આજે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ નો શુભારંભ કરાશે
શક્તિદ્વાર થી નિશાન યાત્રા નગર ભ્રમણ કરી મૈત્રી સોસાયટી સ્થળે પહોંચશે….
મોટા પ્રમાણ માં શ્યામ પ્રેમી ભક્તો નિશાન યાત્રા માં જોડાયા….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ સાંજ ના સુમારે શરૂ થનારા બાબા શ્યામ ના ભવ્ય દરબાર અને ભજન સંધ્યા કાર્યક્રમ ની શરૂઆત સવારે બાબા ની નિશાન યાત્રા થી કરાઈ હતી.
જેમાં વહેલી સવાર થી જ શ્યામ પ્રેમી ભક્તો તૈયાર થઈ અંબાજી મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર શક્તિ દ્વાર ખાતે હાજર થઈ બાબા શ્યામ ની રથ માં બેસાડી ડી.જે ના તાલે ઝૂમતા નાચતા અંબાજી નગર ભ્રમણ કરી દરબાર સ્થળ મૈત્રી અંબે સોસાયટી ખાતે પહોંચ્યા હતા જ્યાં શ્યામ મિત્ર મંડળ દ્વારા નિશાન યાત્રા માં જોડાયેલ લોકો માટે રસ્તા માં ઠેર – ઠેર ઠંડા પાણી અને શરબત, આઈસ્ક્રીમ ની વ્યવસ્થા પણ ઉભી કરાઈ હતી.
સાંજે શરૂ થનારા આ ભવ્ય કાર્યક્રમ માં દરબાર , અલૌકિક શણગાર, પુષ્પ વર્ષા , ઇત્ર વર્ષા,ભોજન પ્રસાદી સહિત પ્રસિદ્ધ ભજન અને સંગીત કલાકારો સૂરો અને સંગીત નું રસ પાન કરાવશે જેનો લાભ લેવા શ્યામ મિત્ર મંડળ દ્વારા તમામ ગામ લોકો ને આમંત્રણ અપાયું છે.
રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી














