![]()
સોશિયલ મિડીયા પર લોભામણી જાહેરાત આપીને
ફેબુ્રઆરીથી ભાડું ન ચુકવી રૃપિયા ૨૬.૫૦ લાખની ગાડીઓ પણ પરત નહીં કરનારા ગાંધીનગરના શખ્સ સામે ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગરના શખ્સે સોશિયલ મિડીયા પર મુકેલી ઉંચા ભાડાથી
ગાડીઓ રાખવાની જાહેરાત જોઇને લોભાયેલા અમદાવાદના વેપારીને ફેબુ્રઆરી મહિનાથી ભાડુ
તો ન મળ્યું પરંતુ રૃપિયા ૨૬.૫૦ લાખની ગાડીઓ પણ પરત નહીં મળતાં આખરે પોલીસનું શરણુ
લેવુ પડયું છે. બીજી બાજુ ગાંડીઓ ભાડે રાખનાર ગાંધીનગરનો શખ્સ ફોન બંધ કરીને બેપતા
બની જતાં પોલીસ દ્વારા તેની શોધખોળ શરૃ કરાઇ છે.
આ બનાવ સંબંધે શ્રીરામ કાર રેન્ટલ સવસ નામથી વ્યવસાય કરતા
અને અમદાવાદમાં ઇશનપુરમાં રહેતા મુળ મહેસાણાના વિજાપુરના વતની જીતેન્દ્રભાઇ
દિલીપભાઇ ઠક્કર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીનગરમાં
સેક્ટર ૮માં પ્લોટ નંબર ૩૩૮૨,
એ ૨માં રહેતા મુકેશ સોનાજી ઠાકોરનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદમાં
જણાવવામાં આવ્યાં પ્રમાણે ફરિયાદીએ સોશિયલ મિડીયા પર ઓલો-ઉબેરમાં ગાડીઓ ભાડે મુકવા
સંબંધેની જાહેરાત જોઇને આરોપીનો સંપર્ક કર્યો ત્યારે તેણે ઉંચા ભાડા આપવાની વાત
કરી હતી. જેના પગલે ફરિયાદી ગાંધીનગર આવ્યા હતાં અને આરોપી સાથે ચર્ચા કરીને ત્રણ
અર્ટીગા તથા બે સ્વીફ્ટ કાર એક પછી એક આરોપીને સોંપી હતી. આ પૈકીની બે ગાડીઓ
ફરિયાદીએ સેકન્ડમાં લીધી હતી અને પોતાના નામે પણ કરાવેલી ન હતી. જેના રૃપિયા ૨૧
હજારથી લઇને ૩૬ હજાર સુધીના માસિક ભાડા નક્કી કરવામાં આવ્યા હતાં. જોકે શરૃઆતના બે
મહિના સુધી આરોપીએ સમયસર ભાડાની રકમ ચુકવી હતી. પરંતુ ફેબ્આરી મહિનાથી બંધ કરી
દેતાં ફોનમાં વાત કરે ત્યારે વાયદા કરવા લાગ્યો હતો. બાદમાં તેણે ફોન જ સ્વીચ ઓફ
કરી દેતાં ફરિયાદી તેના ઘરે પહોંચ્યા તયાં પણ તે મળી આવ્યો ન હતો.
અન્ય આસામીએ આપેલી કાર દારૃ ભરેલી બિનવારસી મળી હતી
આરોપીની શોધખોળ કરવા દરમિયાન ગાભાજી ઠાકોર નામના આસામી સાથે
મુલાકાત થઇ હતી. તેણે ફરિયાદીને એમ જણાવ્યું હતું, કે પોતાની વેગનઆર કાર તેણે ભાડાંની ઉંચી કમાણી કરવા માટે
આરોપી મુકેશ ઠાકોરને આપી હતી. પરંતુ તેમને ખુબ કડવો અનુભવ થયો હતો. તેમણે આપેલી
કાર દરૃ ભરેલી હાલતમાં અમદાવાદના સોલા વિસ્તારમાંથી બિનવારસી પડેલી મળી આવતાં સોલ
પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ગુનો દાખલ થયો હતો.















