• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ તેના જ ભાગીદારને રિવોલ્વરની અણીએ પતાવી દેવાન…

satyasamachar by satyasamachar
January 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ તેના જ ભાગીદારને રિવોલ્વરની અણીએ પતાવી દેવાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

Load More

જામનગરના એક મિલ માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ સામે તાજેતરમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવાયા બાદ તેની સામે વધુ એક ગુન્હો નોંધાયો છે. પોતાના જ ભાગીદાર એવા લેન્ડ ડેવલોપર સાથે ખરીદ કરેલી જમીન કે જેના ભાવ આસમાને પહોંચતાં દાનત બગડી હોવાથી ભાગીદાર નો હિસ્સો નહીં આપવાના ભાગરૂપે પોતાની જગ્યામાં બોલાવી રિવોલ્વરની અણીએ પતાવી દેવાની ધમકી આપી ઢોર માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. 

લેન્ડ ડેવલોપર દ્વારા પોલીસમાં કરાયેલી અરજી ફાઈલ થઈ ગઈ હોવાથી આખરે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેકટરે તાત્કાલિક ગુનો નોંધવા આદેશ કરતાં આખરે આ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે.

જામનગરનો એક મિલમાલિક આરોપી જે અત્યાર સુધી રાજકીય અગ્રણી પણ હતો, તેની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા પછી હવે જમીન મકાન સંબંધિત કુંડાળાઓ બાબતે પણ આ આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જામનગરમાં પંચવટી સોસાયટીની બાજુમાં મયૂરબાગમાં રહેતાં જમીન મકાનના લેન્ડ ડેવલોપર અશોક દેવશીભાઈ અકબરી(47) એ જામનગરના અગ્રણી ઉદ્યોગ પતિ અને જનક ઓઇલ મિલ ના માલીક વિશાલ મહેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ભાગીદારીમાં ખરીદ કરેલી અનેક કિંમતી જમીનો કે જેમાં તેનો હિસ્સો નહીં આપી રિવોલ્વર ની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાની તેમજ પોતાને તેમજ પોતાના ભાઈ ને ઢોર માર માર્યા ની ફરિયાદ દાખલ કરાવી છે. 

આ ગુનાઓ પાછલાં ૩ વર્ષ દરમ્યાન વિશાલ મહેન્દ્રભાઈ મોદી દ્વારા આચરવામાં આવ્યા છે, તેમ આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

ફરિયાદી અશોકભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે કે, આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદી કે જે પોતાની સાથેની અલગ અલગ જગ્યાઓ પર આવેલી અતિ કિંમતી મિલકતોમાં ભાગીદાર છે, પાછલા ૩ વર્ષ દરમ્યાન ઉદ્યોગપતિ વિશાલે આ ફરિયાદી અશોકભાઈ તથા તેના ભાઈ ભરતભાઇને અલગ અલગ જગ્યાઓ પર બોલાવ્યા હતા, અને જમીન માં ભાગ આપવાના મામલે તકરાર કરી હતી. અગાઉ ખરીદ કરેલી મિલકતો કે જેની હાલ બજાર કિંમત ખૂબ જ ઊંચી થઈ ગઈ હોવાથી વિશાલ ની દાનત બગડી હતી, અને હિસ્સો આપવાનો ઇન્કાર કર્યો હતો.

વિશાલે આ ફરિયાદી તથા તેના ગ્રાહકોના અલગઅલગ જગ્યાઓ પર આવેલાં પ્લોટ તથા મૂડી છૂટા કર્યા નથી, ફરિયાદી તથા તેના ભાઈને ઢોર માર માર્યો છે, ગાળો આપી છે, ટાંટિયા ભાંગી નાંખવાની તથા રિવોલ્વર ની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે, તેમ આ ફરિયાદમાં જણાવાયું છે.

આ બધા ગુનાઓ દરેડ ફેઈઝ-3, મસિતિયામાં આવેલી અપના ઈમ્પેક્સ ઓફિસમાં તથા દરેડ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા કન્સ્ટ્રક્શન સાઈટ પર તથા આરોપીની બેડી વિસ્તારમાં આવેલી જનક ઓઈલ મીલ ખાતે આરોપીએ આચર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમેં વિશાલ મોદી સામે આઈ.પી.સી. કલમ 323, 504 અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે.

છેલ્લા પાંચ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન વિશાલ મોદીના ત્રાસ, ધાકધમકી અને મારકુટ વગેરેથી કંટાળીને અશોકભાઈએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી, પરંતુ અગાઉ તેની અરજી ફાઈલ થઈ ગઈ હતી.

આખરે સ્વાગત નિવારણ સમક્ષ પોતે ફરિયાદ કરી હતી, જેમાં જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં જે તે વખતે જિલ્લા કલેકટર કેતન ઠક્કર ખુદ હાજર રહ્યા હતા, અને સાંભળ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતે છેલ્લા પાંચ વર્ષથી વિશાલ મોદી ની ધાકધમકી, ત્રાસ, અને મારકુટ નો ભોગ બની રહ્યા છે. પોતાને ભાગ આપવાના બદલે ગાળો આપી મારકુટ કરાય છે. તેમજ તેની સામેની પોલીસ ફરિયાદ નોંધાવાતી નથી. જે રજૂઆત સાંભળીને જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરતથી આ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો, જેના અનુસંધાને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ આ આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસમાં આરોપીએ પોલીસને તપાસમાં સહયોગ આપવો પરંતુ આરોપીની ધરપકડ કરી શકાશે નહીં, અને સાત દિવસ પહેલાં નોટિસ પાઠવવી, એવું આ અગાઉ વડી અદાલતે કહેલું. તે દરમ્યાન હવે આ જ આરોપી વિરુદ્ધ બીજો ગુનો ખુદ તેના ભાગીદારે દાખલ કરાવ્યો છે, જેથી ભારે ચકચાર જાગી છે પોલીસે તેની અટકાયત કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
વડોદરામાં SIRની કામગીરીનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત | Vadodara Protest against…

વડોદરામાં SIRની કામગીરીનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત | Vadodara Protest against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…
GUJARAT

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

– મંત્રીના અજ્ઞાનભર્યા નિવેદનની વીડિયો ક્લિપ વાયરલ – મંત્રીએ વર્ષો જૂના ‘જોગાસર’ તળાવનું નામ નવું પાડયું હોવાનું નિવેદન આપતા હાસ્યસ્પદ...

Read more

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In