.

















