![]()
Under-12 Cricket Tournament : લેટ ડો .જે.ટી. પટેલ (પોપભાઈ) અન્ડર-12 બોયઝ ઇન્વિટેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ 2025–26ની ફાઇનલ મેચ વડોદરાના એલેમ્બિક મેદાન ખાતે રમાઈ હતી, જેમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ટીમે શાનદાર પ્રદર્શન સાથે ક્રિક ઝોનને પરાજય આપી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો. જ્યારે ક્રિક ઝોન ટીમ રનર્સ-અપ રહી હતી.
પુરસ્કાર વિતરણ સમારંભમાં કુલ પાંચ વ્યક્તિગત એવોર્ડ આપવામાં આવ્યા હતા. ફાઇનલ મેચમાં 67 રનની શાનદાર ઇનિંગ બદલ મંત્રા બારોટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યો હતો. મંત્રા બારોટે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 6 મેચોમાં કુલ 301 રન બનાવી બેસ્ટ બેટર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.
બોલિંગમાં જૈનિશ પ્રજાપતિએ 19 વિકેટ ઝડપી બેસ્ટ બોલર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ જીત્યો હતો. ફિલ્ડિંગ ક્ષેત્રે વંશ ગરસિયાએ 4 કેચ, 2 રનઆઉટ અને 5 સ્ટમ્પિંગ કરીને બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મેળવ્યો હતો.
ફિઝાન ઉમટિયાને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કર્યો હતો. તેણે 313 રન બનાવ્યા સાથે 6 વિકેટ ઝડપી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મોટીબાગના ફિઝાન ઉમટિયાએ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ સદી નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 22 અર્ધસદીઓ નોંધાઈ હતી.















