• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપક…

અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપક…

અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા | vejalpur police bursed call ce…

અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા | vejalpur police bursed call ce…

Load More

AI Summit 2026 : એકતરફ ભારત ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ગતિથી આગળ વધવા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ યોજાઈ રહી છે, જોકે ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીએ સમિટમાં સ્ટોલ પર ચાઈનીઝ રોબોડૉગ રજૂ કરતા ભારે વિવાદ ઉભો થયો છે. આ મામલે સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ માફી માંગી લીધી છે. આ સાથે યુનિવર્સિટીને AI એક્સ્પોમાંથી બહાર ધકેલી દેવાઈ છે.

AI એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર ધકેલી દેવાઈ

યુનિવર્સિટીએ કહ્યું છે કે, સ્ટોલ પર ઉભેલા તેના પ્રતિનિધિ દ્વારા ખોટી માહિતી અપાઈ છે, જેના કારણે લોકોમાં ભ્રમ ઉભો થયો છે. પ્રતિનિધિ પ્રોડક્ટ અંગે કોઈ ચોક્કસ માહિતી જાણતા ન હતા. તેમણે ઉત્સાહમાં આવીને પ્રોડક્ટના ટેકનિકલ સ્રોતની ખોટી માહિતી કહી દીધી હતી. પ્રતિનિધિને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી ન હતી. જોકે ખોટી માહિતી ફેલાવવાનો તેમનો ઈરાદો પણ ન હતો. હવે કંપનીએ ચાઈનીઝ રોબોડૉગ મામલે માફી માંગી છે અને આયોજક દ્વારા એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢવાના નિર્ણયને સ્વિકારી લીધો છે. આમ યુનિવર્સિટીએ વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહા સિંહ પર ફોડી દીધું છે.ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘એઆઈ સમિટમાં ગડબડ મામલે અમે માફી માંગીએ છીએ. સ્ટોલ પર ઉભેલા અમારા પ્રતિનિધિને પ્રોડક્ટ અંગે ચોક્કસ માહિતી ન હતી. ટેકનિકલ રીતે પ્રોડક્ટનું ઉત્પાદન ક્યાંથી થયું છે, તેની પ્રતિનિધિને માહિતી ન હતી. તેમને પ્રેસ સાથે વાત કરવાનો અધિકાર ન હતો, જોકે કેમેરા સામે આવતા તેઓ ઉત્સાહમાં આવી ગયા અને ખોટી માહિતી આપી દીધી. અમે આયોજકોની ભાવનાઓને સમજીને સ્ટોલ ખાલી કરી દીધો છે.’

આ પણ વાંચો : ચીનના રોબોટને ‘મેક ઈન ઈન્ડિયા’ બતાવતા હોબાળો, AI સમિટમાંથી ગલગોટિયાસ યુનિવર્સિટીની હકાલપટ્ટી

યુનિવર્સિટીએ 2.5 લાખમાં રોબોડૉગ ખરીદ્યો હતો

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં યોજાઈ રહેલ એઆઈ સમિટમાં ગ્રેટર નોઈડાની જાણીતી ગલગોટિયાસ યુનિવર્સિટી (Galgotias University) દ્વારા ‘ઓરિયન’ (Orion) નામનો રોબોટ ડોગ રજૂ કરાયો હતો. વાસ્તવમાં આ રોબોડૉગ ચીને બનાવેલો હતો અને યુનિવર્સિટીએ તેને માર્કેટમાંથી 2.5 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. યુનિવર્સિટીએ એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે, આ રોબોટ તેણે પોતે બનાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે રોબોડૉગને 350 કરોડ રૂપિયાની પોતાની AI ECO SYSTEMનો હિસ્સો ગણાવીને રજૂ કર્યો હતો.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

AI સમિટમાં ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક આકર્ષક સ્ટોલ લગાવ્યો હતો. જ્યાં એક રોબોટિક ડોગ કરતબ બતાવી રહ્યો હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા પ્રારંભિક દાવાઓમાં આ રોબોટને ‘ગલગોટિયાસના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિકસિત’ અને ‘ભારતીય એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો’ ગણાવવામાં આવ્યો હતો. જોકે, ટેકનોલોજીના નિષ્ણાતો અને સતર્ક નેટિઝન્સે તરત જ ઓળખી કાઢ્યું કે, આ રોબોટ ખરેખર ચીની કંપની ‘Unitree Robotics’નું પ્રસિદ્ધ મોડલ ‘Go2’ છે. આ રોબોટ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર 2,000થી 3,000 ડોલર (આશરે રૂ.2-3 લાખ)માં સરળતાથી ઉપલબ્ધ છે.

‘ભારત મંડપમ’માંથી હકાલપટ્ટી

જ્યારે આ સમાચાર વાયુવેગે ફેલાયા અને સોશિયલ મીડિયા (ખાસ કરીને X) પર ‘ફેક્ટ-ચેક’ થવા લાગ્યા, ત્યારે ભારત સરકારના મંત્રાલયો અને સમિટના આયોજકો પર દબાણ વધ્યું હતું. આરોપ હતો કે, યુનિવર્સિટીએ વિદેશી પ્રોડક્ટ પર પોતાનું લેબલ લગાવીને તેને સ્વદેશી ઇનોવેશન તરીકે રજૂ કર્યું હતું. ત્યાર બાદ આયોજકોએ જણાવ્યું કે, આ સમિટ સાચા ભારતીય ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે છે, નહીં કે ‘રિ-બ્રાન્ડેડ’ ચાઈનીઝ પ્રોડક્ટ્સ માટે. ગંભીરતાને જોતા યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી સ્ટોલ ખાલી કરવા આદેશ અપાયો હતો.

આ પણ વાંચો : DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા

Next Post
‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…

‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?', અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપક…

અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…
INDIA

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

Bee Attack In Lathi: અમરેલીના ઝેરી મધમાખીના આતંકની ઘટના સામે આવી છે. જેમાં લાઠીના ઝરખીયા ગામ ખાતે પાદરમાં બેઠેલા 5...

Read more

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપક…

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા | sarkhej police nabbed accused in p…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In