![]()
વડોદરા,પાણીગેટ બાવચાવાડમાં પોલીસે રેડ કરતા આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર થઇ ગયો હતો. જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, પાણીગેટ બાવચાવાડ સ્લમ ક્વાર્ટરની પાછળ રહેતો અજય કાલીદાસ ચૌધરી તેના મકાનની પાછળ તળાવના કિનારે તૂટેલા ઝૂંપડામાં દારૃ સંતાડીને વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા પોલીસને જોઇને આરોપી અજય ભાગી ગયો હતો. પોલીસે ઝૂંપડામાં જઇને તપાસ કરતા વિદેશી દારૃની ૨૧ બોટલ કિંમત રૃપિયા ૩૮,૮૫૦ ની મળી આવી હતી. પોલીસે દારૃ કબજે લઇ ભાગી છૂટેલા આરોપીની શોધખોળ શરૃ કરી છે.

















