શરીર માટે જેમ ઓક્સિજન,પાણી અને જમવુ જરુરી છે તેજ રીતે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. વિશ્વભરના સંશોધનો અનુસાર, તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દિવસમાં લગભગ 8 કલાક શાંતિથી સૂવું જોઈએ, તો જ તેનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. આજની વ્યસ્થ જીવનશૈલીમા લોકો પુરતી ઉંઘ પણ લઇ શકતા નથી. જેથી શરીરને આરામ નથી.
પુરતી ઉંઘ ન લેવાથી સ્થૂળતા, ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ અને ડિપ્રેશનનું જોખમ વધી જાય છે. ઘણીવાર લોકો મોડી રાત સુધી ઊંઘતા નથી અને સવારે મોડા ઉઠે છે, પરંતુ એક ટ્રીકની મદદથી તમારી સમસ્યાને તરત જ દૂર કરી શકાય છે.
સામાન્ય રીતે ટેન્શન અને ડિપ્રેશનના કારણે વ્યક્તિને રાત્રે બરાબર ઊંઘ આવતી નથી, પરંતુ જો તમે ચા અને કોફી જેવા કેફીનયુક્ત પીણાંનું સેવન કરો છો તો આ સમસ્યા ઊભી થઈ શકે છે. અનિદ્રા, સ્લીપ એપનિયા અને ડિહાઇડ્રેશન જેવી કેટલીક તબીબી સ્થિતિઓ અનિદ્રા માટે જવાબદાર છે.
કેટલાક લોકો મોડી રાત સુધી મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરે છે જેના કારણે ઊંઘ નથી આવતી. તેનાથી બચવા માટે, તમે 4-7-8 ઊંઘની પદ્ધતિ અજમાવી શકો છો.