![]()
Jamnagar Board Exam : હાલાર સહિત રાજયભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26મી ફેબ્રુઆરીથી ધો.10 અને ધો. 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે. જે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શિક્ષણ તંત્ર સજજ બન્યું છે. જામનગરમાં ધોરણ 10માં 17,343 વિધાર્થીઓ, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1905 વિદ્યાર્થીઓ અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 9,169 વિદ્યાર્થીઓ સહિત 28,417 છાત્રો બોર્ડની પરીક્ષા આપશે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો.10 માં 9,125 છાત્રો, અને ધોરણ 12 સાન્યસમાં 331 છાત્રો, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,936 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જે અનુસાર બન્ને જિલ્લાનો પરીક્ષા વ્યવસ્થા અંગેનો એકશન પ્લાન જાહેર કરાયો છે.
જામનગર જિલ્લામાં આગામી તા.26મી ફેબ્રુઆરથી ધો.10 અને ધો.12 ની બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને શિક્ષણ તંત્ર સજજ બન્યું છે. જામનગરમાં ધોરણમાં 17,343 વિદ્યાર્થી માટે જુદા-જુદા નવ પરીક્ષા કેન્દ્રોના 59 બિલ્ડીંગના 575 બ્લોકમાં પરીક્ષા યોજાશે, જવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 1905 વિધાર્થીઓ માટે બે પરીક્ષા કેન્દ્રના 10 બિલ્ડીંગના 95 બ્લોકમાં યોજાશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના 9169 વિધાર્થીઓ પાંચ પરીક્ષા કેન્દ્રના 31 બિલ્ડીંગના 301 બ્લોકમાં પરીક્ષા આપશે. જામનગર જીલ્લામાં આગામી બોર્ડ પરીક્ષામાં સંસ્કૃત પ્રથમમાં 46 પરીક્ષાર્થીઓ અને સંસ્કૃત મધ્યમાં 75 વિધાર્થીઓ નોંધાયા છે.
જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જિલ્લામાં ધો.10ની પરીક્ષામાં નોંધાયેલા 9,125 વિદ્યાર્થીઓ માટે જુદા જુદા આઠ પરીક્ષા કેન્દ્રોના 35 વ્યવસ્થા બિલ્ડીંગોમાં ગોઠવાશે. જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહામાં કુલ 331 પરીક્ષાર્થીઓ જુદા જુદા બે સેન્ટર પર પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પાંચ પરીક્ષા કેન્દ્રના 16 બિલ્ડીંગમાં લેવાશે.
આમ જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના 28,471 વિધાર્થીઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 13,492 વિધાર્થીઓ શાંતિપુર્ણ રીતે પેપર આપી શકે, તે માટે વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બોર્ડ પરીક્ષાના સુચારૂ આયોજન માટે સંભવત આવતી કાલે તા.12 ના રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાશે. જયારે સીસીટીવી મોટા ભાગના પરીક્ષા કેન્દ્રોના તમામ બિલ્ડીંગો કેમેરાની સુવિધાથી સજજ રહેશે.
















