
Ahmedabad News : અમદાવાદની પ્રતિષ્ઠિત શેઠ સી.એન. વિદ્યાલયની PTC કોલેજમાં અભ્યાસ કરતી પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે અધ્યાપક દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે વાલીએ સંસ્થાને રજૂઆત કરી હોવા છતાં, ચાર દિવસ સુધી મેનેજમેન્ટ દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે DEO કચેરીએ હસ્તક્ષેપ કરવો પડ્યો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સંસ્થાની ઉદાસીનતા બદલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને કારણદર્શક નોટિસ ફટકારી છે અને દોષિત અધ્યાપકને તાત્કાલિક સસ્પેન્ડ કરી સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપવા કડક આદેશ આપ્યા છે.















