![]()
– બે રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઐતિહાસિક વોટિંગ
– હવે 23 એપ્રિલે તમિલનાડુની તમામ બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે
તિરુવનંતપુરમ/ગુવાહાટી : ચૂંટણી પંચનાં આંકડા અનુસાર ગુરૂવારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં આસામમાં ૮૫ ટકાથી વધારે મતદાન નોંધવામાં આવ્યું છે. જ્યારે કેરળમાં ૭૮ ટકાથી વધારે મતદાન થયું હતું. આ બંને રાજ્યોમાં સત્તાધારી પક્ષ સતત ત્રીજી વખત સત્તામાં આવવાની આશા રાખી રહ્યાં છે.
આ ભારે મતદાનને ઐતિહાસિક ગણાવતા આસામનાં મુખ્યપ્રધાન હિમંત સરમાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીનું પરિણામ અગાઉથી જ દેખાઇ રહ્યું છે.
સરમા અને ગોગોઇ બંને આ ચૂંટણીમાં ૧૨૬ વિધાનસભા બેઠકો પર લડી રહેલા કુલ ૭૨૨ ઉમેદવારોમાં સામેલ છે.
કુલ મતદારોની સંખ્યા ૨.૫ કરોડ હતી.
૨૦૨૧ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ૮૨.૦૪ ટકા મતદાન થયું હતું.
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં કેરળમાં ૭૪.૦૬ ટકા મતદાન થયું હતું. કેરળની ૧૪૦ વિધાનસભા બેઠકો પર કુલ ૮૮૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. કેરળની ચૂંટણી નક્કી કરશે કે એલડીએફ(લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ)ને સતત ત્રીજી વખત સત્તા મળશે કે નહીં.
કેરળ અને આસામની સાથે ગુરૂવારે ૩૦ સભ્યોવાળી પુડુચેરી વિધાનસભા માટે પણ આજે મતદાન થયું હતું. પુડુચેરીમાં ૮૬ ટકાથી વધારે મતદાન નોંધવામાં આવ્યું છે.















