![]()
સૌથી
વધુ જથ્થો સાયલા, લીંબડી પોલીસ મથકનો
લીંબડી
ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલી ૮૭ હજાર બોટલનો નાશ કરાયો
સાયલા –
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન હેઠળ આવતા પાંચ પોલીસ સ્ટેશનો
દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૃના જથ્થાનો સાયલાની મોડલ સ્કૂલ પાછળ આવેલા સરકારી
ખરાબામાં નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં
સાયલા, લીંબડી,
ધજાળા, ચુડા અને પાણસીણા પોલીસ મથક
વિસ્તારમાંથી ઝડપાયેલી રૃ.૫,૧૦,૯૬,૮૩૦ની કિંમતની કુલ ૮૭,૨૪૭ નંગ નાની-મોટી ઇંગ્લિશ
દારૃ અને બીયરની બોટલો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું.
દારૃના
આ જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, નશાબંધી અધિકારી તેમજ લીંબડી ડિવિઝનના તમામ મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરો
પી.આઇ., પી.એસ.આઇ સહિતનો કાફલો હાજર રહ્યો હતો. સૌથી વધુ
જથ્થો સાયલા અને લીંબડી પોલીસ મથકનો હતો.
















